Home /News /banaskantha /Deesa: મેમદપુર ગામની 9 વર્ષીય દીકરીએ કેન્સરગ્રસ્તો માટે પોતાના વાળ ડોનેટ કર્યા, હેર ડોનેટ કરનાર પ્રથમ બાળકી બની

Deesa: મેમદપુર ગામની 9 વર્ષીય દીકરીએ કેન્સરગ્રસ્તો માટે પોતાના વાળ ડોનેટ કર્યા, હેર ડોનેટ કરનાર પ્રથમ બાળકી બની

X
કેન્સરના

કેન્સરના દર્દીઓના મોઢાપર ખુશી જોવા બનાસકાંઠાની 9 વર્ષીય દીકરીએ વાળ ડોનેટ કર્યા.

વડગામ તાલુકાના મેમદપુર ગામમાં ત્રીજા ધોરણમાં ભણતી નવ વર્ષીય તૃષાબા બળદેવસિંહ રાઠોડે કેન્સર ગ્રસ્ત દર્દીઓના મોઢા પર ખુશી જોવા માટે પોતાના વાળ ડોનેટ કર્યા. 9 વર્ષીય તૃષાબા જિલ્લાની સૌથી નાની વયની વાળ ડોનેટ કરનાર બાળકી બન્યા છે.

Nilesh Rana, Banaskantha: વડગામના મેમદપુર ગામની ત્રીજા ધોરણમાં ભણતી તૃષાબા નામની નવ વર્ષીય દીકરી કેન્સર ગ્રસ્ત દર્દીઓના મોઢા પર ખુશી જોવા સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સૌ પ્રથમ  પોતાના માથાના વાળ હૈદરાબાદની હેર ડોનેશન નામની સંસ્થામાં ડોનેટ કર્યા. નવ વર્ષીય તૃષાબા કેન્સરગ્રસ્ત દર્દીઓ માટે વાળ ડોનેટ કરનાર જિલ્લાની સૌથી નાની વયની બાળકી બન્યા છે.

ભારત દેશમાં અનેક વ્યસનના કારણે કેન્સરના કેસોમાં વધારો થઈ રહ્યો છે.તેમજ અનેક લોકો મોતને ભેટી રહ્યા છે.તેમજ અનેક લોકો સારવાર હેઠળ છે. અને કેન્સર ગ્રસ્ત દર્દીઓને દવાની આડઅસરથી તેમના વાળ પણ ખરી જતા હોય છે. ત્યારે બનાસકાંઠાના વડગામ ના મેમદપુર ગામની 9 વર્ષની તૃષા બા બળદેવસિંહ રાઠોડ જે હાલ ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે.



તેમની નાની ને કેન્સર થયું હતું જેના કારણે કિમો થેરાપીના કારણે અને દવાની આડ અસરના કારણે તેમના વાળ ખરી જતા હતા.તે જોઈ 9 વર્ષની તુષાબાએ કેન્સર ગ્રસ્ત દર્દીઓને વાળ ડોનેટ કરવાનું વિચાર્યું હતું.



અને કેન્સર ગ્રસ્ત દર્દીઓના મોઢા પર ખુશી જોવા માટે તેને પોતાના માથાના વાળ મુંડન કરાવી હૈદરાબાદની હેર ડોનેશન નામની સંસ્થામાં ડોનેટ કર્યા છે.



નાનપણથી કેન્સર ગ્રસ્ત દર્દીઓને વાળ ડોનેટ કરવાનું સ્વપ્નું.

તૃષાબાને નાનપણથી જ ઈચ્છા હતી કે પોતાના વાળ ડોનેટ કરે પરંતુ ઉંમરની મર્યાદાના કારણે તે શક્ય થઈ શકે તેમ ન હતું. પરંતુ માતા પિતા સમક્ષ તૃષાબાએ આગ્રહ કરતા માતા-પિતાએ હૈદરાબાદની હેર ડોનેટ નામની સંસ્થાનો સંપર્ક  કરી વિગતો મેળવી હતી.



જે બાદ વાળ ડોનેટ કરી શકાય તે શક્ય બનતા માત્ર 9 વર્ષની ઉંમરે વાળ ડોનેટ કરનારી સૌથી નાની વયની દીકરી બન્યા છે તૃષાબા.



આ વાતની લોકોને જાણ થતા સૌ કોઈએ તેઓને અને તેમના પરીવારને બિરદાવી રહ્યા છે.



હૈદરાબાદની સંસ્થામાં જશે અને તેની વિગ બનશે અને આ વિગ મફત કેન્સર પીડિત સ્ત્રીઓને આપવામાં આવશે

હૈદરાબાદની સંસ્થા સાથે સંકળાયેલ તૃપલ પટેલે જણાવ્યું હતું.કે તૃષાબા નામની જે છોકરી છે. એ પોતાના તમામ હેર ડોનેટ કર્યા છે. એ હૈદરાબાદ હેર ડોનેશન સંસ્થામાં જસે અને સંસ્થા દ્વારા એ વાળ કંપનીમાં મુકવામાં આવે છે. અને ત્યાંથી હેર વીક બનાવી ને સમગ્ર ભારતમાં જેટલાં પણ કેન્સર પેશન્ટ છે એમને ફ્રી ઓફ પોસ્ટમાં આપવામાં આવશે. જેમાં ખાસ કરીને બહેનો આર્થિક પરિસ્થિતિ ખરાબ છે મોંઘી વીક લેવી પરિસ્થિતિ ન હોય તેવા લોકોને ફ્રીમાં હેર પોસ્ટમાં આપતા હોઈએ છીએ. સમગ્ર બનાસકાંઠા પહેલી એવી છોકરી છે. જે પોતાના તમામ વાળ મુંડન કરાવી ને હેર ડોનેટ કર્યા છે જે ખરેખર સરાહનીય છે.
First published:

Tags: Banaskanatha, Cancer, Child, Hair, Local 18