Home /News /banaskantha /

બનાસકાંઠા: બે ટ્રક વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ વ્યક્તિ અને 20થી વધુ ઘેટાં મોતને ભેટ્યાં

બનાસકાંઠા: બે ટ્રક વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ વ્યક્તિ અને 20થી વધુ ઘેટાં મોતને ભેટ્યાં

રોડ અકસ્માતમાં ત્રણનાં મોત

Banaskantha Road Accident: રાજસ્થાનથી ઘેટાં-બકરાં ભરી અમદાવાદ તરફ જઈ રહેલી ટ્રકે આગળની ટ્રકને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો.

    બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં એક ગમખ્વાર અકસ્માત (Banaskantha accident)માં ત્રણ લોકોના મોતથી અરેરાટી ફેલાઈ ગઈ છે. આ સાથે જ અકસ્માતમાં 20થી વધારે ઘેટાંના પણ મૃત્યુ થયા છે. આ બનાવ પાલનપુરના એસબીપુરા પાટીયા નજીક બન્યો છે. અહીં બે ટ્રક વચ્ચે ટક્કર (Road accident) થઈ હતી. અકસ્માતના જે દ્રશ્યો સામે આવ્યા છે તેને જોઈને ભલભલા લોકો કંપી ઉઠે. મળતી માહિતી પ્રમાણે પાલનપુર (Palanpur)ના એસબીપુરા પાટીયા નજીક બે ટ્રક વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો છે. જેમાં ત્રણ વ્યક્તિ અને એક ટ્રકમાં ભરેલા 20થી વધારે ઘેટાંના મૃત્યુ થયા છે.

    રાજસ્થાનથી ઘેટાં-બકરાં ભરી અમદાવાદ તરફ જઈ રહેલી ટ્રકે આગળની ટ્રકને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. ઘેટાં-બકરાં ભરેલી ટ્રકની આગળની ટ્રક સાથે ટક્કર બાદ ટ્રકમાં સવાર ત્રણ વ્યક્તિનાં મોત થયા હતા. આ સાથે જ ટ્રકની અંદર ભરેલા 20થી વધારે ઘેટાં-બકરાં પર મૃત્યુ પામ્યા હતા. બનાવની જાણ થયા બાદ તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.



    પોલીસે પંચનામા સહિતની કાર્યવાહી કરીને મૃતકના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે પાલનપુર સિવિલ હૉસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. આ ઉપરાંત અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે ખાનગી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

    ગુજરાતના અન્ય અપડેટ્સ:


    ગુજરાતની બસને મહારાષ્ટ્રમાં અકસ્માત


    ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલા મહારાષ્ટ્રના નવાપુરથી 20 કિલોમીટર અંતર પર આવેલા ચરણમાળ ઘાટ (Charanmal Ghat) પર માલેગાંવ-સુરત ગુજરાત (Malegaon-Surat ST Bus) રાજ્યની બસ જી.જે.18 ઝેડ 5650 ચરણમાળ ઘાટમાં સવારે 10થી 10:30ની વચ્ચે નીચે ઉતરી ગઈ હતી. આ બસમાં 28 મુસાફરો સવાર હતા. બસના ડ્રાઈવર લક્ષ્મણસિંહ બલવત રાણાવત અને ઈજાગ્રસ્ત હાલતમાં કંડક્ટર વિલાસ ભાઈજીભાઈ વસાવાને એમ્બ્યુલન્સ મારફતે નવાપુર સબ-ડિસ્ટ્રીક્ટ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતના પગલે સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને તમામ લોકોને હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. આ ઘાટ ઉપર પહેલી વખત અકસ્માતની ઘટના નથી. ભૂતકાળમાં પણ અનેક વખત બસના અકસ્માત થઈ ચૂક્યા છે. બે દિવસમાં અકસ્માતની આ બીજી ઘટના છે. બે દિવસ પહેલા આ જગ્યાએ ઘાટમાં પેટ્રોલ અને ડીઝલનું ટેન્કર અથડાયું હતું. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)


    ATM ફ્રોડમાં વ્યક્તિએ ગુમાવ્યા 14,000 રૂપિયા


    તાજેતરમાં અમદાવાદ ડિસ્ટ્રિક્ટ એડિશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશને (Ahmedabad District Additional Consumer Dispute Redressal Commission) બેંક ઓફ ઈન્ડિયા (BOI) અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ને અમદાવાદના રહેવાસીને સંયુક્ત રીતે રૂ. 14,000 ચૂકવવા આદેશ આપ્યો છે. જણાવી દઈએ કે ફરિયાદીનું BOIમાં ખાતું છે અને મુંબઈમાં એસબીઆઈના એટીએમ દ્વારા તેની સાથે ફ્રોડ થયું હતું. ઓગસ્ટ 2014થી અમદાવાદના કેશવનગરમાં રહેતા પાર્થ શાહનું BOIની પાલડી શાખામાં બચત ખાતું છે. મધરાત બાદ મુંબઈના ડોકયાર્ડ વિસ્તારમાં એસબીઆઈના એટીએમ દ્વારા તેમના ખાતામાંથી 14,000 રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા.. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Banaskantha, Road accident, ટ્રક, મોત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन