Home /News /banaskantha /Ambaji: અમદાવાદ જય ભોલે ગ્રુપ દ્વારા સોનાની પાદુકાઓ માં અંબાને ભેટ ધરાઈ

Ambaji: અમદાવાદ જય ભોલે ગ્રુપ દ્વારા સોનાની પાદુકાઓ માં અંબાને ભેટ ધરાઈ

અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો યોજવા તંત્રની તડામાર તૈયારીઓ કરી છે.

અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો યોજવા તંત્રની તડામાર તૈયારીઓ કરી છે. આજે પ્રવાસન સચિવના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ હતી. અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો છેલ્લા બે વર્ષથી બંધ હતો.

    યાત્રાધામ અંબાજી ખાતે માં અંબાના સુવર્ણ શિખરમાં સોનાનું દાન આવતું રહે છે. શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતુ યાત્રાધામ અંબાજી ખાતે આ વખતે ભાદરવી પૂનમનો મેળો ભરાવાનો છે. ત્યારે 23 તોલાની સોનાની ચરણ પાદુકાથી મા અંબાના ચરણો દીપી ઉઠ્યા છે. અંબાના મંદિરમાં 231 ગ્રામ સોનાની ચરણ પાદુકા બનાવી અર્પણ કરાઈ છે.

    યાત્રાધામ અંબાજી મંદિરમાં માં અંબાના ચરણોમાં સોનાની પાદુકા શોભી રહી છે. 231 ગ્રામ એટલે કે 23 તોલા સોનામાંથી માં અંબાની ચરણ પાદુકા તૈયાર કરવામાં આવી હતી અને હવે આ સોનાની પાદુકાની મા અંબાને ભેટ ધરવામાં આવી છે. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના જય ભોલે ગ્રુપ દ્વારા રુપિયા 11 લાખ 41 હજારની સોનાની 23 તોલાની પાદુકાઓ મા અંબાને ભેટ ધરાઈ છે. જ્યારે ભક્તો અંબાજી મંદિરમાં દર્શન માટે આવ્યા ત્યારે 52 ગજની ધજા જય માડી અંબેના જય ઘોષ સાથે મંદિરના શિખરે ચઢાવી હતી.

    આ પણ વાંચો- ગાંધીનગરમાં ઢોર પકડવા ગયેલી ટીમ સાથે મહિલાની દાદાગીરી, હાથમાં દાતરડું લઇ ઢોરને મુક્ત કરાવી દીધા

    જય ભોલે ગ્રુના સંચાલક મંડળે જણાવ્યું હતું કે, અંબાજી મંદિર સુવર્ણમય બની રહ્યું છે ને માતાજી રાજભોગ પણ સોનાનાં થાળમાં જ જમતા હોય ત્યારે પાદુકાજ ચાંદીની કેમ છે. આવા વિચાર સાથે અંબાજી મંદિરમાં શ્રી યંત્ર સાથે સોનાની પાદુકા અર્પણ કરીને મંદિરના શિખરે 52 ઘજની ધજા પણ ચઢાવી છે. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને કલેકટર પાસેથી પરવાનગી લઈ આ પાદુકાનું નિર્માણ કર્યું હતું.

    આ પણ વાંચો- તેલના સતત વધતા ભાવની અસર, ચોર હવે દુકાનમાંથી તેલના ડબ્બાની ઉઠાંતરી કરવા લાગ્યા

    અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો યોજવા તંત્રની તડામાર તૈયારીઓ કરી છે. આજે પ્રવાસન સચિવના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ હતી. અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો છેલ્લા બે વર્ષથી બંધ હતો. આ વખતે મેળો બે વર્ષ બાદ યોજાઈ રહ્યો છે, ત્યારે લાખોની સંખ્યામાં યાત્રિકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. મેળાને લઈ બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. મેળો સુચારુ રૂપથી સંપન્ન થાય તે માટે 28 વિવિધ ટીમો બનાવામાં આવી છે. આગામી 5 થી 10 સપ્ટેમ્બર દરમિયાન આ મેળો યોજવા જઈ રહ્યો છે. ત્યારે શ્રદ્ધાળુઓ માટે આ મેળો યાદગાર બની રહે અને યાત્રિકોને દર્શન સરળતાથી થઇ શકે તેવી વ્યવસ્થાની તૈયારીઓ કરાશે. યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મેળા દરમિયાન 5 હજારથી વધુ પોલીસ ફોર્સ તૈનાત રાખવામાં આવશે. સાથે જ મેળા ઉપર પોલીસની સતત વોચ રહે તે માટે 5 ડ્રોન કેમેરા, FRA સિસ્ટમ સાથેના 300થી વધુ CCTV તેમજ 35 પોલીસ વીડિયો ગ્રાફર હશે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Ambaji Temple Online Darshan, અંબાજી, અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી મંદિર, અંબાજી મેળો

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन