Home /News /banaskantha /Deesa : અહીં અનોખો ફૂડ ફેસ્ટિવલ, શહેર અને ગામડાની પ્રખ્યાત 150 વાનગી બની
Deesa : અહીં અનોખો ફૂડ ફેસ્ટિવલ, શહેર અને ગામડાની પ્રખ્યાત 150 વાનગી બની
જેમાં 100 થી વધુ તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ 150 જેટલી વાનગીઓ બનાવી.
ડીસામાં શ્રી નવજીવન બીએડ કોલેજ ખાતે ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 100 થી વધુ તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને 150 થી વધુ વાનગી બની હતી.
Nilesh Rana,Banaskantha-બનાસકાંઠા જિલ્લાના ડીસામાં શ્રી નવજીવન બીએડ કોલેજમાં ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું. જેમાં શિયાળામાં બનાવવામાં આવતા સ્પેશ્યલ જ્યુસ અને પરંપરાગત ઔષધીય પાકો સહિત કુલ 150 પ્રકારની વાનગીઓ બનાવી તાલીમાર્થી અને શિક્ષકોએ સામુહિક સ્વાદ માણ્યો હતો..
100 થી વધુ તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ
વિદ્યાર્થીઓ ભણવાની સાથે વિદ્યાર્થીઓનો વિકાસ કઈ રીતે થાય તેને લઈને શાળા, કોલેજો દ્વારા અવનવા કાર્યક્રમો તેમજ સ્પર્ધાઓ રાખવામાં આવે છે.જેથી વિદ્યાર્થીઓનો વિકાસ થાય અને ભુલાતી જતી ભારતીય સંસ્કૃતિ જીવંત રહે.બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે આવેલી શ્રી નવજીવન બી.એડ્. કોલેજમાં ફૂડ ફેસ્ટિવલ વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 100 થી વધુ તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
શહેર અને ગામડાની વખણાતી વાનગી બનવી
તાલીમાર્થી ભાઈ- બહેનોએ પરંપરાગત વાનગીઓ તૈયાર કરી હતી અને સુંદર રીતે સજાવટ કરી હતી. ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં કઈ કઈ વાનગીઓ વખણાય છે, તે બનાવવામાં આવી હતી. પરંપરાગત ખોરાક કયો છે તેની માહિતીથી તમામ તાલીમાર્થીઓ વાકેફ થયા હતા.
150થી વધુ વાનગી બનાવી
આ અંગે આચાર્ય ડો. સોનલબેન પ્રજાપતિએ જણાવ્યું હતું કે, સામાજિક સમરસતાનો વિકાસ થાય તેમજ સામૂહિક ભાવના કેળવાય તેવા ઉમદા હેતુથી કોલેજ ખાતે વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જુદા જુદા સ્વાદની અનેક વાનગીઓ બનાવવામાં આવી હતી. ગ્રામ્ય જીવન સાથે સંકળાયેલી વાનગીઓ અને પરંપરાગત વાનગીઓથી તમામ તાલીમાર્થીઓ વાકેફ થાય તે આ વાનગી સ્પર્ધાનો હેતુ હતો, જેમાં 150થી વધુ વાનગીઓનો સ્વાદ તાલીમાર્થીઓએ માણ્યો હતો.