શિહોરી તાલુકાનાં રતનપુરાના ખેડૂત દિલીપજી ગોહિલે ટામેટાની ખેતી કરી છે. બે વીઘામાં રૂપિયા 75 હજારનો ખર્ચ કર્યો હતો અને રૂપિયા 2.50 લાખની આવક મેળવી છે. તેમનાંથી પ્રેરણા લઇ અન્ય ખેડૂતો પર ટામેટાની ખેતી કરતા થયા છે.
Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અનેક ખેડૂતો અવનવી પદ્ધતિથી અલગ અલગ ખેતી કરી કાઠું કાઢી રહ્યા છે. ત્યારે શિહોરીના રતનપુરા ગામે એક ખેડૂતે વેલા વાળા ટામેટાની ખેતી કરી લાખોની આવક મેળવી રહ્યા છે. અને અન્ય ખેડૂતોને પણ આવા રોકડિયા પાકની ખેતી કરવા અપીલ પણ કરી રહ્યા છે.
શિહોરી તાલુકાના રતનપુરા ગામ ખાતે રહેતા દિલીપજી જવાનજી ગોહિલ ઉંમર 63 વર્ષ છે.તેમને અભ્યાસ માત્ર 12 ધોરણ સુધી કર્યો છે. આ દિલીપજી ગોહિલના પરિવાર વર્ષોથી ખેતી સાથે સંકળાયેલો છે શરૂઆતમાં ચીલા ચાલુ ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ ખેતીમાં જોઈએ તેવી આવક થતી ન હતી.
બાદ દિલીપજી ગોહિલે ટામેટાની ખેતી કરવાની શરૂઆત કરી. તેમને પોતાના બે વીઘા ખેતરમાં અંસલ નામની વેરાઈટી નામનું 10 ગ્રામનું પેકેટના 2 હજાર રૂપિયાનું બિયારણ લાવી. ખેતરમાં તાર,લાકડાના થાંભલા અને દોરી વડે વેલા વાળા ટામેટાની ખેતીની શરૂઆત કરી.
2.50 લાખ રૂપિયાની આવક મળેવી
દિલીપજી ગોહિલે પોતાના બે વીઘા ખેતરમાં 75 હજારનો ખર્ચ કર્યો છે. અત્યારે તેમના ખેતરમાંથી ટામેટાનું ઉત્પાદન થઈ રહ્યું છે. તેમના ખેતરમાંથી ચાર દિવસે 3000 કિલોનું ટામેટાનું ઉત્પાદન થઇ રહ્યું છે. અત્યાર સુધી આ ખેડૂતે 2 લાખ 50 હજાર રૂપિયાની ટામેટામાંથી આવક મેળવી છે. હજુ પણ તેમના ખેતરમાંથી ટામેટાનું ઉત્પાદન મેળવી રહ્યા છે.
ખેડૂતની પ્રેણા લઈ અન્ય ખેડૂતો પણ ટામેટાની ખેતી કરવા લાગ્યા
આ દિલીપજી ગોહિલે શરૂઆતમાં ચીલા ચાલુ ખેતી કરી રહ્યા હતા. પરંતુ હવે અલગ અલગ બાગાયતી ખેતી તરફ વળ્યા છે. તેઓ છેલ્લા છ વર્ષથી ટામેટાની ખેતી કરી રહ્યા છે. તેમની ખેતી જોઈ આજુબાજુના 100 થી વધુ ખેડૂતોએ પોતાના ખેતરમાં ટામેટાની ખેતીની શરૂઆત કરી છે.
અન્ય ખેડૂતો માટે આ ખેડૂત પ્રેણા રૂપ થઈ રહ્યો છે
આ ખેડૂત અન્ય ખેડૂતોને પણ અલગ અલગ રોકડિયા પાક ગણાતા શાકભાજીની ખેતી કરવા માટે અપીલ કરી રહ્યો છે. કારણ કે, રોકડિયા પાકમાં ઓછા ખર્ચે વધુ ફાયદો થઈ રહ્યો છે. તેમને બે વીઘામાંથી 75 હજારના ખર્ચની સામે 2 લાખ 50 હજારની આવક મેળવી છે અને હજુ 3 લાખની આવક થશે, તેવું જણાવ્યું છે .