Home /News /banaskantha /Success story: MBA ભણેલા પણ 67 વર્ષનાં નવલબેન આગળ પાણી ભરે, દૂધ ભરીને બન્યા કરોડપતિ

Success story: MBA ભણેલા પણ 67 વર્ષનાં નવલબેન આગળ પાણી ભરે, દૂધ ભરીને બન્યા કરોડપતિ

X
બનાસકાંઠામાં

બનાસકાંઠામાં આ મહિલાએ સૌથી વધુ દૂધ ભરાવનાર નો ખિતાબ મળ્યો છે.

વડગામ તાલુકાનાં નગાણા ગામનાં નવલબેન દલસંગભાઇ ચૌધરીની ઉંમર 67 વર્ષ છે. છતા પણ 10 કલાક કામ કરે છે. તેમની પાસે નાના મોટા 200 પશુ છે. રોજનું 1000 લીટર દુધ ભરાવે છે. વર્ષે એક કરોડની આવક થાય છે. કંપનીનાં સીઇઓ કરતા વધુ કમાણી કરે છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Banas Kantha, India
Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લાનો મુખ્ય વ્યવસાય પશુપાલન અને ખેતી છે.આ જિલ્લામાં હજારો મહિલાઓ દૂધના વ્યવસાય થકી પોતાના પરિવારોનું ગુજરાન ચલાવી રહી છે. બનાસકાંઠા જિલ્લાની દરેક સમાજની મહિલાઓ દાતરડાના હાથા પર પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે.

આજે વાત કરીશું બનાસકાંઠાના વડગામ તાલુકાના નગાણા ગામમાં રહેતા નવલબેન દલસંગ ભાઈ ચૌધરી. તેમની હાલની ઉંમર 67 વર્ષ છે.તેવો અભણ છે.



જેઓ 2021ના વર્ષમાં બનાસ ડેરીમાં દૂધ ભરાવવામાં અવ્વલ રહ્યા છે. વર્ષ દરમિયાન તેમણે એક કરોડથી વધારે રૂપિયાની આવક માત્ર પશુપાલનમાંથી મેળવી છે.


પેટે પાટા બાંધી ત્રણ સંતાનને સરકારી નોકરી અપાવી

વડગામ તાલુકાના નગાણા ગામમાં રહેતા નવલબેન ચૌધરીએ માત્ર 15 થી 20 જેટલા પશુઓથી પશુપાલન વ્યવસાયની શરૂઆત કરી હતી.તેમણે કહ્યું હતું કે, વર્ષોથી તેમનો પરિવાર ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે.



નવલબેને પેટ પર પાટા બાંધી પોતાના ત્રણ બાળકોની માવજત સાથે રાત દિવસ કામ કરી આજે નવલબેન આ મંજિલ પર પહોંચ્યા છે. નવલબેનના ત્રણ દીકરા સરકારી નોકરી કરે છે અને તેમની પુત્રવધુ પણ સરકારી નોકરી કરે છે.



67 વર્ષની ઉંમરે 10 કલાક કામ કરે છે

નવલબેન પાસે નાના મોટા 200 જેટલા પશુઓ છે. 67 વર્ષની ઉંમરમાં પણ તેઓ અત્યારે સવારે વહેલા 5 વાગ્યે ઉઠે છે.દિવસના 10 કલાક કરતા પણ વધુ કામ કરે છે.


નવલબેન ચૌધરી એક દિવસમાં 900થી 1000 લીટર જેટલું દૂધ મંડળીમાં ભરાવે છે. વર્ષે રૂપિયા 1 કરોડ કરતા પણ વધુની આવક થાય છે.


સૌથી વધુ દૂધ ભરાવવાનો એવોર્ડ મળ્યો છે

નવલબેનનું માનવું છે કે, દરેક મહિલાઓએ કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરવી જોઈએ અને પશુપાલનનો વ્યવસાય એવો છે. જેમાં ધીરે ધીરે આવક વધતી જાય છે. પોતાનો પરિવાર પગભર થાય છે.



મહિલા આત્મનિર્ભર બને છે. બનાસડેરીમાં એક વર્ષમાં સૌથી વધુ દૂધ ભરાવી લાખોની કમાણી કરતા આ મહિલાને સૌથી વધુ દૂધ ભરાવવાનો એવોર્ડ પણ મળ્યા છે.
First published:

Tags: Animal husbandry, Banas dairy, Banaskanatha, Local 18, Milk Business