Home /News /banaskantha /Deesa: રહસ્યના તાણાવાણા સર્જતો પર્વત; પથ્થરમાંથી નીકળે રહસ્યમય અવાજ

Deesa: રહસ્યના તાણાવાણા સર્જતો પર્વત; પથ્થરમાંથી નીકળે રહસ્યમય અવાજ

X
ઘંટની

ઘંટની જેમ વાગે છે પથ્થર!

બનાસકાંઠાના ખુણીયા ગામ પાસે એક રહસ્યમય ડુંગર આવેલો છે. આ ડુંગર માત્ર પથ્થરનો બનેલો છે અને પથ્થર ટકરાતા મંદિરના ઘંટના રણકાર જેવો અવાજ આવે છે. તેમજ અહીં અનેક ગુફા છે. આ ગુફાઓનું રહસ્ય પણ અકબંધ છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Banas Kantha, India
Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં એવા અનેક સ્થળો રહસ્યથી ભરપૂર છે. ત્યારે આવો જ એક રહસ્યમય ડુંગર અમીરગઢ તાલુકાનાં અંતરિયાળ ગામ ખુણિયામાં આવેલો છે.આ પર્વતની રચના સહુ કોઈને આશ્ચર્ય પમાડે છે.અનેક ગુફાઓ ધરાવતા આ ડુંગર પરના પથ્થરો એક બીજા સાથે તકરાય છે. ત્યારે મંદિરમાં રાખવામા આવેલા ઘંટ જેવો રણકાર કરે છે.

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ખુણિયા ગામથી બે કિલોમીટર દૂર આવેલો પર્વત રહસ્યથી ભરેલો પર્વત છે.આ વિસ્તારના લોકો તેને કાળા ડુંગર તરીકે ઓળખે છે.સામાન્ય ડુંગર કરતાં આ ડુંગર એકદમ અલગ છે. સામાન્ય રીતે ડુંગર પથ્થર અને રેતીના બનેલા હોય છે.



આ ડુંગર આખે આખો માત્રને માત્ર પથ્થરનો બનેલો છે.જાણે કે કોઈએ અહી આવીને મોટા મોટા પત્થર ગોઠવીને કુત્રિમ રીતે ડુંગરને બનાવ્યો હોય તેવું લાગે છે.આ ઉપરાંત ડુંગરના પથ્થરો પણ અન્ય ડુંગરના પથ્થર કરતાં અલગ છે.



કાળા ડુંગરના પથ્થરો પર જ્યારે કોઈ કઠણ વસ્તુથી પ્રહાર કરવામાં આવે ત્યારે તેમાથી નીકળતો અવાજ ચોંકાવી દે છે. જ્યારે ડુંગરના પથ્થરને અન્ય પથ્થર સાથે ટકરાવી ત્યારે કોઈ મંદિરના ઘંટ જેવો રણકાર થાય છે.



ડુંગરનો માર્ગ એકદમ દુર્ગમ

ડુંગર સુધી પહોંચવાનો માર્ગ એકદમ દુર્ગમ માર્ગ છે.પરંતુ આ ગામના નાના બાળકો પર્વત પર દરરોજ રમવા માટે જાય છે. આ પર્વત પર ચઢવા માટે કોઈપણ પ્રકારનો રસ્તો કે પગદંડી બનાવવા આવી નથી અને પર્વત પર જવા માટે ઊંચા ઊંચા પથ્થરો કૂદીને પસાર થવું પડે છે.બાદ કાળા ડુંગરની ટોચ પર પહોંચાય છે.



કાળા ડુંગરના પથ્થરમાંથી અનોખો અવાજ આવે છે

કાળા ડુંગરના પથ્થરો જે અવાજ કરી રહ્યા છે તે અવાજ કોઈ મેટલ કે ધાતુનો અવાજ હોય તેવું લાગી રહ્યું છે.કાળા ડુંગર પરના પથ્થરો જે અવાજ કરી રહ્યા છે તે અવાજ ખરેખર અદ્ભુત છે.અહીના બાળકો માટે આ પર્વત મનોરંજનનું સાધન બની ગયો છે.



ખુણિયા ગામ એકદમ અંતરિયાળ ગામ છે અને તેના લીધે પર્વત હજુ સુધી પ્રકાશમાં આવ્યો નથી. ડુંગરના પથ્થરો અવાજ કરી રહ્યા છે અને તેના કારણથી ગામના લોકો પણ અજાણ છે.એક ભગવાનનો ચમત્કાર માને છે.



રહસ્યમય ડુંગરની સાથે અનેક દંતકથાઓ જોડાયેલી છે.

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં આવેલા રહસ્યમય ડુંગર વિષે અનેક દંતકથાઓ છે.જે રીતની આ ડુંગરનો આકાર અનેક રહસ્યો સર્જી રહ્યો છે.આ ઉપરાંત ડુંગરમાં અનેક ગુફાઓ આવેલી છે અને હજુ સુધી ગુફાઓમાં કોઈ જ પહોંચી શક્યું નથી.આ ગુફાઓ ક્યાં પૂરી થાય છે તે પણ એક રહસ્ય હોવાનું કાળા ડુંગરની નજીક આવેલા લોકો જણાવી રહ્યા છે.



રહસ્ય પરથી પરદો ઊંચો આવે તો અનેક રહસ્યો સામે આવી શકે

પોતાના ગર્ભમાં અનેક રહસ્યો છુપાવીને અડીખમ ઉભેલો કાળો ડુંગર માત્રને માત્ર પથ્થરોનો બનેલો હોવા છતાં આ ડુંગર પર લીમડાના વૃક્ષો જોવા મળે છે. લીમડાઓ બારેમાસ લીલાછમ જોવા મળે છે.આ ઉપરાંત અનેક ગુફાઓ અને રણકાર ધરાવતા ડુંગરના રહસ્ય પરથી પરદો ઊંચો કરવામાં આવે તો હજુ પણ અનેક રહસ્યો સામે આવી શકે તેમ છે.



જીઓલોજીના પ્રોફેસરે શું કહ્યું ?

જીઓલોજીના પ્રોફેસરે જણાવ્યું હતું કે, આજુબાજુના લોકો એવું માને છે કે આ કાળા ડુંગરમાં ભગવાનનો ચમત્કાર છે.પરંતુ તેમાં સાયન્સ રહેલું છે. પ્રોપર જીઓલોજી પ્રમાણે જોઈએ તો લીથોપિકરોક કહેવામાં આવે છે.



જે બેલ જેવો અવાજ કરે છે. કારણ કે, તેમાં સ્પેસ તેમજ ક્રેક દ્વારા એર મળતી હોય છે. જેથી મેટલ જેવો અવાજ આવતો હોય છે. જેમાં આયનઓર જેવા કન્ટેન્ટ રહેલા હોય છે.
First published:

Tags: Banaskanatha, Hill, Local 18, Stone