આ શિક્ષક છેલ્લા 20 વર્ષથી ઉતરાયણ પર્વ પર નખથી નાની પતંગો અને ફિરકીઓ બનાવે છે.
ડીસાના નિવૃત્ત શિક્ષક ચંદુભાઈ મોદી છેલ્લા 20 વર્ષથી નખથી નાની પતંગ અને ફીરકીઓ બનાવી લોકોમાં જાગૃતિ ફેલાવી રહ્યા છે. બેટી બચાવો, બેટી પઢાવો, સ્વચ્છ ભારત અભિયાન, વ્યશનથી દૂર રહો, પાણી બચાવો જેવા સ્લોગન લખે છે.
Nilesh Rana, Banaskantha: સામાન્ય રીતે ઉત્તરાયણના દિવસે લોકો પતંગ ઉડાડીને મજા લેતા હોય છે. પરંતુ બનાસકાંઠાના ડીસાના એક નિવૃત્ત શિક્ષક છેલ્લા 20 વર્ષથી ઉત્તરાયણ પર્વ પર નખ થી પણ નાની પતંગ અને ફિરકીઓ બનાવી તેના પર વિવિધ સ્લોગન દ્વારા સમાજને એક સંદેશ આપી રહ્યા છે.
બનાસકાંઠાના ડીસામાં પારિતોષિક વિજેતા નિવૃત્ત શિક્ષક ચંદુભાઈ મોદી છેલ્લા 20 વર્ષથી ઉત્તરાયણ પર્વ પર લોકોમાં એક સંદેશો આપવાનું અભિયાન ચલાવે છે. આ શિક્ષક બાળકોની સાથે રાખી નખથી પણ નાની પતંગો અને ફીરકીઓ બનાવે છે. તેમજ ઉતરાયણ પર્વ પર સર્જાતા અકસ્માતના લાઈવ ડેમો પણ બનાવી લોકોમાં જાગૃતિ આવે તેવા કાર્યક્રમો પણ કરે છે.
અલગ અલગ સારા સ્લોગન લખી લોકોને જાગૃત કરે છે
આ શિક્ષક નખથી નાની પતંગ બનાવી તેમાં અલગ અલગ ચિત્રો દોરી તેના પર બેટી બચાવો, બેટી પઢાવો, સ્વચ્છ ભારત અભિયાન, વ્યશનથી દૂર રહો, પાણી બચાવો અને પક્ષીઓ બચાવો જેવા સ્લોગન લખવામાં આવ્યા છે. આ શિક્ષક અને વિદ્યાર્થીનિઓ દ્વારા બનાવાતી પતંગ ભલે આકાશમાં ના ઉડે પરંતુ લોકોના દિલ સુધી પહોંચી જનજાગૃતિ નો સંદેશ ચોક્કસ પહોંચાડે છે.