Home /News /banaskantha /Banaskantha: બનાસકાંઠામાં બાળ તસ્કરીની ચોંકાવનારી ઘટના, માતા-પિતાએ જ દીકરીનો કર્યો સોદો

Banaskantha: બનાસકાંઠામાં બાળ તસ્કરીની ચોંકાવનારી ઘટના, માતા-પિતાએ જ દીકરીનો કર્યો સોદો

(પ્રતિકાત્મક તસવીર)

Banaskantha News: બનાસકાંઠાની આ ઘટનામાં પોલીસે કિશોરીના માતા-પિતા બાળ કિશોરીની તસ્કરી કરનાર મહિલા દલાલો સહિત 8 શખ્સો સામે ફરિયાદ નોંધી છે. થરાદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

  બનાસકાંઠાના થરાદમાં બાળતસ્કરીની એક ચોંકાવનારી ઘટના સામ આવી છે. અહીં ગરીબ પરિવારની કિશોરીને 40 હજારમાં ખરીદાઈ 4 લાખમાં વેચે તે પહેલાં પોલીસે કાર્યવાહી કરી બાળકીને બચાવી લીધી છે. જોકે આ મામલે કિશોરીના માતા-પિતા સહિત કુલ 8 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. લુણાવાડાની કિશોરીને થરાદના ડેલ ગામમાં વેચાણ માટે લવાઈ હતી.

  બનાસકાંઠામાં બાળ તસ્કરીનો મામલો સામે આવતા પોલીસ હરકતમાં આવી ગઇ હતી. લુણાવાડાની કિશોરીને થરાદના ડેલ ગામમાં વેચાણ માટે લવાઇ હતી. જોકે થરાદ તાલુકામાં બાળ કિશોરીની તસ્કરીની ઘટના સામે આવતા સ્થાનિક પોલીસે તાત્કાલિક પગલા લઇ ગરીબ પરિવારની દીકરીને ઉગારી લીધી હતી.

  મૂળ લુણાવાડા તાલુકાની કિશોરીને અમદાવાદથી થરાદના ડેલ ગામમાં વેચાણ માટે લાવવામાં આવી હતી. અને ગરીબ પરિવારને રૂ.40 હજાર આપી કિશોરીને લાવવામાં થરાદના ડેલ ગામમાં લાવવામાં આવી હતી. કિશોરીને ચાર લાખથી વધુના પૈસામાં વેચી લગ્ન કરાવે તે પહેલાં પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

  આ પણ વાંચો- બોટાદ કેમિકલ કાંડને લઈને મહત્ત્વના સમાચાર, સમીર પટેલ વિરુદ્ધ મહત્વના પુરાવા મળ્યા

  બનાસકાંઠાની આ ઘટનામાં પોલીસે કિશોરીના માતા-પિતા બાળ કિશોરીની તસ્કરી કરનાર મહિલા દલાલો સહિત 8 શખ્સો સામે ફરિયાદ નોંધી છે. થરાદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
  Published by:rakesh parmar
  First published:

  Tags: Banaskantha, ગુજરાત, બનાસકાંઠા

  विज्ञापन
  विज्ञापन