Home /News /banaskantha /દાંતીવાડાના RFO રૂ. 12 હજારની લાંચ લેતા ઝડપાયા

દાંતીવાડાના RFO રૂ. 12 હજારની લાંચ લેતા ઝડપાયા

બનાસકાંઠા:  બનાસકાંઠા જિલ્લાના દાંતીવાળાના RFO આજે ACB ટ્રેપમાં રંગેહાથ લાંચ લેતા ઝડપાયા છે. લાકડા ભરેલ ટેમ્પો અને ટ્રેક્ટર પસાર થવા દેવા 12 હજાર રૂપિયાની લાંચ માગી હતી.

વનવિભાગની નોર્મલ રેંજના RFO રૂપિયા 1200ની લાંચ લેતા ACBના હાથે રંગે હાથ ઝડપાઇ ગયા છે. RFO ચંદ્રકાંત જોશીએ અરજદારને લાકડાના ટ્રેક્ટરની હેરાફેરી સામે કોઈ કાર્યવાહી ન કરવાના કરાર તળે રૂપિયા 12 હજારની લાંચ માગી હતી. જેથી ACBની ટીમે છટકું ગોઠવ્યું હતું. જેમાં અરજદાર પાસેથી 12 હજારની લાંચ લેતા સમયે RFO ચંદ્રકાંત જોશી રંગે હાથ ઝડપી પાડ્યા હતા.

એસીબી પોલીસે ટ્રેપ સફળ થયા બાદ તરત જ આરએફઓ ચંદ્રકાંતની ધરપકડ કરી હતી અને પાલનપુર ACBની ટીમે વધુ તપાસ હાથ ધરી હતી.
First published:

Tags: ACB TREP, Banaskantha, RFO, એસીબી