વેસ્ટ પ્લાસ્ટિકની બોટલ,પ્લાસ્ટિકની થેલીપર અલગ અલગ ચિત્રો દોરી સારા સુવિચાર લખ્યા
બનાસકાંઠાના નિવૃત શિક્ષકે અનોખી પહેલ કરી છે. પર્યાવરણ બચાવો તેમજ વધુ વૃક્ષો વાવોની લોકોને અપીલ કરે છે.તેમજ વેસ્ટ પ્લાસ્ટિકની બોટલ તેમજ પ્લાસ્ટિકની થેલી પર અલગ અલગ સુવિચાર તૈયાર કરે છે.
Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં એક નિવૃત શિક્ષકે પર્યાવરણ બચાવો અને પકૃતિ બચાવાનું અભિયાન હાથ ધરાયું છે.જેમાં વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનવી રહ્યા છે. જેમ કે, નકામી પડેલી બોટલો તેમજ પ્લાસ્ટિકની થેળીઓમાં વિવિધ પ્રકારના રંગ કરી તેમાં સારા સુવિચાર લખી તેમાં વૃક્ષારોપણ કરી પ્લાન્ટ બનાવી પર્યાવરણ પ્રતે જાગૃતિ લાવવા ઘરે ઘરે આપવાનું અભિયાન હાથ ધર્યું છે
બનાસકાંઠા જિલ્લાના ડીસામાં રહેતા ચંદુભાઈ કાંતિલાલ મોદી જે ચંદુ એ ટે ડી નામથી ઓળખાય છે.તેવો શિક્ષક છે. હાલ થોડા સમય પહેલા નિવૃત થયા છે.પર્યાવરણ એ જીવન છે.પર્યાવરણ બચાવો એ આપણી જવાબદારી છે.તેના અનુલક્ષી ચંદુભાઈ મોદી છેલ્લા ઘણા સમયથી પર્યાવરણ બચાવો તેમજ પ્રકૃતિ બચાવોનું અનોખું અભિયાન ચલાવી રહ્યા છે.તેમજ લોકોમાં પર્યાવરણ લક્ષી તેમજ વ્યસન મુક્તિના માટે જનજાગૃતિ કાર્યક્રમો કરી રહ્યા છે.
શાળા કોલેજો સહિત લોકોમાં જનજાગૃતિ ના કાર્યક્રમો કરે છે
ચંદુભાઈ મોદીએ વેસ્ટ પડેલ પ્લાસ્ટિક ની બોટલ તેમજ પ્લાસ્ટિકની થેળીઓ લાવી તેમાં અલગ અલગ ચિત્રો દોરી રંગ પુરી પર્યાવરણ બચાવો, પાણી બચાવો,સ્વચ્છ, બેટી બચાવો,વ્યસન મુક્તિ સહિતના સુવિચારો લખી તેમાં છોડ વાવી બેસ્ટ પ્લાન્ટ બનાવી રહ્યા છે.
આ શિક્ષકની અનોખી પહેલને ડીસાના લોકો પણ બિરદાવી રહ્યા છે.આ શિક્ષક દ્વારા અલગ અલગ શાળા કોલેજોમાં જઈ બાળકોમાં પર્યાવરણ પ્રતે જાગૃતિ લાવવા પણ સાથે વ્યસન મુક્તિ અભિયાન પ્રતે જાગૃતિ લાવવાના કાર્યક્રમો કરવામાં આવે છે.
આ પહેલમાં જોડાય રહ્યા છે
નિવૃત્ત શિક્ષક ચંદુભાઈ મોદી દ્વારા છેલ્લા ઘણા સમયથી પ્લાસ્ટિકની બોટલમાં છોડ વાવી લોકોના ઘરે ઘરે આપી પર્યાવરણ બચાવવા,પ્રકૃતિ બચાવોની અપીલ કરે છે.તેમજ લોકો પણ નિવૃત્ત શિક્ષક ચંદુભાઈ મોદીના આ કાર્યથી લોકો પણ પર્યાવરણ પ્રતે જાગૃત થયા છે.તેમની આ પહેલને બિરદાવી લોકો પણ તેમની સાથે જોડાયા છે.
વિવિધ એવોર્ડથી સન્માનિત કર્યા
નિવૃત શિક્ષક ચંદુભાઈ મોદીને રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ટ શિક્ષકનો એવોર્ડ તેમજ રાષ્ટ્રીય પારિતોષી તરીખેનો ભારત સરકાર દ્વારા એવોર્ડ આપી સન્માન કર્યા છે.તેમજ અન્ય અનેક એવોર્ડથી તેમને સન્માન કરવામાં આવ્યા છે.