ડીસામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૂંટણી હાર્યા બાદ લોકોમાટે અનોખો સેવાયજ્ઞ શરૂ
પરિવાર ઓર્થોપેડિક હોસ્પિટલ માં કેસ ફી 400 રૂપિયા હતી તેમાં 75% જેટલો ઘટાડો કર્યો માત્ર 100 રૂપિયા જેવા નજીવા દરે હવે તપાસ કરશે, એટલું જ નહીં પરંતુ એક્સ રે, 600 રૂપિયા માંથી 200 રૂપિયા,નાના ઓપરેશન માં 18,000 માંથી 5 હજાર રૂપિયા તેમજ મોટું ઓપરેશનના 35,000 માંથી 10,000 રૂપિયા સહિત તમામ હોસ્પિટલના ચાર્જમાં ₹75 થી 80% જેટલો ઘટાડો કરી દીધો છે.
Nilesh Rana, Banaskantha: સામાન્ય રીતે લોકો ચૂંટણી હાર્યા બાદ કે જીત્યા પછી મત આપનાર જનતા ને ભૂલી જતા હોય છે પરંતુ ડીસામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૂંટણી હાર્યા બાદ લોકો માટે અનોખું સેવા યજ્ઞ શરૂ કર્યું છે. વ્યવસાયે ડોક્ટર હોવાથી ઉમેદવારે ચૂંટણી દરમિયાન જે લોકોએ પ્રેમ હુંફ અને મત આપ્યા છે તેના બદલામાં હવે નજીવા દરે આરોગ્યની સેવાઓ શરૂ કરી છે.
ડીસામાં આ વખતે ભાજપ, કોંગ્રેસની સામે આમ આદમી પાર્ટીએ પણ ઉમેદવાર ઊભા રાખ્યા હતા. જેમાં આમ આદમી પાર્ટીમાંથી ટિકિટ મેળવી ડો. રમેશ પટેલે ચૂંટણીની જંગમાં ઝપલાવ્યું હતું, જોકે આપના ઉમેદવારની ચૂંટણીમાં હારી ગયા હતા.ચૂંટણી દરમિયાન પ્રચારમાં ડો. રમેશ પટેેલને ગામે ગામ લોકએ ખૂબજ પ્રેમ આવ્યો હતો.ત્યારે હવે ચૂંટણી હાર્યા બાદ ઉમેદવાર ડો.રમેશ પટેલે લોકોને ભૂલી જવાને બદલે તેમના માટે કંઈક કરવાની તમન્ના સાથે સેવાયજ્ઞ શરૂ કર્યું છે.
જેમાં તેમના પરિવાર ઓર્થોપેડિક હોસ્પિટલ માં કેસ ફી 400 રૂપિયા હતી તેમાં 75% જેટલો ઘટાડો કર્યો માત્ર 100 રૂપિયા જેવા નજીવા દરે હવે તપાસ કરશે, એટલું જ નહીં પરંતુ એક્સ રે, 600 રૂપિયા માંથી 200 રૂપિયા,નાના ઓપરેશન માં 18,000 માંથી 5 હજાર રૂપિયા તેમજ મોટું ઓપરેશનના 35,000 માંથી 10,000 રૂપિયા સહિત તમામ હોસ્પિટલના ચાર્જમાં ₹75 થી 80% જેટલો ઘટાડો કરી દીધો છે.
આ અંગે ઉમેદવાર ડોક્ટર રમેશ પટેલે જણાવ્યું હતું કે તેમણે ડીસા વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી હતી પરંતુ જનતાએ ભારતીય જનતા પાર્ટીને સ્વીકારી છે ત્યારે હવે સરકાર આરોગ્ય અને શિક્ષણ પર વધારે ધ્યાન આપે તેવી આશા રાખું છું સાથે સાથે ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોએ તેમને જે અપાર પ્રેમ, સાથ અને સહકાર આપ્યો છે.
તેના માટે તેઓ હંમેશા રુણી રહેશે અને તેમના ચૂંટણી ઢંઢેરામાં પણ લોકોને સારી અને સસ્તી આરોગ્યની સેવાઓ મળે તેવી વાત કરી હતી, તેના માટે લોકો ને મદદરૂપ થઈ શકે તેવા આશયથી તેમની હોસ્પિટલમાં કેસ ફી, એક્સરે તેમજ નાના મોટા ઓપરેશન સહિતની સુવિધાઓ ની ફીમાં 75 થી 80% જેટલો ઘટાડો કર્યો છે અને જો લોકોને અનુકૂળ લાગશે તો આ સેવાઓ તેઓ અવિરત ચાલુ રાખશે તેમ પણ જણાવ્યું હતું