Home /News /banaskantha /Banaskantha: માત્ર એક દોરો બાંધવાથી થઈ જાય છે પથરીનો નિકાલ; આવી છે મંદિરની માન્યતા

Banaskantha: માત્ર એક દોરો બાંધવાથી થઈ જાય છે પથરીનો નિકાલ; આવી છે મંદિરની માન્યતા

જિલ્લાના મંદિરમાં એક લાલ દોરો બાંધવાથી પથરીના દુખાવામાં થાય છે રાહત..

ડીસાથી 100 કિલોમીટરના અંતરમાં આવેલું રસાણામાં 250 વર્ષ પૌરાણીક વીર મહારાજનું મંદિર આવેલું છે. આ મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે અહીં માનતા રાખવાથી વીર મહારાજના મંદિરે પથરીના દુખાવામાંથી છુટકારો મળે છે.આજ સુધી કુલ 10,291 જેટલી પથરીઓ નીકળી.

વધુ જુઓ ...
    Nilesh rana, Banaskantha: જ્યાં 'શ્રદ્ધાહોય ત્યાં પુરાવાની કોઇ જરૂર હોતી નથી .એવી લોક વાયકાઓ છે અને ભારતીયો આજે પણ માનતા, બાધામાં શ્રદ્ધા ધરાવે છે. ભારતમાં અનેક એવા મંદિરો આવેલા છે જ્યાંશ્રદ્ધા સાથે માનતા રાખવાથી તમારા દુખોનો નિવેડો આવી જતો હોય છે. આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવીશું. જ્યાં માનતા રાખવાથી પથરીના દુખાવો મટી જાય અને આપ મેળે પથરી નીકળી જાય છે. અને કાયમી માટે પથરી પણ નથી થતી આ દુખ દૂર થતાં શ્રદ્ધાળુંઓ પથરીને મંદિરમાં આવીને પથરી ચઢાવે છે અને માનતા પુરી કરે છે.

    માનતા રાખવાથી વીર મહારાજના મંદિરે પથરીના દુખાવામાંથી છુટકારો મળે છે.



    બનાસકાંઠાના ડીસાથી 100 કિલોમીટરના અંતરમાં આવેલું રસાણામાં 250 વર્ષ પૌરાણીક વીર મહારાજનું મંદિર આવેલું છે. આ મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે અહીં માનતા રાખવાથી વીર મહારાજના મંદિરે પથરીના દુખાવામાંથી છુટકારો મળે છે. જેને પણ પથરીનો દુ:ખાવો ઉપડે છે તે વ્યક્તિ મંદિરમાં આવી ને દોરો બંધાવવાથી એક મહિનામાં પથરી નીકળી જાય છે અને દૂ;ખાવો દૂર થઈ જાય છે. જે વ્યક્તિની પથરી નીકળી જાય છે તે પથરીને મંદિરમાં લાવી બાધા પૂરી કરે છે.મંદિરમાં આજના સમયે કુલ 10,291 જેટલી પથરીઓ બાધા પૂર્ણ થયા બાદ મૂકવામાં આવી છે.એક વ્યક્તિએ રાખેલી બાધાથી અત્યાર સુધી 100 જેટલી પથરીઓ નીકળી છે.



    મંદિરે આવતા ભક્તો માટે ખાસ વ્યવસ્થા

    આ મંદિરે દર પાંચમે મેળો ભરાય છે.આ મંદિરે આવતા ભક્તો માટે મંદિરના પૂજારી અને ગ્રામજનો દ્વારા ભક્તો માટે લાડુ અને દાળ ભાતની પ્રસાદી અને ચા પાણીની વેવસ્થા કરવામાં આવે છે.અત્યાર સુધીમાં ઘણા લોકોએ અહીં માનતા રાખીને પથરીના દુખાવામાંથી છુટકારો પ્રાપ્ત કર્યો છે.



    અહીં કોઇપણ પ્રકારના પૈસા કે ચાર્જ લેવામાં આવતો નથી.રસાણાનું આ મંદિર આસપાસના સમગ્ર પંથકમાં ખૂબ જ જાણીતું બન્યું છે. શ્રદ્ધાપૂર્વક માનતા રાખવાથી લોકોના દુ:ખ દૂર થતા હોય છે. અત્યાર સુધીમાં નાનામાં નાનીથી માંડીને 70 એમ.એમ જેટલી મોટી પથરીઓ દૂર થઈ છે જે અહીં શ્રદ્ધાળુઓ ભગવાનના ચરણોમાં અર્પણ કરતા હોય છે.



    મંદિરમાં ભગવાનના દર્શન કરવા  દેશ વિદેશથી આવે છે ભક્તો 

    વીર મહારાજ મંદિરના પૂજારી મહાદેવજી ભગતે જણાવ્યું હતું કે અહીં શ્રદ્ધાળુઓ દૂર-દૂર થી આવે છે જેવા કે રાજસ્થાન, કાઠિયાવાડ,મહારાષ્ટ્ર,બેંગ્લોર, તેમજ અમેરિકા ,ઓસ્ટ્રેલિયા,નેપાળના વ્યક્તિને પણપથરીના દુખાવામાંથી રાહત મળી છે.



    મંદિરમાં ગુજરાત સહિત બહારના રાજ્યમાંથી લોકો બાધા રાખવા આવે છે.બાધા રાખી પોતાને થયેલી પથરી નીકળી જતા પાછા બાધા સ્વરૂપે આજ મંદિરમાં ચઢાવી દે છે.



    ભગવાનના દર્શન કરવા લોકો અન્ય રાજ્યો સહિત દેશ વિદેશથી પણ આવે છે. વીર મહારાજની દર્શન કરી ધન્યતા અનુભવે છે.

    સરનામું: વીર મહારાજ મંદિર,મોદી નગર, પાલનપુર, બનાસકાંઠા, ગુજરાત
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Banaskanatha, Devotees, God, Hindu Temple

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन