Home /News /banaskantha /Ambaji: સાણંદના માઈભક્તે દીકરીની માનતા પૂર્ણ થતા અંબાજી મંદિરમા 251 ગ્રામ સોનાનું દાન કર્યું

Ambaji: સાણંદના માઈભક્તે દીકરીની માનતા પૂર્ણ થતા અંબાજી મંદિરમા 251 ગ્રામ સોનાનું દાન કર્યું

અંબાજી મંદિરમા 13 લાખ રૂપિયાનુ સોનાનુ દાન,

Ambaji Temple Navratri: નવરાત્રીને લઈ અંબાજી મંદિરમા 13 લાખ રૂપિયાનુ સોનાનુ દાન, સાણંદના માઈભક્તે મંદિર ટ્રસ્ટમા અંદાજીત 13 લાખ રૂપિયાનુ 251 ગ્રામ સુવર્ણદાન કર્યુ

  અંબાજી: રાજ્યમા જેની આતુરતાથી રાહ જોવાઈ રહીં હતી તે નવલા નોરતાનો પ્રારંભ થઈ ગયો છે. ઠેરઠેર લોકો આનંદ અને ઉત્સાહ સાથે ગરબે રમતા જોવા મળ્યા હતા. ત્યારે ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજીમાં પણ નવરાત્રીનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે માઈભક્તે શક્તિપીઠ અંબાજીમા સુવર્ણનું દાન કર્યુ છે. પોતાની માનતા પૂર્ણ થતા ભક્તે માઈને 251 ગ્રામ સોનાની ભેટ અર્પણ કરી છે. નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે માઈભક્તો દ્વારા પોતાની માનતા પૂર્ણ થતા માના ચરણોમા ભેટ અર્પણ કરાતા હોય છે.

  મંદિર ટ્રસ્ટમા અંદાજીત 13 લાખ રૂપિયાનુ 251 ગ્રામનું સુવર્ણદાન


  અંબાજીમાં દર નવરાત્રીમા પોતાની ઈચ્છાઓ પૂર્ણ થતા લોકો સોનાનું દાન કરતા હોય છે. ત્યારે સાણંદના કણેસરી ગામના રહેવાસી જીતેન્દ્રસિંહ વાઘેલાએ પોતાના પુત્રને ત્યા દિકરી અવતરે તેવી માનતા માની હતી. જે માનતા પૂર્ણ થઈ અને દીકરાને ત્યા લક્ષ્મીએ જન્મ લેતા તેમણે અંબાજી મંદિર ટ્રસ્ટમા અંદાજીત 13 લાખ રૂપિયાનુ 251 ગ્રામ સુવર્ણદાન કર્યુ છે. જીતેન્દ્રસિંહે ગત વર્ષે પણ મંદિરમા સોનાનુ દાન કર્યુ હતુ. નોરતાના સમયમા માઈભક્તો પોતાની માનતા પૂર્ણ થતા યથાશક્તિ પ્રમાણે અવાર નવાર દાન કરતા રહે છે.


  પોતાના ઘરે દીકરી જન્મે એવી માનતા રાખી હતી


  આમ તો મોટા ભાગે લોકો પોતાને ત્યા દીકરાના જન્મ માટે માનતાઓ રાખતા હોય છે પણ આજે એવા પણ લોકો છે કે જેઓ પોતાના ઘરે દીકરી જન્મે એવી માનતા રાખે છે. ત્યારે સાણંદના એક માઈ ભક્તને ત્યા દીકરીનો જન્મ થતા હતો, જેની તેણે માનતા રાખી હતી. પુત્રીનો જન્મ થતાં પરિવાર સાથે અંબાજી પહોંચી અંબાજી મંદિરમાં 13.11 લાખના સોનાનું દાન કર્યું છે.

  સોનું દાન કરી માતાજીના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવ્યા


  સાણંદના પરિવાર દ્વારા સો-સો ગ્રામના સોનાના બે બિસ્કીટ અને 50 ગ્રામનું એક બિસ્કીટ અને એક ગ્રામની લગડી એમ મળી કુલ 251 ગ્રામ સોનાનું દાન કરવામાં આવ્યું છે. સાણંદના માઇભક્ત પરિવારની માતાજીએ મનોકામના પૂર્ણ કરતા આજે અંબાજી મંદિર આવી સોનું દાન કરી માતાજીના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવ્યા હતા. આ સાથે જ આજે નવરાત્રિનું બીજું નોરતું હોવાથી અંબા માતાના દર્શન માટે મોટી સંખ્યામાં માઇ ભક્તોની ભીડ જામી છે
  Published by:Vimal Prajapati
  First published:

  Tags: અંબાજી, અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી મંદિર

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन