મયુર પ્રજાપતિ દ્વારા તૈયાર કરેલા ધરું ગુજરાત સહિત રાજસ્થાનમાં પણ વેચાણ થાય છે.
કૃષિ વિજ્ઞાન કેન્દ્રનાં માર્ગદર્શન તેમજ મહેનત થકી મયુર પ્રજાપતિ અત્યારે પોતાની નર્સરીમાંથી ધરુનું ગુજરાત સહિત રાજસ્થાનમાં વેચાણ કરી લાખો રૂપિયાની આવક મેળવે છે. વર્ષમાં નર્સરીમાં અલગ અલગ પાકોના 70 થી 80 લાખ રોપા તૈયાર કરે છે.
Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લાનાં એક યુવાન ખેડૂતે એગ્રિકલ્ચરની ડિગ્રી મેળવ્યા બાદ આવેલી નોકરીઓની ઓફર ઠુકરાવી પોતાના ખેતરમાં નર્સરી તૈયાર કરી ધરું તૈયાર કરે છે અને લાખોની આવક મેળવે છે. તેનો આ બિઝનેસ આઈડિયા સક્સેસ છે.
કૃષિ વિજ્ઞાન કેન્દ્રનાં માર્ગદર્શન તેમજ મહેનત થકી મયુર પ્રજાપતિ અત્યારે પોતાની નર્સરીમાંથી ધરુનું ગુજરાત સહિત રાજસ્થાનમાં વેચાણ કરી લાખો રૂપિયાની આવક મેળવે છે. એટલુ જ નહીં પણ તે નાની ઉંમરમાં અન્ય ખેડૂતોને પણ નિઃશુલ્ક માર્ગદર્શન પણ આપે છે.
B.Sc (Agriculture)ની ડિગ્રી મેળવ્યા બાદ ખેતીમાં કંઈક કરવાનું વિચાર્યું બનાસકાંઠા જિલ્લાના ડીસાનો એક 26 વર્ષના મયુર પ્રજાપતિ એ બી.એસ.સી. (એગ્રીકલ્ચર)ની ડિગ્રી મેળવી છે. ડિગ્રી મેળવ્યા બાદ મયુર પ્રજાપતિને અનેક કંપની દ્વારા નોકરીની ઓફર પણ આવી હતી. પરંતુ મયુરે મનમાં મક્કમ નિર્ધાર કર્યો હતો કે, મારે કંઇક પોતાનું કરવું છે.
આથી તેણે આ તમામ ઓફરોને ઠુકરાવી પોતાના પરંપરાગત વ્યવસાય એવા ખેતી તરફ મહેનત કરવાનું વિચારી ખેતી તરફ વળ્યો અને પોતાના કૃષિ જ્ઞાન અને પરંપરાગત હુન્નરની મદદથી જમીન પર નર્સરી તૈયાર કરી તમામ પાકોના ધરુ તૈયાર કરવાની શરૂઆત કરી.
ડીસા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકોની સલાહ લઈ આવું કાર્ય કર્યું.
મયુર પ્રજાપતિએ તેના અભ્યાસનો લાભ લઈ તેમજ ડીસા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ડો.યોગેશ પવારના માર્ગદર્શન હેઠળ પોતાના ખેતરમાં આધુનિક ખેતીની શરૂઆત કરી. સૌ પ્રથમ તેણે સિઝન કરતાં પહેલા પાકનું વાવેતર કેવી રીતે કરી શકાય.
કૃષિ વૈજ્ઞાનિક ડો.યોગેશ પવારના માર્ગદર્શનથી સંશોધન કર્યું અને ઓફ સીઝનના શાકભાજીની ખેતીની શરૂઆત કરી જેમાં ચોળી, ફુલાવર, ટેટી અને મરચાનું આંતર પાકની ખેતી કરી.
મયુર પ્રજાપતિએ પોતાના ખેતરમાં ગ્રીન હાઉસ અને વ્હાઇટ નેટ હાઉસનું નિર્માણ કર્યું જેમાં જુદા જુદા શાકભાજીના તેમજ પપૈયાના પ્લગ ટ્રે ટેકનોલોજી દ્વારા ધરુ ઉછેર કરવાની શરૂઆત કરી.
મયુર પ્રજાપતિને તેમની નર્સરીમાં ખેડૂતો
ટેટી,તરબૂચ,મરચા,ટામેટા,પપૈયા,ફુલાવર ,કોબીચ,ના વાવેતર માટે છોડ તૈયાર કરવાનો કોન્ટ્રાક્ટ આપતા થઈ ગયા છે. કારણ કે ખેડૂતો ધરુંથી વાવેતર કરે તો ખેડૂતોને ઉંચા બજારમાં ભાવ મળે છે.તેમજ રોપા સાથે નિઃશુલ્ક માર્ગદર્શન પણ પૂરું પાડવાનું કામ કરે છે.
એકદમ નાની વયના મયુર પ્રજાપતિએ પોતાના અભ્યાસ અને મહેનતના આધારે તેમના ખેતર માંથી વાર્ષિક આવક આઠ ઘણી વધારી દીધી છે. અને અન્ય ખેડૂતોને પણ આ પધ્ધતિ અપનાવવા માટે સલાહ આપી રહ્યા છે.
નર્સરીમાં સીઝન દરમિયાન દસ લાખથી વધુની આવક મેળવે છે.
મયુર પ્રજાપતિની ઉંમર ભલે નાની રહી પરંતુ મયુરે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના માર્ગદર્શન અને મહેનતના પગલે અત્યારે ક્રાંતિ સર્જી દીધી છે. અને સાબિત કરી બતાવ્યુ છે કે વિજ્ઞાન અને મહેનતનો સંયોગ થાય ત્યારે કેવા ઉમદા પરિણામ મળે છે તે મયુર પ્રજાપતિએ કરી બતાવ્યુ છે. વર્ષમાં નર્સરીમાં અલગ અલગ પાકોના 70 થી 80 લાખ રોપા તૈયાર કરે છે.
સમગ્ર ગુજરાતના અનેક જિલ્લા તેમજ રાજસ્થાનમાં પણ ધરુંનું વેચાણ કરે છે. જેથી નર્સરી માં સીઝનમાં તે 10 લાખથી વધુની આવક મેળવી મયુર પ્રજાપતિ લાખોની આવક મેળવતા થઈ ગયા છે.આ નાની ઉંમરમાં આટલી મોટી સફળતા મળતા અન્ય ખેડૂતો પણ મયુર પ્રજાપતિની મુલાકાતે લઈ તેનું માર્ગદર્શન મેળવી તે પણ મયુર પ્રજાપતિની ખેત પદ્ધતિ તરફ વળી રહ્યા છે.