Home /News /banaskantha /Banaskantha: હવે મુકબધીર બાળકો ડીસામાંજ થઈ જશે બોલતા અને સાંભળતા; આ હોસ્પિટલમાં જ થઈ જશે સારવાર

Banaskantha: હવે મુકબધીર બાળકો ડીસામાંજ થઈ જશે બોલતા અને સાંભળતા; આ હોસ્પિટલમાં જ થઈ જશે સારવાર

હવે ડીસામાં સફળ ઓપરેશન થયા બાદ પરિવારમાં ખુશી જોવા મળે છે..

મુકબધિર બાળકોમાં કોકલીયર ઈમ્પ્લાન્ટ‌ સર્જરી સફળ..બનાસકાંઠાના ડીસામાં મુકબધીર બાળકો માં કોકલીયર ઇમ્પ્લાન્ટ સફળ સર્જરી બાદ બાળકોને બોલતા તેમજ સાંભળતા કરાતા પરિવારમાં ખુશી જોવા મળી..જન્મથી બે બાળકો બોલી તેમ જ સાંભળી શકતા ન હોવાથી પરિવાર ચિંતામ

વધુ જુઓ ...
    Nilesh Rana, Banaskantha: જન્મથી જ મુકબધીર બાળકો જે બોલતા નથી કે સાંભળતા નથી તેવા બાળકોને સાંભળતા અને બોલતા કરવા માટે કોકલીયર ઈમ્પ્લાન્ટ સર્જરી જે અમદાવાદ તેમજ મુંબઈ જેવા શહેરોમાં થતી હતી.તે હવે ઉત્તર ગુજરાતમાં એકમાત્ર ડીસામાં કોકલીયર ઈમ્પ્લાન્ટ સર્જરી કર્યા બાદ તેમાજ ફ્રીડમ વર્ઝન માંથી ચેન્જ કરી અપડેટેડ વર્જન કાંસો 2 લગાવવાનું પહેલું સફળ પ્રોસેસર ચેન્જ કરવામાં આવ્યું છે.જન્મથી જ મુકબધીર બાળકોમાં આ કોકલીયર ઈમ્પ્લાન્ટ સર્જરી અમદાવાદ બાદ હવે ડીસા ખાતે પણ આ સફળ સર્જરી ની સુવિધા ઉપલબ્ધ થતા સરહદી વિસ્તાર સહિત ઉત્તર ગુજરાતના દર્દીઓને તેનો મોટો ફાયદો થઈ રહ્યો છે.

    અમદાવાદ પછી હવે ઉત્તર ગુજરાતના એકમાત્ર બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં આવેલી જીત હોસ્પિટલમાં કોકલીયર ઈમ્પ્લાન્ટ ની સફળ સર્જરી થતા પરિવાર માં ખુશી જોવા મળી છે.ત્યારે વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ના એટા ગામે રહેતા કરશભાઈ પટેલ ના બે બાળકો આરતી અને રાજેશ આરતીની હાલની ઉંમર 12 વર્ષ છે.અને રાજેશની ઉંમર 9 વર્ષ છે. તેમના આ બે બાળકો જન્મ થી બોલી કે સાંભળી શકતા ન હતા.જે બાદ કરશભાઈ પટેલે આ બાળકોના રિપોર્ટ કરાવ્યા ત્યારે ખબર પડી હતી કે આ બે બાળકો જન્મથી જ બોલી શકતા નથી તેમ જ સાંભળી શકતા નથી જે બાદ પોતાના બે બાળકો સાંભળી શકે તેમજ બોલી શકે તે માટે ડીસા ની જીત હોસ્પિટલ ખાતે કોક્લિયર ઈમ્પ્લાન્ટ સર્જરી કરાવી હતી.

    જે બાદ તેમાજ ફ્રીડમ વર્ઝન માંથી ચેન્જ કરી અપડેટ વર્જન કાંસો 2 લગાવવાનું પ્રથમ અને સફળ પ્રક્રિયા કરવામાં આવી છે. જે બાદ આ બાળકોને થોડી ટ્રેનિંગ આપવામાં આવી હતી. અને આ બાળકો હવે ધીમે ધીમે બોલતા અને સાંભળતા થયા છે.



    આ બે બાળકો જન્મથી મુકબધીર હોવાથી પરિવાર ચિંતામાં મુકાયો હતો. પછી આ પરિવારે આ બે બાળકોમાં કોક્લિયર ઈમ્પ્લાન્ટ સર્જરી કરાવી હતી જે બાદ તેમાજ ફ્રીડમ વર્ઝન માંથી ચેન્જ કરી અપડેટ વર્જન કાંસો 2 લગાવવાનું પ્રથમ અને સફળ પ્રક્રિયા કરવામાં આવતા હવે તેઓ બોલતા અને સાંભળતા થતા જ પરિવારમાં ખુશી જોવા મળી રહી છે.અત્યારે આ બે બાળકો સાંભળી તેમજ બોલી શકે છે.





    આ સર્જરી કરનાર બ્રોન્કોસ્કોપી સ્પેશ્યલિસ્ટ ડો. મનોજ અમીને જણાવ્યું હતું કે આ સર્જરી શરૂઆતમાં અમદાવાદ તેમજ બોમ્બે જેવા મોટા શહેરોમાં થતી હતી. જે બાદ હવે ધીમે ધીમે આ સર્જરી બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ઉપલબ્ધ થવા પામી છે. જે બાળકો જન્મથી બોલી શકતા નથી કે સાંભળી શકતા નથી તેવા બાળકોમાં કોક્લિયર ઈમ્પ્લાન્ટ સર્જરી કરવામાં આવે છે આ મશીન મગજ અને કાનની વચ્ચે સર્જરી કરી મૂકવામાં આવે છે.



    જન્મથી જ મુકબધીર બાળકો પર આ કોક્લિયર ઇમપ્લાન્ટ સર્જરી કરી તેમને બોલતા અને સાંભળતા કરવામાં આવ્યા છે. જેમાં બે મુખ્ય ઘટકો છે. બાહ્ય ઘટક સામાન્ય રીતે કાનની પાછળ પહેરવામાં આવે છે, અને તે કપડાં સાથે પણ જોડાયેલ હોય છે, નાના બાળકોમાં આ ઘટક, ધ્વનિ પ્રોસેસર, માઇક્રોફોન્સ, ઇલેક્ટ્રોનિક્સ ધરાવે છે જેમાં ડિજિટલ સિગ્નલ પ્રોસેસર ચિપ્સ, બેટરી અને કોઇલ હોય છે જે સમગ્ર ત્વચામાં રોપવાના આવેલ પ્રોસેસર થી પ્રસારિત કરે છે.



    તેમજ અંદરના ઘટક, વાસ્તવિક પ્રત્યારોપણ, સંકેતો, ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રોડ્સના એરે પ્રાપ્ત કરવા માટે કોઇલ ધરાવે છે જે કોકલીયામાં મૂકવામાં આવે છે, જે કોક્લિયર ચેતાને ઉત્તેજિત કરે છે. આ રોપવું તે વ્યક્તિ માટે એક વરદાન સમાન છે જે સાંભળી શકે છે અને ધીરે ધીરે બોલી પણ શકે છે. ઓપરેશન થયા બાદ તે મશીનરીની સ્વીચ ઓન કરવામાં આવે છે અને જે બાદ બાળકોને ઓડિટરી ટ્રેનિંગ સ્પીચ થેરાપી ટ્રેનિંગ આપવામાં આવે છે શરૂઆતમાં બાળકોને અવાજ ઓળખવાની તેમજ અક્ષર તેમજ શબ્દને પણ ઓળખવાની એક ટ્રેનિંગ આપવામાં આવે છે જે ટ્રેનિંગ બાદ બાળકો વાક્ય બોલતા થાય છે જે બાદ આ બાળકો કમ્પ્લીટ બોલી તેમ જ સાંભળી શકે છે. હવે ડીસામાં આ સર્જરી શરૂ થતાં સરહદી વિસ્તાર સહિત ઉત્તર ગુજરાતના લોકોને ખૂબજ ફાયદો થઈ શકે તેમ છે.

    સામાન્ય રીતે આ સર્જરી બાદ બે થી ત્રણ વર્ષ સુધી સતત બાળકને બોલવાની અને સાંભળવાની પ્રેક્ટિસ કરવામાં આવે છે.ત્યારબાદ બાળક સામાન્ય વ્યક્તિની જેમ બોલતા અને સાંભળતા થઈ જાય છે. જન્મથી જ મુકબધીર બાળકો માટે આ સર્જરી એક પ્રકારના ભગવાનના વરદાન સમાન છે.આમ તો આ સર્જરીમાં  લધભગ પાંચ લાખ રૂપિયાથી શરૂ થાય છે પરંતુ સરકાર દ્વારા તે સહાય પણ આપવામાં આવે છે .
    First published:

    Tags: Banaskanatha, Doctors, ENT, Successful surgery

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन