Home /News /banaskantha /આસ્થાનું અનોખું ધામ; માનતા પૂરી થાય તો ભક્તો ચઢાવે છે ચાંદીના હાથ; શું છે ઈતિહાસ?

આસ્થાનું અનોખું ધામ; માનતા પૂરી થાય તો ભક્તો ચઢાવે છે ચાંદીના હાથ; શું છે ઈતિહાસ?

ચૌદસ અને પૂનમ ના દિવસે લોકમેળો ભરાય છે..

સરહદી પંથક થરાદ ખાતે 700 વર્ષ પૌરાણિક અને ઐતિહાસિક મંદિર આવેલું છે આ મંદિરમાં અનેક લોકો ની શ્રદ્ધા જોડાયેલી છે તેમજ આ મંદિર ખાતે દર પુનમે મોટો મેળો ભરાય છે. અને બનાસકાંઠા સહિત રાજસ્થાન તેમજ અન્ય રાજ્યો માંથી  માઇ ભક્તો આ મંદિર ના દર્શન કરે છે.

વધુ જુઓ ...
    Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથક થરાદ ખાતે 700 વર્ષ પૌરાણિક અને ઐતિહાસિક મંદિર આવેલું છે આ મંદિરમાં અનેક લોકો ની શ્રદ્ધા જોડાયેલી છે તેમજ આ મંદિર ખાતે દર પુનમે મોટો મેળો ભરાય છે. અને બનાસકાંઠા સહિત રાજસ્થાન તેમજ અન્ય રાજ્યો માંથી  માઇ ભક્તો આ મંદિર ના દર્શન કરે છે અને તેમની મનોકામના પૂર્ણ થાય છે.

    બનાસકાંઠા જિલ્લામાં વર્ષો પહેલા અંગ્રેજો તેમજ રાજા રજવાડાઓના શાસન હતા અને ધીમે ધીમે અંગ્રેજો તેમ રાજા રજવાડા ચાલી ગયા છે પરંતુ તેમના સમયના અનેક ઐતિહાસિક તેમજ પૌરાણિક અને ચમત્કારિક મંદિરો પણ આવેલા છે ત્યારે વાત કરવામાં આવે બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથક ગણાતા થરાદમાં તો થરાદ થી 12 કિલોમીટર દૂર આવેલું એક માંગરોળ ગામ છે.

    લોકવાયકા પ્રમાણે આશરે 700 વર્ષ પહેલા કાઠિયાવાડમાં એક ગામ હતુ તેમાં વેજાનામે ચારણ રહેતો હતો તેને એક પુત્રી હતી તેનુ નામ શેણબાઈ હતુ શેણી અને વિજાનંદ બાળ૫ણથી લગ્ન માટે વચન બંઘાયેલા હતા. શેણી જયારે ઉમર લાયક થઈ ત્યારે વજા ચારણે વિજાનંદને 999 નવ ચાંદરી ભેસો લાવવાનુ કહ્યુ.



    અને તે ભેસો આવતી અષાઢી બીજને દિવસે લાવી આ૫વાની અને જો અષાઢી બીજાના દિવસે ભેસો લાવી સકે તો તારી સાથે મારી પુત્રીના લગ્ન કરાવુ. નહિ તો નહી . બન્યુ એવુ કે વિજાનંદ અષાઢી બીજના દિવસે ભેસો લઈને ૫હોચી શકયો નહિ અને શેણી વાટ જોતી બેસી રહી બરાબર મઘ્યરાત્રે શેણી નીકળી અને મનોમન નકકી કર્યુ કે જો વિજાનંદ મળશે તો ઠીક નહિતર હીમાલય ઉ૫ર જઈને મારૂ હાડ ગાળીશ નાખીશ બાકી બીજા સાથે લગ્ન કરીશ નહિ.



    ૫છી વીજાનંદ મળ્યો નહિ અને શેણી એ હિમાલયનો માર્ગ ૫કડયો ચાલતા ચાલતા હાલના થરાદના માંગરોળ ગામે તળાવની પાળ ૫ર મુકામે રાતવાસો કર્યા સવારમાં ઉઠીને દાતણ કરીને તે દાતણની ચીરી ત્યાં જમીન માં ઉભી કરી ત્યાં જાંબુડો ઉગ્યો અને તે જાંબુડો હાલમાં પુજાઈ છે.ત્યાર ૫છી તો ત્યા મંદિર બનાવ વામાં આવ્યુ અને તે શેણલ માતાના મંદિર તરીકે ઓળખાય છે. અત્યારે આ મંદિરે દૂર દૂરથી માઇ ભક્તો દર્શન કરવા આવી રહ્યા છે.



    બનાસકાંઠાના માંગરોળ ખાતે બિરાજમાન શેણલ માતાજીના મંદિરે દર ચૌદસ અને પૂનમે મોટો લોક મેળો ભરાય છે તેમજ આ મંદિર ખાતે રાજસ્થાનથી તેમજ બનાસકાંઠા જિલ્લાના તેમજ અન્ય રાજ્યના માતાજીના ભક્તો દર્શન કરવા આવે છે.



    આ મંદિરમાં શ્રદ્ધાળુઓ સુખડીનો પ્રસાદ ધરાવે છે તેમજ જો હાથ, પગ, આખો,તેમજ શરીરનો કોઈ દુખાવો હોય તો આ માતાજીના મંદિરે ચાંદીના હાથ ચાંદીના પગ ચાંદીની પૂતળી તેમજ ચાંદીની આંખો ચડાવાની અનોખી પરંપરા ચાલી આવી રહી છે. તેમજ નવી પરણિત મહિલાઓ માતાજીને પહેરવેશ અર્પણ કરવાની લોક વાયકા છે.પોતાની બાધા આખડી રાખે તો તેમની તમામ મનોકામના માતાજી પૂર્ણ કરે છે.આ મંદિર સાથે લોકોની અનોખી શ્રદ્ધા જોડાયેલી છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Banaskanth, God, Hindu dharm, Hindu Temple

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन