2 વીઘા ખેતરમાં 2 બાય 4 અંતરે 5 હજાર છોડ વાવ્યા
બનાસકાંઠા જિલ્લો અંતરિયાળ જિલ્લો માનવામાં આવે છે.પરંતુ જિલ્લામાં હવે અનેક એવા ખેડૂતો છે. અંતરિયાળ જિલ્લામાં સફળ ખેતી કરી વર્ષે લાખોની આવક મેળવી રહ્યા છે. જિલ્લાના ડીસા તાલુકાના રાણપુરમાં રહેતા કનવરજી વાધણીયા એક પ્રગતિશીલ ખેડૂત છે. તેમને અલગ અલગ શાકભાજીની ખેતી કરી સારી આવક મેળવી છે.પરંતુ છેલ્લા ઘણા સમયથી શાકભાજીમાં નેમિરોડ નામનો રોગ આવાથી પ્રગતિશીલ ખેડૂતે પોતાના 2 વીઘા ખેતરમાં ગલગોટા ફૂલની ખેતી કરી હતી.
ગલગોટા ફુલના બીજ મોંઘું હોવા છે. ખેડૂતે ગલગોટાના એક બીજના 2 રૂપિયાના હોવા છતાં લાવી પોતાન 2 વીઘા ખેતરમાં 2 બાય 4 અંતરે 5 હજાર છોડ 4 મહિના આગાઉ વાવણી કરી હતી. અગાઉ હિન્દૂ ધર્મના તમામ તહેવારો હતા, તેમાં પણ સારી આવક થઈ હતી.જેથી અત્યારે વિધાનસભાની ચૂંટણી અને લગ્નની સિઝન હોવાથી ફુલોમાં સારા ભાવ મળી રહ્યો છે.અત્યાર સુધી ખેડૂતે 2 વીઘા ખેતરમાંથી 2.50 લાખની આવક મેળવી છે.તેમજ હજુ પણ સારી આવક થશે,તેમ જણાવ્યું હતું.
સિઝન પ્રમાણે જો ફૂલની ખેતી કરે તો સારો ફાયદો થઈ શકે
પ્રગતિશીલ ખેડૂતે પોતાના 2 વીઘા ખેતરમાં ગલગોટા ફૂલની ખેતી કરી સારી આવક મેળવી છે.અત્યારે વિધાનસભાની ચૂંટણી અને લગ્નની સિઝન હોવાથી બજાર ભાવ પણ સારા મળી રહ્યા છે.જેથી પ્રગતિશીલ ખેડૂતે અન્ય ખેડૂતોને પણ સિઝન પ્રમાણે જો આવી રીતે ફૂલોની ખેતી કરવામાં આવે તો સારું ઉત્પાદ થઈ શકે અને સારા ભાવ મળી શકે છે..
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Banaskanatha, Farmers News, Flowers, Local 18