Home /News /banaskantha /Banaskantha: એન્જિનિયરો પણ માથું ખંજવાળે તેવો કિસ્સો; 7 ધોરણ ભણેલા યુવકે કેવી રીતે બનાવ્યું વિમાન?
Banaskantha: એન્જિનિયરો પણ માથું ખંજવાળે તેવો કિસ્સો; 7 ધોરણ ભણેલા યુવકે કેવી રીતે બનાવ્યું વિમાન?
ધાનેરાના ખીમત ગામના યુવકે અનેક વાર પ્રયત્નો કરી પ્લેન બનાવામાં સફળ થયો...
ધાનેરના નાનકડાં ખીમત ગામના યુવકને નાનપણથી પ્લેન બનવાનો અનેરો શોખ છે. ઘણા સમયથી આ યુવકે અલગ અલગ સાધન સામગ્રી મેળવી એક લાખના ખર્ચે અનોખું પ્લેન બનાવ્યું છે અને હવે યુવકે આગામી સમયમાં મોટું પ્લેન બનાવવાની આશા વ્યક્ત કરી.
Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં સાત ચોપડી ભણેલા એક યુવકે પોતાના નાનપણના સપનાને પૂરું કરવામાં સફળતા મેળવી છે.ધાનેરાના ખીમત ગામનો યુવાન નાનપણમાં કાગળના વિમાન બનાવીને ઉડાડતો હતો. અને તેની ઈચ્છા હતી કે, એક દિવસ તે સાચું પ્લેન બનાવીને તેને ઉડાડે બસ તેને પોતાની ઈચ્છાને પૂરી કરવા માટે મહેનત શરૂ કરી. તેને પ્લેન બનાવા માટે ભાવનગરના અલંગ અને દિલ્હી સહિત જુદા જુદા સ્થળો પરથી પ્લેન બનાવવાની સામગ્રી એકત્ર કરી અને સોસિયલ મીડિયાનની મદદથી ઘણા સમય બાદ આ યુવકને સફળતા મળી છે. તેને એક અનોખું 6 ફૂટ લંબાઈ ધરાવતું પ્લેન બનાવ્યું છે. જે પ્લેન આકાશમાં ઉડી શકે છે અને હજુ પણ માણસ સાથે ઉડે તેવું પ્લેન બનાવવા માટે આ યુવાન તનતોડ મહેનત કરી રહ્યો છે.
લોકો એન્જિનિયર બનવા માટે સારી કોલેજો માં મોટા પ્રમાણમાં પૈસા ખર્ચે અભ્યાસ કરે છે અને એન્જિનિયર બનતા હોય છે અને કઈ બનાવવું હોય તો પણ અચકાતા હોય છે પરંતુ ઉત્તર ગુજરાતના એક નાનકડા ગામનો યુવક માત્ર સાત ધોરણ ભણ્યો છે અને તેને મોટા એન્જિનિયર અને પણ ટક્કર મારી એક અનોખું આકાશમાં ઉડતું પ્લેન બનાવ્યું છે.
બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના તાલુકાના નાનકડાં ખીમત ગામે રહેતા ચંદનસિંહ રાયમલજી દરબાર ઉંમર વર્ષ 24. આ યુવકે રાજસ્થાનમાં માત્ર ધોરણ સાત સુધી અભ્યાસ કર્યો છે. આ યુવક નાનો હતો ત્યારે સ્કૂલની નોટમાંથી કાગળ ફાડી તેના પ્લેન બનાવી ઉડાડતો હતો અને તેનું નાનપણથી જ સપનું હતું કે એક દિવસ જાતે જ ઓરીજનલ પ્લેન બનાવીને તેને આકાશમાં ઉડાડવું છે. બસ તેજ દિવસથી આ યુવકે પોતાના સપનાને પૂરું કરવા માટે તનતોડ મહેનત શરૂ કરી.
પ્લેન બનાવવા માટે આ યુવકે અનેક વાર પ્રયત્નો કર્યા પરંતુ તેમાં સફળતા મળી ન હતી.તેમ છતાં પણ આ યુવકે પોતાની મહેનત ચાલુ જ રાખી હતી. પ્લેન કઈ રીતે બનાવું તેના માટે સોશિયલ મીડિયાના માધ્યમથી ઓનલાઈન અભ્યાસ કર્યો હતો,
બાદ આ યુવકે દિલ્હી ,ભાવનગરના અલંગ જેવા જુદા જુદા સ્થળો ઉપરથી પ્લેન બનાવવા માટેનું સામાન લાવ્યો. જેમાં ખાસ કરીને હાર્ડ થરમોકોલ, મોટર,રીમોટ,બેટરી તેમજ વિવિધ ચીજ વસ્તુઓ દ્વારા એક પ્લેન તૈયાર કર્યું છે.
આકાશમાં 100 મીટરની ઊંચાઈ પર ઉડી શકે
યુવક દ્વારા તૈયાર કરાયેલ પ્લેનની લંબાઈ બે મીટર એટલે કે 6 ફૂટ જેટલી લંબાઈ છે અને વિમાન 100 મીટર જેટલી ઊંચાઇ ઉપર આકાશમાં ઉડી શકે છે.આ પ્લેન પાંચ કિલ્લો વજન ધરાવે છે અને પાંચ કિલ્લો વજન લઈને આકાશમાં ઉડી શકે છે.
એક લાખ રૂપિયાનાં ખર્ચ વિમાન તૈયાર થયું
આ પ્લેન બનાવા માટે આ યુવકે અંદાજિત એક લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આ યુવકે આવી રીતે અનેક ડ્રોન પણ બનાવ્યા છે.
માણસ સાથે ઉડી શકે તેવું વિમાન બનાવું છે
નાનકડાં ખીમત ગામનો ચંદનસિંહ નામના યુવકે news 18 લોકલ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, મારું સપનું છે.કે આવનારા સમયમાં મોટું પ્લેન બનાવું છે.
અને માણસોને લઈને આકાશમાં ઉડી શકે તેવું વિમાન બનાવવું છે.જેથી કરીને મારી સમાજ અને મારા ગામનું નામ હું રોશન કરી શકુ.અને મારી અનોખી ઓળખાણ ઉભી કરી શકું.