Home /News /banaskantha /Deesa: જોજો જરા! આ ખેતરમાં પ્રવેશતા પહેલા આ કડક નિયમો વાંચી લેજો, કારણ છે જાણવા જેવું

Deesa: જોજો જરા! આ ખેતરમાં પ્રવેશતા પહેલા આ કડક નિયમો વાંચી લેજો, કારણ છે જાણવા જેવું

X
આ

આ ખેડૂતે પોતાના ખેતરમાં લગાવ્યા સુવિચારના બોર્ડ

બનાસકાંઠાના ડીસાના પ્રગતિશીલ ખેડૂતની અનોખી પહેલ કરી છે. પોતાના ખેતરમાં સુવિચારના બોર્ડ માર્યા છે. તેમજ ખેતરમાં વ્યસન કરવા અને ફોનના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવતા બોર્ડ માર્યા છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Banas Kantha, India
    Nilesh Rana, Banaskantha: તમે સરકારી કે અન્ય કોઈ કચેરીમાં જાવ અને અનેક પ્રતિબંધના બોર્ડ વાંચવા મળે તો નવાઈ ન લાગે. પરંતુ કોઈ ખેતમાં આ બાર્ડ લાગેલા હોય તો ? ચોક્કસ નવાઈ લાગે.ડીસા તાલુકાનાં પ્રગતિશીલ ખેડૂત કનવરજી ઠાકોરે પોતાના ખેતરમાં સુવિચાર અને પ્રતિબંધના બોર્ડ માર્યા છે.
    હવે ઓર્ગેનિક ખેત પેદાશો પ્રત્યે લોકો વધુ આકર્ષાઈ રહ્યા છે.

    ત્યારે બનાસકાંઠાના ખેડૂતે આ મામલે એક કદમ આગળ વધીને પોતાના ખેતરમાં સુવિચાર દર્શાવતા બોર્ડ લગાવ્યા છે.ખેડૂતનું માનવું છે કે, ખેત પેદાશો પર લોકો નભતા હોય છે, ત્યારે આવી પવિત્ર જગ્યા પર કોઈએ ખોટું કરવું ન જોઇએ.જેથી ખેડૂતે પોતાના ખેતરમાં અલગ અલગ સુવિચાર ધરાવતા બોર્ડ લગાવ્યા છે.



    આ ખેતરમાં છે અનેક પ્રતિબંધ

    સરકારી કચેરીમાં ગુટખા ખાવી નહીં, મોબાઈલ વાપરવો નહીં.. એવા બોર્ડ વાંચ્યા હશે.પરંતુ ક્યારેય કોઈ ખેતરમાં આવા બોર્ડ જોયા છે ખરા.? તો આવા બોર્ડ પોતાના ખેતરમાં લગાવ્યા છે. ડીસા તાલુકાનાં પ્રગતિશીલ ખેડૂત કનવરજી ઠાકોરે નવી પહેલ કરી છે.કનવરજી ઠાકોરનું કહેવું છે કે,ખેતરમાં તૈયાર થતાં પાક પર લોકો નિર્ભર રહેતા હોય છે. ખેતર એક પવિત્ર સ્થળ છે અને આવા પવિત્ર સ્થળની પવિત્રતા જળવાઈ રહેવી જોઈએ. તેમણે પોતાના ખેતરમાં ગુટખા ખાવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.



    આ ઉપરાંત ખેતરમાં કનવરજી ઠાકોર મોબાઈલ ફોનનો વપરાશ નથી,પરંતુ અન્ય કોઈને પણ મોબાઈલ વાપરવા દેતા નથી.ઓર્ગેનિક ખેતી કરીને લોકોને શુધ્ધ આહાર આપી રહેલા કનવરજી ઠાકોર દ્વારા તેમના ખેતર અસંખ્ય બોર્ડ લગાવવામાં આવ્યા છે અને અલગ અલગ પ્રકારની સૂચનાઓ લખી છે.

    આ ખેડૂતે પોતાના ખેતરમાં લગાવ્યા સુવિચારના બોર્ડ


    ખેતરમાં સુવિચાર વાળા બોર્ડ લગાવવા પાછળનું ખેડૂતનું કારણ જાણો
    કનવરજી ઠાકોરે જણાવ્યું હતું કે, જે પ્રમાણે ખેતી કરતી વખતે દરેક મનુષ્યનું મન સ્વચ્છ રહે તેનાથી શાકભાજીનું વિકાસ વધે છે. સાથોસાથ વ્યસનથી દૂર રહી ખેતરમાં કામ કરવાથી શાકભાજી સારી લોકો સુધી પહોંચી શકે. જેના કારણે ખેતરમાં લોકોના મનની શાંતિ માટે બોર્ડ લગાવ્યા છે.

    ખાસ કરીને દરેક વ્યક્તિ પોતાના મનને સ્વચ્છ રાખે તેમજ ખેતરમાં ગંદકી ન થાય તે હેતુથી સુવિચાર વાળા બોર્ડ લગાવવામાં આવ્યા છે. લોકો વ્યસન કરતા હોય છે, તે આ સુવિચાર જોઈ વ્યસનથી દૂર રહી શકશે. અહીં અસંખ્ય મજૂરો કામ અર્થે આવે છે,ત્યારે આ બોર્ડના કારણે અનેક લોકોએ વ્યસનથી દૂર રહ્યા છે અને ખેતીમાં કામ વ્યવસ્થિત થઈ રહ્યું છે.

    અનેક એવોર્ડ થી સન્માનિત કરાયા છે

    તેમજ ધરતીને પ્રદુષીત થતી અટકાવવા માટે સુવિચારો દર્શાવતા બોર્ડ લગાવવામાં આવ્યા છે. અન્ય ખેડૂતો આ પહેલમાં જોડાઈ પોતાના ખેતરમાં આ રીતે બોર્ડ લગાવશે, તો આવનારા સમયમાં અનેક લોકો વ્યસનથી દૂર રહેશે.સારી એવી ખેતપેદાશ પણ ઉત્પન્ન કરી શકાશે.આ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતે ખેતીમાં અનેક સફળતા મેળવી છે.તેમને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સંપર્કમાં રહી સારી ખેતીમાં સારી કરી રહ્યા છે.તેમને ખેતીમાં અનેક એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Banaskantha, Farmers News, Local 18

    विज्ञापन
    विज्ञापन