આ મહિલા પોતાના ઘરે અલગ અલગ કોસ્મેટિકની ચીજવસ્તુઓ જાતે બનાવી ઓનલાઈન વેચાણ કરી રહી
ડીસાના ખુશી દામાની કોસ્મેટિક ચીજ વસ્તુઓમાંથી 70 થી વધુ અલગ અલગ ચીજવસ્તુઓ પોતાના હાથે બનાવી ઘરે બેસી ઓનલાઇન વેચાણ કરે છે અને ભારતભરમાં પહોંચે છે. વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો શોખ નાનપણથી ધરાવે છે.
Nilesh Rana, Banaskantha: બનાસકાંઠાની એક મહિલા અલગ-અલગ કોસ્મેટિકની ચીજ વસ્તુઓ બનાવી ઘરે બેસી તેનું વેચાણ કરી રહી છે અને પોતે આત્મનિર્ભર બની છે. તેમજ જિલ્લાની દરેક મહિલાઓ માટે પ્રેરણા રૂપ સાબિત થઈ રહી છે.
બનાસકાંઠાના ડીસામાં રહેતી 32 વર્ષની ખુશી દામાનીએ ગ્રેજ્યુએટ સુધી કર્યો છે. મહિલાનું મૂળ વતન મધ્યપ્રદેશના જબલપુરની છે. આજથી 11 વર્ષ પહેલાં ડીસામાં લગ્ન કરીને આવ્યા હતા. મહિલાને નાનપણથી જ અલગ અલગ ચીજ વસ્તુઓ બનાવવાનો અનેરો શોખ છે.
ત્યાર બાદ મહિલાએ અનેક તહેવાર દરમિયાન અલગ અલગ ચીજ વસ્તુઓ બનાવી તેનું વેચાણ કર્યું છે. અલગ અલગ કોસ્મેટીકની 70 થી વધુ ચીજ વસ્તુઓ બનાવી ઘરે બેસીને ઓનલાઈન વેચાણ કરે છે. ચાલુ વર્ષે ખુશી દામાનીએ 80 હજારની કમાણી કરી છે.
હાથથી બનાવેલી કોસ્મેટિકની ચીજ વસ્તુઓ સમગ્ર ભારત દેશમાં વેચાણ કરી રહી છે.
કઈ કઈ ચીજ વસ્તુઓ બનાવે છે
ખુશી દામાની કોસ્મેટિકની 70 થી વધુ અલગ અલગ ચીજ વસ્તુઓ બનાવી રહી છે. જેમાં સાબુ, મુંબત્તિ, બોડી બટર, લીમબામ, ક્રીમ, બોડી સ્ક્રેબ, સહિતની
ચીજ વસ્તુઓ પોતાના હાથે બનાવે છે અને 20 રૂપિયાથી લઈને 250 રૂપિયાનું વેચાણ કરે છે.
અન્ય મહિલાઓ માટે પ્રેરણા રૂપ.
બનાસકાંઠાના ડીસાની ખુશી દામાની ઘણા સમયથી પોતાના ઘરે કોસ્મેટિકની ચીજવસ્તુઓ પોતાના હાથે બનાવી રહી છે. અને તેના પરિવારનું ખૂબ જ સ્પોટ હોવાથી આ મહિલા જાતે આત્માનિર્ભર બની રહી છે.
તેમનું કહેવું છે કે, મહિલાઓમાં અનેક કલાઓ છુપાયેલી છે. મહિલાઓ પોતાની અંદર છુપાયેલી કલાનો ઉપયોગ કરે તો આત્મનિર્ભર બની શકે છે.