વડગામમાં ઓવૈસીનું નિવેદન, 'આજે હિજાબ પર ચૂપ રહેશો તો કાલે દાઢી કાપવાનું કહેશે, ટોપી ઉતારવાનું કહેશે'
વડગામમાં ઓવૈસીનું નિવેદન, 'આજે હિજાબ પર ચૂપ રહેશો તો કાલે દાઢી કાપવાનું કહેશે, ટોપી ઉતારવાનું કહેશે'
વડગામમાં ઓવૈસીની જનસભા
AIMIM leader Asaduddin Owaisi Gujarat visit: "દેશમાં આઝાદીનો અમૃત્સોવ માનવામાં આવી રહ્યો છે પણ કયું અમૃત વેચી રહ્યા છે? હિજાબને જેહાદથી જોડવામાં આવી રહ્યો છે. તેમને હિજાબ ખતરો લાગી રહ્યો છે પણ દેશને તો ગાંધીના હત્યારાથી ખતરો છે."
કિશોર તુંવર, બનાસકાંઠા: બનાસકાંઠાના વડગામના તાલુકાના મજાદર પાટિયા નજીક રવિવારે AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi )એ ગુજરાત વિધાનસભાની 2022 (Gujarat election 2022)ની ચૂંટણીને અનુંલક્ષીને જંગી સભાને સંબોધન કર્યું હતું. જેમાં ઓવૈસીને સાંભળવા મુસ્લિમ સમુદાયના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં હતાં. સભા દરમિયાન ઓવૈસીએ પોતાની પાર્ટીના ઉમેદવારને વડગામ સીટ (Vadgam constituency) ઉપરથી જીતાડવા માટે હાંકલ કરી હતી અને કોંગ્રેસ પક્ષ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. આ પ્રસંગે ઓવૈસીએ કેન્દ્ર સરકાર ઉપર પણ આકરા પ્રહારો કર્યા હતા.
વડગામના મજાદરમાં અસદુદ્દીન ઓવૈસીએ જંગી સભાને સંબોધન કરતા કહ્યું હતું કે, "દેશમાં આઝાદીનો અમૃત્સોવ માનવામાં આવી રહ્યો છે પણ કયું અમૃત વેચી રહ્યા છે? હિજાબને જેહાદથી જોડવામાં આવી રહ્યો છે. તેમને હિજાબ ખતરો લાગી રહ્યો છે પણ દેશને તો ગાંધીના હત્યારાથી ખતરો છે. દેશને ગોડસેના ભક્તોથી ખતરો છે, જો આજે તમે હિજાબ ઉપર ચૂપ થઈ જશો તો કાલે દાઢી કાપવાનું કહેશે, ટોપી ઉતારવાનું કહેશે. હિજાબને એ માટે ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે જથી મુસલમાનોનું કલ્ચર છીનવી લેવાય. આપણે હુકુમતને નહીં, બદલી શકતા પણ દલિત અને મુસલમાનોને આપણી પાર્ટી દ્વારા વિધાનસભામાં મોકલી શકીએ અને આપણા આવાજને મૂકી શકીએ.
જ્ઞાનવાપી મસ્જિદ હતી અને રહેશે
"જ્ઞાનવાપી મસ્જિદનો મુદ્દો ઉઠાવી દીધો. હું બોલ્યો તો મને કહે કેમ બોલો છો?હું બોલીશ, હું એ માટે બોલું છું કે જીવતો છું. મરી નથી ગયો. હું એ માટે બોલું છું કે હું અલ્લાહથી ડરું છું, કોઈ મોદી અને યોગીથી નથી ડરતો. તમે મારુ ભાષણ સાંભળવા આવ્યા હોય તો હું કોઈ કવાલ કે કોઈ ગાવાવાળો નથી કે તમે મારો આવાજ સાંભળવા આવ્યા છો. હું તમારા માટે આવ્યો છું. એ અમને શીખવાડે છે કે મસ્જિદ શું છે, સર્વે થયો, વીડિયોગ્રાફી થઈ તો અમને કહે છે કે શું તકલીફ છે? કેમ તકલીફ ન હોય? હું 19-20 વર્ષનો હતો તો બાબરી મસ્જિદ મારાથી છીનવી લેવામાં આવી. હવે અમે કોઈ મસ્જિદને નહીં ખોઈએ. મસ્જિદ છે અને રહશે. જ્ઞાનવાપી મસ્જિદ હતી અને કાયમ રહશે.
આપણે આપણા ગામના શહેરની મસ્જિદોને આબાદ રાખવાની છે, ત્યારે આ શેતાનોને ખબર પડશે કે હવે મુસલમાન કોઈ મસ્જિદ નહિ ગુમાવે. ગુજરાત ખંભાત અને હિંમતનગરમાં 10 વર્ષ જૂના ગોડાઉનો તોડ્યા. મધ્યપ્રદેશમાં પણ એવું જ થયું. ગુજરાત અને મધ્યપ્રદેશનો મુખ્યમંત્રી કોર્ટનો ચીફ જસ્ટિસ છે કે એ નક્કી કરશે કે કોનું ઘર તોડે? કોંગ્રેસ પાર્ટી છે તેવું આપ કહો છો તો મને બતાવો કોંગ્રેસ પાર્ટી છે ક્યાંય? લોકો કહે છે કે ઓવૈસીના આવવાથી ભાજપને ફાયદો થશે. હું કૉંગ્રેસીઓને પૂછવા માંગુ છું કે તમારી સરકાર ગુજરાતમાં ક્યારે હતી? આટલા વર્ષોથી ઓવૈસી નથી આવ્યો તો તમે કેવી રીતે આટલા વર્ષોથી હારી ગયા?
કૉંગ્રેસના 12 ધારાસભ્યો ભાજપમાં ભાગી ગયા. તેઓ મને પૂછીને ગયા હતા? શુ મેં એમને હૈદરાબાદમાં બિરયાની ખવડાવી? એમને મારી બિરયાની નથી ખાધી પણ તેઓ નરેન્દ્ર મોદીના ઢોકળા ખાઈ ગયા છે. નરેન્દ્ર મોદી સામે મેં NPR અને NRCના કાનૂનને ફાડયું હતું. અમિત શાહ પણ બેઠા હતા. મુસલમાનોની તકલીફ વખતે કૉંગ્રેસ ક્યારે કેમ કઈ બોલી નથી? બીજેપીને હરાવવાનીછે. મારી જિંદગીનો એકજ મકસદ છે કે મારી જમાતના લોકો જિલ્લા પરિષદ અને વિધાનસભામાં જવા જોઈએ.
મને કોઈએ પૂછ્યું કે આ જ્ઞાનવાપીના નીચે, તાજ મહેલની નીચે અને કુતુંબમીનારના નીચે શું જોવા માંગે છે? સોશિયલ મીડિયામાં કોઈએ લખ્યું કે તેમને નીચે જઈને જોયું તો કઈ મળ્યું નહીં પણ આવાજ આવ્યો કે ચોકીદારને કહો મોંઘવારી ઓછી કરે, પેટ્રોલ ડીઝલના ભાવ ઓછા કરે અને પછી આવાજ આવ્યો કે ચોકીદાર ચોર છે. આપણે મજબૂત થવાનું છે. એક થવાનું છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર