Home /News /banaskantha /Banaskantha: દેને કો ટુકડા ભલા લેને કો હરિ કા નામ; કોઈ ભૂખ્યું ન રહી જાય તે માટે અનોખો સેવા યજ્ઞ
Banaskantha: દેને કો ટુકડા ભલા લેને કો હરિ કા નામ; કોઈ ભૂખ્યું ન રહી જાય તે માટે અનોખો સેવા યજ્ઞ
ડીસામાં 500 થી વધુ ગરીબ લોકોને આપવામાં આવે છે નિઃશુલ્ક ભોજન
કોઈ ભૂખ્યો ન રહી જાય અને ભુખ્યાને ભોજન મળી રહે તેવા સંકલ્પ સાથે 500 થી વધુ ગરીબ લોકોને નિઃશુલ્ક આપે છે ભોજન.ગોલ્ડ કીટી ગ્રૂપ દ્વારા છેલ્લા 5 વર્ષથી આ સેવા યજ્ઞ કાર્યરત..ડીસામાં 500 થી વધુ ગરીબ લોકોને આપવામાં આવે છે નિઃશુલ્ક ભોજન
Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે એક ગ્રુપ દ્વારા કોઈ ભૂખ્યો ન રહી જાય તે સંકલ્પ સાથે છેલ્લા પાંચ વર્ષથી ગરીબ લોકોને નિશુલ્ક ભોજન આપવામાં આવી રહ્યું છે. આ ગ્રુપ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી આ સેવાનું કાર્ય અવિરત પણે ચાલતું આવી રહ્યું છે અને 500 થી વધુ ગરીબ લોકોને આ ગ્રુપ દ્વારા નિ:શુલ્ક ભોજન આપવામાં આવે છે.
બનાસકાંઠા જિલ્લામાં અનેક સેવાકીય સંગઠનો તેમજ સેવાભાવી લોકો દ્વારા અવનવા સેવાના કાર્યો કરવામાં આવી રહ્યા છે ત્યારે બનાસકાંઠાના ડીસા ખાતે પણ ગોલ્ડ કીટી ગ્રુપ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી ગરીબ લોકોને ભોજન આપવામાં આવી રહ્યું છે આ ગોલ્ડ કિટ્ટી ગ્રુપના કૌશલ્યાબેન જુગલ કિશોર અગ્રવાલનો એક સંકલ્પ હતો કે ભૂખ્યાને ભોજન મળી રહે અને કોઈ ભૂખ્યું ન રહી જાય તેવા સંકલ્પ સાથે આ સેવાના યજ્ઞનીશરૂઆત કરી હતી.
કારણ કે ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ લોકોએ મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે. તેમજ અમુક સમયે આ ગરીબ વર્ગના લોકોને મજૂરી કામ ન મળવાના કારણે અનેક વાર ખાધા પીધા વગર દિવસ નીકાળવો પડતો હોય છે.તેમજ અમુક વાર ભૂખ્યા પણ સૂઈ જતા હોય છે. ત્યારે ગોલ્ડ કિટ્ટી ગ્રુપ દ્વારા ભૂખ્યાને ભોજન મળી રહે તેમ જ કોઈ ભૂખ્યો ન રહી જાય તેવા સંકલ્પ સાથે છેલ્લા પાંચ વર્ષથી ડીસાના સાઈબાબા મંદિર ખાતે દર સોમવારે અને ગુરુવારે તેમ જ શ્રાદ્ધના 16 દિવસ આ તમામ ગોલ્ડ કિટ્ટી ગ્રુપના સભ્યો દ્વારા સેવા યજ્ઞ ચાલુ કર્યો.
જે બાદ ધીમે ધીમે અનેક સેવાભાવી લોકોને જાણ થતાં અનેક સેવા ભાવિ લોકો આગળ આવ્યા અને તેમના સહયોગથી ગરીબ લોકોને જમવાનું આપવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહેલા આ સેવાના યજ્ઞને જિલ્લાના લોકો પણ બિરદાવી રહ્યા છે. તેમજ 500થી વધુ ગરીબ લોકો ને સારું અને પૌષ્ટિક ભોજન મળી રહેતા તેમના ચહેરા પર પણ ખુશી જોવા મળી રહી છે.
ડીસામાં આવેલા સાઇબાબા મંદિર ખાતે છેલ્લા પાંચ વર્ષથી અવિરત પણે ચાલી રહેલા આ સેવાય યજ્ઞને લોકો પણ બિરદાવી રહ્યા છે તેમજ અનેક લોકો દ્વારા પણ કોઈનો જન્મ દિવસ હોય કે પછી કોઈની પુણ્યતિથિ કે પછી કોઈ વાર તહેવાર દરમિયાન દાતા દ્વારા સહયોગ આપવામાં છે. અને આ સહયોગથી આ ગોલ્ડ કીટિ ગ્રુપ દ્વારા તમામ ગરીબ વર્ગના લોકોને ભોજન પૂરું પાડવામાં આવે છે.