Home /News /banaskantha /અંબાજી નજીક ગોઝારો અકસ્માત: કાળ બનીને આવેલા ટેન્કરે પરિવારને લીધો અડફેટે, માતા-બે દીકરીનાં મોત

અંબાજી નજીક ગોઝારો અકસ્માત: કાળ બનીને આવેલા ટેન્કરે પરિવારને લીધો અડફેટે, માતા-બે દીકરીનાં મોત

આબુરોડ નજીક અકસ્માતમાં 3નાં મોત

Abu road accident : આબુરોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં માતેલા સાંઢની માફક ધમસમતા આવેલા ટેન્કરે બાઇક પર સવાર એક પરિવારને અડફેટે લેતા બે દીકરી સહિત માતાનું મોત નિપજ્યુ છે.

    અંબાજી : રાજ્યમાં અકસ્માતનો સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો તેવામાં રોજબરોજ અનેક નાના મોટા અકસ્માતો સર્જાઇ રહ્યા છે. ક્યારેક મોટા હેવી વાહનોના ગફલત ભર્યા ડ્રાઇવિંગના કારણે તો ક્યારેક વધુ પડતી સ્પીડ અને ઓવરટેક કરવાના પ્રયાસમાં અકસ્માતો સર્જાતા હોય છે. જેમાં અનેક માસુમ લોકોની જિંદગી હોમાઈ રહી છે. આવો જ એક દર્દનાક અકસ્માત આબુરોડ પર સર્જાયો છે.

    અકસ્માતમાં ત્રણના મોત


    ગુરુવારનો દિવસ એક પરિવાર માટે ગોઝારો સાબિત થયો છે. ગુરુવારે એક ટેન્કર અને બાઇક વચ્ચે ટક્કર થઇ હતી. જેમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. મળતી માહિતી મુજબ ડુંગરપુરથી ભીનમાલ દર્શન માટે જઇ રહેલા પરિવારને આબુરોડ પર એક ગમખ્વાર અકસ્માત નડ્યો છે.

    આ પણ વાંચો : મુંબઈ: બાંદ્રા વર્લી સી લિંક પર ભયાનક રોડ અકસ્માતમાં 5ના મોત, ધડાધડ એક પછી એક ગાડીઓના છોત્તરા ઉડ્યાં

    આબુરોડ પર ચાંદમારી કટ પાસે આ દર્દનાક અકસ્માત સર્જાયો છે. એક ટેન્કર ધમસતુ આવ્યું અને બાઇક પર સવાર 5 લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં ત્રણના કરુણ મોત નિપજ્યા છે.

    ટેન્કર ચાલક ટક્કર મારીને ફરાર


    ડુંગરપુર જિલ્લાના 5 લોકો બાઇક પર ભીનમાલ દર્શન માટે જઇ રહ્યાં હતા, તે સમયે માતેલા સાંઢની માફક આવી ચડેલા ટેન્કરની અડફેટે આ પરિવાર આવ્યો હતો. અજાણ્યા ટેન્કર ચાલક તેમને ટક્કર મારીને ફરાર થઇ ગયો હતો.

    આ પણ વાંચો :મોટો અકસ્માત: જાનૈયાથી ભરેલી બસ ખીણમાં પડી, 30ના મોતની આશંકા

    આ અકસ્માત એટલો ભયાનક હતો કે આ ઘટનામાં બે દીકરી સહિત માતા એમ કુલ 3 વ્યક્તિઓના મોત નિપજ્યા છે. જ્યારે પિતા તથા અન્ય એક પુત્રી ગંભીર રીતે ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા આબુરોડ સિટી પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોચી કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી છે.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Abu road, Accident News, Mount Abu, Tragic Accident

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन