Home /News /banaskantha /Deesa: મા અર્બુદાની હાથીની અંબાળીએ નિકળી ભવ્ય શોભાયાત્રા, 1 લાખ ભક્તો જોડાયા

Deesa: મા અર્બુદાની હાથીની અંબાળીએ નિકળી ભવ્ય શોભાયાત્રા, 1 લાખ ભક્તો જોડાયા

X
ત્રિ

ત્રિ દિવસીય સહસ્ત્રચંડી મહાયજ્ઞમાં દેશમાં વસતા તમામ ચૌધરી સમાજના લોકો આવશે.

પાલનપુરના અર્બુદાધામ ખાતેથી વિશાળ શોભાયાત્રા નીકળી હતી.જેમાં હાથી-ઘોડા પાલખી અને દેશી વાજિંત્રો અને લાઈવ ડીજેના તાલે નીકળેલી શોભાયાત્રામાં પરંપરાગત વસ્ત્રોમાં 1 લાખ ચૌધરી-આંજણા સમાજના લોકો જોડાયા હતા.

  • News18 Gujarati
  • Last Updated :
  • Banas Kantha, India
Nilesh Rana, Banaskantha: પાલનપુરમાં મા અર્બુદા માતાજીના મંદિરના 25 વર્ષ પૂર્ણ થતા જેથી આંજણા પટેલ કેળવણી મંડળ દ્વારા રજત જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ત્રિ-દિવસીય સહસ્ત્રચંડી મહાયજ્ઞનું આયોજન કરાયું છે.5 તારીખ સુધી વિવિધ કાર્યક્રમો યોજાવાના છે.ત્યારે આજે પાલનપુરના અર્બુદાધામ ખાતેથી 1 હાથી 21 ઘોડા, પાલખી સાથે દેશી વાજિંત્રો અને 3 લાઈવ ડીજેના તાલે પાલનપુર શહેરમાં શોભાયાત્રા નીકળી હતી.આ શોભાયાત્રામાં ચૌધરી સમાજના લાખો લોકો પોતાના પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને નાચગાન કરતા જોડાયા હતા.

આ શોભાયત્રામાં આટલા પોલીસ જવાન અને સ્વયંસેવકો ખડેપગે

પાલનપુર શહેરમાં 5 કિલોમીટર લાંબી શોભાયાત્રાના કારણે સમગ્ર પાલનપુર શહેર ભક્તિમય રંગથી રંગાયું હતું.જેમાં શહેરના તમામ માર્ગો ઉપર અનેક સમાજના લોકો દ્વારા શોભાયાત્રાનું ફુલહારથી સ્વાગત કરાયું હતું.

આ શોભાયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડી. વાય.એસ.પી 1,પી.આઇ 4,પી.એસ.આઇ 14,પોલીસ 250 જવાનો અને 15 હજારથી વધુ સ્વયંસેવકો જોડાયા હતા આ શોભાયાત્રા પાલનપુરના વિવિધ માર્ગો ઉપર ફરીને જ્યાં સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ યોજાવાનો છે ત્યાં લાલવાડા ખાતે 12 કિલોમીટરનું અંતર કાપી પહોંચી ત્યાં તેનું સમાપન કરાયું હતું.

ત્રિ-દિવસીય સહસ્ત્રચંડી મહાયજ્ઞમાં વિવિધ કાર્યક્રમો

પાલનપુરના લાલાવાડા ગામે ત્રિ-દિવસીય સહસ્ત્રચંડી મહાયજ્ઞનું આયોજન કરાયું છે.જેમાં આજે સાંજે વિશાલ સંખ્યામાં ચૌધરી સમાજના પાલનપુરમાં માં અર્બુદા ધામ ખાતે લોકો દ્વારા મહાઆરતી કરાશે.

અને આવતીકાલે ત્રિ -દિવસીય સહસ્ત્ર ચંડી મહાયજ્ઞની શરૂઆત થશે જ્યાં દેશભર માંથી 10 લાખ જેટલા લોકો આવશે અને માં અર્બુદાના દર્શન કરશે.450 એકરથી વધુ જમીનમાં પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે.બનાસ મેડિકલ કોલેજ તરફથી આઇસીયુ સાથેની હોસ્પિટલ ની વ્યવસ્થા કરાઇ છે.

આ જગ્યાએથી આવશે આટલા લોકો

પાલનપુર આદર્શ સંકુલ ખાતે આવેલા અર્બુદા માતાના મંદિરની પ્રતિષ્ઠા ને 25 વર્ષ પૂર્ણ થતાં અર્બુદા માતાજીનો રજત મહોત્સવ યોજાઈ રહ્યો છે.આજથી આ રજત મહોત્સવ ની શરૂઆત થઈ છે. જેમાં પ્રથમ દિવસે મહાશોભાયાત્રા યોજાઈ છે.આજે સાંજે આદર્શ સંકુલ ખાતે આવેલા અર્બુદા માતાના મંદિરે મહા આરતી તેમજ ચૌધરી સમાજ દ્વારા જિલ્લાના ગામેગામ સમૂહ આરતી યોજાશે.

આવતીકાલથી પાલનપુરના લાલાવાડા ખાતે આવેલા સમાજના શૈક્ષણિક સંકુલ ખાતે સહસ્ત્ર ચંડી 108 કુંડી મહાયજ્ઞ નો પ્રારંભ થશે 3 થી 5 ફેબ્રુઆરી સુધી આ મહાયજ્ઞ યોજાશે. જેમાં 4 ફેબ્રુઆરીએ રાજ્યના સીએમ, રાજ્યપાલ અને વિધાનસભા અધ્યક્ષ આવશે. સાથે દેશના તમામ રાજ્યોમાં જેમાં દિલ્લી, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્રમાં વસતા ચૌધરી સમાજના લોકો ધારાસભ્ય કે સાંસદ સભ્યો છે તે તમામ લોકો આ યજ્ઞ સ્થળે આવશે આ યજ્ઞ સ્થળે ત્રણ દિવસમાં લાખો લોકોની જનમેદની પહોંચશે તેવી શક્યતાઓ છે.
First published:

Tags: Banaskantha, Devotees, Local 18

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો