Home /News /banaskantha /Deesa: 26 વર્ષનાં ખેડૂતે સીમલા મરચાનું મણમાં નહી ટનમાં ઉત્પાદન મેળવ્યું, એક છોડમાં આટલા મરચા આવે

Deesa: 26 વર્ષનાં ખેડૂતે સીમલા મરચાનું મણમાં નહી ટનમાં ઉત્પાદન મેળવ્યું, એક છોડમાં આટલા મરચા આવે

X
એક

એક વીઘા ખેતરમાંથી 10 થી 12 ટન જેટલા સીમલા મરચા નું ઉત્પાદન મેળવે છે.

ડીસાનાં 26 વર્ષીય મયુર પ્રજાપતીએ છ વીઘામાં સીમલા મરચાની સફળ ખેતી કરી છે. સામાન્ય રીતે જિલ્લમાં સીમલા મરચા થતા નથી. યુવાને સીમલા મરચાની ખેતી કરી ટનમાં ઉત્પાદન મેળવ્યું છે.

Nilesh Rana, banaskantha: બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો અવનવી પદ્ધતિથી અલગ અલગ પાકની ખેતી કરી સારું ઉત્પાદન સાથે સારી આવક મેળવી રહ્યા છે ત્યારે ડીસામાં એક નાની વયના ખેડૂતે પોતાના 6 વીઘા ખેતરમાં સૌપ્રથમ વખત સીમલા મરચાની સફળ ખેતી કરી બમણું ઉત્પાદન મેળવ્યું છે.

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં રહેતામયુર પ્રજાપતિએ બીએસસી એગ્રીની ડિગ્રી મેળવી છે. તેમની ઉંમર 26 વર્ષની છે અને ડિગ્રી મેળવ્યા બાદ મયુર પ્રજાપતિને અનેક કંપની દ્વારા નોકરીની ઓફર આવી હતી. પરંતુ મયુર પ્રજાપતિના મનમાં તો લોકોને કંઈક અલગ કરી બતાવવું તે ચાલી રહ્યું હતું અને મયુર પ્રજાપતિએ આ તમામ ઓફરોને ઠુકરાવી પોતાના પરંપરાગત વ્યવસાય એવા ખેતી તરફ ઝુકાવ કર્યો. તેમનામા રહેલા કૃષિ જ્ઞાન અને પરંપરાગત હુન્નરની મદદથી તેમના ખેતરમાં અલગ અલગ પદ્ધતિથી અલગ અલગ પાકોની ખેતી કરી સારી એવી આવક મેળવવા લાગ્યા હતા.

એક વીઘામાંથી 10 ટનથી વધુનું ઉત્પાદન

મયુરભાઇએ 6 વીઘા ખેતરમાં 1 લાખ 80 હજારના ખર્ચે સૌપ્રથમવાર સીમલા મરચાની ઓપન કન્ડિશનમાં સફળ ખેતી કરી છે. એક છોડ પરથી ત્રણથી ચાર કિલો જેટલું ઉત્પાદન હાલ મેળવી રહ્યા છે. પોતાના એક વીઘા ખેતરમાંથી 10 થી 12 ટન જેટલું સીમલા મરચાનું ઉત્પાદન થઈ રહ્યું છે.

રોકડિયા પાકમાં ઓછો ખર્ચ વધુ નફો

ખેડૂતો શિયાળામાં મોટા પ્રમાણમાં બટાટાનું વાવેતર કરતા હોય છે.પરંતુ આ મયુર પ્રજાપતિએ રોકડિયા પાક ગણાતા એવા સીમલા મરચાની ઓપન કન્ડિશનમાં સૌપ્રથમવાર સફળ ખેતી કરી છે અને બમણું ઉત્પાદન મેળવી રહ્યો છે. ખેડૂત મયુર પ્રજાપતિએ જણાવ્યું હતું કે, જો ખેડૂતો રોકડિયા પાકની ખેતી કરે તો ઓછા ખર્ચે વધુ નફો થઈ શકે તેમ છે.

અનેક ખેડૂતો તેમના ખેતરની મુલાકાતે આવે છે

મયુર પ્રજાપતિએ પોતાના 6 વીઘા ખેતરમાં સીમલા મરચાની સફળ ખેતી કરી છે. બનાસકાંઠામાં સૌ પ્રથમ વાર કરી છે. સીમલા મરચાની ખેતી બનાસકાંઠામાં થતી નથી. પરંતુ મયુર પ્રજાપતિએ ઓપન કન્ડિશનમાં સૌપ્રથમવાર સફળ ખેતી કરી બતાવ્યું છે. અન્ય ખેડૂતો પણ તેમની ખેતીને બિરદાવી રહ્યા છે..

એક વીઘામાં આટલું ઉત્પાદન

મયુર પ્રજાપતિએ પોતાના છ વીઘા ખેતરમાં 1,80,000 ના ખર્ચે સીમલા મરચા ખેતી કરી છે. જેમાંથી 1 વીઘા ખેતરમાં 10 થી 12 ટન જેટલું ઉત્પાદ મળી રહ્યું છે. આ ખેડૂતે જણાવ્યું હતું કે, એક છોડ પર ત્રણથી ચાર કિલો જેટલું ઉત્પાદન થાય છે. અત્યારે ખેડૂત પોતાના છ વીઘા ખેતરમાંથી બમણું ઉત્પાદન મેળવી રહ્યો છે અને બજારભાવ સારા મળશે.
First published:

Tags: Banaskatha News, Farmers News, Local 18

विज्ञापन