ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવા તેમજ સમાજના હિત માટે અનોખું કાર્ય.
ડીસાના નિવૃત શિક્ષકનાથાલાલ બ્રહ્મક્ષત્રિય લોકજાગૃતિ માટે ચિત્રો દોરી સુવિચાર લખી સમાજ ના હીત માટે અનોખો પ્રયાસ કરી રહ્યા છે. છેલ્લા 14 વર્ષથી વિવિધ સોસાયટીઓમાં લગાવેલ બ્લેકબોર્ડ ઉપર અનેક ઉત્સવ તેમજ તહેવાર અનુરૂપ ચિત્રો દોરી તે વિષય ઉપર શું વાક્યો લખે છે.
Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં રહેતા આ નિવૃત શિક્ષક છેલ્લા 14 વર્ષથી પોતાની કલાથી સમાજ અને લોકોને પોતાની કલાના માધ્યમથી જાગૃતિ લાવવાનો અનોખો પ્રયાસ કરે છે.ડીસાના નિવૃત શિક્ષકનાથાલાલ બ્રહ્મક્ષત્રિય લોકજાગૃતિ માટે ચિત્રો દોરી સુવિચાર લખી સમાજ ના હીત માટે અનોખો પ્રયાસ કરી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં એક નિવૃત્ત શિક્ષક તેઓ નિવૃત્તિ થયા બાદ છેલ્લા 14 વર્ષથી ડીસાના અનેક મંદિરો સહિત અન્ય વિવિધ સોસાયટીઓમાં લગાવેલ બ્લેકબોર્ડ ઉપર અનેક ઉત્સવ તેમજ તહેવાર અનુરૂપ ચિત્રો દોરી તે વિષય ઉપર શું વાક્યો લખે છે.
આ ઉપરાંત લોકજાગૃતિના પણ તેઓ ચિત્રો દોરી સુવિચાર લખી લોકોમાં જાગૃતિ લાવવાનો તેમજ સમાજના હીત માટે અનોખો પ્રયાસ કરી રહ્યા છે. તેમના આ કાર્યને શહેરીજનો પણ બિરદાવી રહ્યા છે.
આજે અમે તમને જણાવીશું એવા એક નિવૃત્ત શિક્ષકની વાત કે જેને સાંભળી તમે પણ કહેશો કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં રહેતા નાથાલાલ બ્રહ્મ ક્ષત્રિય તેમની હાલની ઉંમર 73 વર્ષ છે.તેમણે 40 વર્ષ ડીસા તાલુકાના જુના ડીસા ગામની ડીજે એન્ડ મહેતા હાઇસ્કુલમાં ચિત્ર અને ભાષાના શિક્ષક તરીકે ફરજ બજાવી છે અને આજથી 14 વર્ષ પહેલા તેઓ આ શાળામાંથી નિવૃત્ત થયા હતા.
નિવૃત્ત થયા બાદ નાથાલાલ બ્રહ્મક્ષત્રિયને વિચાર આવ્યો કે સરકાર મને પેન્શન તો આપે જ છે અને ચિત્રકલામાં આટ માસ્ટરીની ડિગ્રી પણ પ્રાપ્ત કરી છે તો 40 વર્ષ મેં કલાની સાધના કરી છે અને હવે નિવૃત્તિ બાદ આ કલાનો ઉપયોગ લોક જાગૃતિ માટે લોકહિત માટે કરવો જોઈએ જેથી
નાથાલાલ બ્રહ્મક્ષત્રિય આજથી 14 વર્ષ અગાઉ શહેરના જલારામ મંદિર સાઈબાબા મંદિર ગાયત્રી મંદિર અને સોસાયટીમાં તેમજ જાહેર માર્ગો પર લગાવેલ બ્લેક બોર્ડ પર વિવિધ ઉત્સવ તેમજ તહેવારને અનુરૂપ ચિત્રો દોરી તે વિષય ઉપર સુવિચાર લખી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ છેલ્લા 14 વર્ષથી કરી રહ્યા છે. ત્યારે આ નિવૃત શિક્ષક નાથાલાલ બ્રહ્મક્ષત્રિય ના કાર્યને ડીસા શહેર સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાના લોકો તેમના કાર્યને બિરદાવી રહ્યા છે..