Home /News /banaskantha /Banaskantha News: ડીસામાં અમિત શાહના જન્મદિવસની ઉજવણી, રુદ્રયાગ-મહાઆરતી કરી મહાદેવને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી
Banaskantha News: ડીસામાં અમિત શાહના જન્મદિવસની ઉજવણી, રુદ્રયાગ-મહાઆરતી કરી મહાદેવને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી
અમિત શાહના જન્મદિવસે બનાસકાંઠાના ડીસામાં હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.
Banaskantha News: બનાસકાંઠાના ડીસામાં આવેલા નીલકંઠ મહાદેવ મંદિરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે રુદ્રયાગ, રુદ્રાભિષેક અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
કિશોર તુંવર, બનાસકાંઠાઃ જિલ્લાના ડીસામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. તેમાં નીલકંઠ મહાદેવ મંદિર ખાતે રુદ્રયાગ અને રુદ્રભિષેક સહિત મહાઆરતીનું આયોજન કરી અમિત શાહના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
રુદ્રયાગ-મહાઆરતીનું આયોજન
મળતી માહિતી પ્રમાણે, સમગ્ર દેશમાં અલગ અલગ રીતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ડીસાના રિજમેન્ટ વિસ્તારમાં આવેલા નિલકંઠ મહાદેવના મંદિરે અમિત શાહના જન્મદિવસ નિમિત્તે રુદ્રયાગ, રુદ્રાભિષેક સહિત મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ત્યારે ગૃહમંત્રીના દીર્ઘાયુ માટે ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યસભા સાંસદ દિનેશ અનાવડીયા, ધારાસભ્ય શશીકાંત પંડ્યા સહિત ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા.