નિરાધાર 16 વાછરડાને પોતાના પરિવારના સદસ્યની જેમ રાખી નામ આપી અનોખી સેવા કરે છે.
બનાસકાંઠા જિલ્લાનો યુવક છેલ્લા 17 વર્ષથી ગૌવંશની અનોખી સેવા કરે છે.નિરાધાર બનેલા 16 જેટલા વાછરડાને પોતાના પરિવારના સદસ્યની જેમ સાચવે છે. એટલું જ નહીં દરેક વાછરડાના નામ રાખ્યા છે.
Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં યુવક ગૌવંશની સેવા કરે છે.17 વર્ષ પહેલા ગાયે વાછરડાને જન્મ આપ્યો બાદ ગાયનું મૃત્યુ થયું હતું.આ દ્રશ્ય જોય કરુણા જાગી અને વાછરડાને પોતાની ફેકટરીએ લાવ્યા હતા. અહીંથી ગૌવંશની સેવાનો પ્રારંભ થયો છે.આજે તેમની ફેકટરીમાં 16 જેટલા નિરાધાર વાછરડા છે. તેમજ બીમાર ગાયની સેવા પણ કરે છે.
17 વર્ષ પહેલાની ઘટનાએ હદય હચમચવી નાખ્યું
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં રહેતા પરેશભાઈ પ્રજાપતિને પાલનપુરમાં માર્બલની ફેકટરી આવેલી છે. આજથી 17 વર્ષ પહેલાં કડકડતી ઠંડીમાં એક ગયાએ વાછરડાને જન્મ ગાય આપ્યો બાદ ગાયનું મોત તે થયું હતું. બાદ કડકડતી ઠંડીમાં વાછરડું ઠરી રહ્યું હતું.
આ કરુણ દ્રશ્ય જોઈ પરેશભાઈ પ્રજાપતિને વિચાર આવ્યો કે, આ નિરાધાર વાછરડાનું કોણ ?. બાદ પરેશભાઈ પ્રજાપતિ વાછરડાને પોતાની માર્બલની ફેકટરી પર લઈ આવ્યા હતા.પરિવારના સભ્યની જેમ રાખી પાળી રહ્યા છે. બાદ ધીમે ધીમે અત્યાર સુધી 16 જેટલા નિરાધાર બનેલા વાછરડાને સાચવી રહ્યા છે.
દરેક વાછરડાના નામ, દરરોજ 8 લીટર દૂધ આપે
પરેશભાઈએ તમામ વાછરડાને અલગ અલવ નામ આપ્યા છે.જે વાછરડા નામ લઇને બોલે તે વાછરડું પરેશભાઈ પાસે દોડીને આવે છે.તેમજ પરેશભાઈ જ્યારે બજાર જાય ત્યારે વાછરડાને પોતાની ગાડીમાં સાથે લઇ જાય છે. આ વાછરડાને દરરોજ 8 લીટર ગાયનું દૂધ તેમજ અન્ય પ્રોટીનયુક્ત ખોરાક આપે છે.
પોતાના ખર્ચે આઇસોલેશન સેન્ટર ઉભું કર્યું
પાલનપુરમાં બીમાર કે અકસ્માતમાં ભોગ બનેલી ઇજાગ્રસ્ત ગૌવંશને સારવાર આપવા તેમજ વધુ બીમાર કે વધુ ઇજાગ્રસ્ત લાગે તો તેમને એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે પાલનપુરથી 43 કિલોમીટરના અંતરે આવેલી ટેટોડા ગૌશાળાની હોસ્પિટલમાં સારવાર અર્થે પોહચાડી હજારો ગૌવંશના જીવ બચાવ્યા છે.
તેમજ ગૌવંશમાં લંપી વાયરસ વધી રહ્યો છે.આ લંપી વાયરસ અટકાવવા માટે જિલ્લામાં સૌપ્રથમ પરેશભાઈ પ્રજાપતિ આગળ આવ્યા હતા.પોતાના સ્વખર્ચે એક આઇસોલેશન વોર્ડ તૈયાર કર્યો છે.તેમાં અનેક લંપીગ્રસ્ત ગૌવંશને સારવાર આપી સાજી કરી છે.