Home /News /banaskantha /ડીસા: 500 કરોડની સહાય મુદ્દે ગૌભક્તોનો વિરોધ, 101 ગૌભક્તોએ મુંડન કરાવ્યા

ડીસા: 500 કરોડની સહાય મુદ્દે ગૌભક્તોનો વિરોધ, 101 ગૌભક્તોએ મુંડન કરાવ્યા

ડીસામાં ગૌભક્તોનો મુંડન કરાવી વિરોધ

Banaskantha Cow Devotees: સરકારની 500 કરોડની સહાય મુદ્દે ડીસામાં ગૌભક્તોએ મુંડન કરાવી અનોખો વિરોધ નોંધાવ્યો, સમગ્ર રાજ્યમાં અત્યારે ગૌશાળા સંચાલકોનું આંદોલન ઉગ્ર બન્યું, સત્વરે 500 કરોડની સહાય ચુકવા માગ.

  બનાસકાંઠા: સરકારની 500 કરોડની સહાય મુદ્દે ડીસામાં ગૌભક્તોએ મુંડન કરાવી અનોખો વિરોધ નોંધાવ્યો છે. ગૌશાળાઓને 500 કરોડની સહાય આપવા મુદ્દે રાજ્યમાં છેલ્લા ધણા દિવસોથી ગૌભક્તો અને પાંજરાપોળનાં સંચાલકો આંદોલન કરી રહ્યા છે, ત્યારે આજે ડીસામાં 101 જેટલા ગૌભક્તોએ મુંડન કરાવી સરકાર સામે રોષ ઠાલવ્યો છે. ડીસામાં છેલ્લા તેટલાય સમયથી ગૌભક્તો ધરણાં ઉપર બેઠેલા છે, જ્યારે આપલો વિરોધ કરવા છતા પણ સહાન ન ચૂકવાતા આજે ગૌભક્તોએ મુંડન કરાવી અનોખો વિરોધ નોંધવ્યો છે. આશરે 101 જેટલા ગૌભક્તોએ મુંડન કરાવવાનું શરૂ કરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

  101 જેટલા ગૌભક્તોએ મુંડન કરાવી વિરોધ પ્રદર્શન કર્યું


  ગૌભક્તોએ વિરોધ નોંધાવી વહેલી તકે સહાયની ચુકવણી સરકાર સમક્ષ કરવા માગ કરી છે. જો આગામી ટૂંક સમયમાં જો સહાન ચૂકવવામાં નહી આવે તો આ વિરોધ વધારે ઉગ્ર બનશે તેવી ચિમકી પણ ઉચ્ચારી છે. સરકાર દ્વારા થોડા સમય પહેલા જ ગૌશાળાઓને 500 કરોડની સહાય આપવાની જાહેરાત કરવા આવી હતી. 500 કરોડની સહાય માટે ગૌભક્તો આંદોલન કરી રહ્યા છે.

  આ પણ વાંચો: નવરાત્રીમાં પ્રાઇવેટ ડિટેકટિવ હાયર કરવાનો ટ્રેન્ડ વધ્યો

  સહાય નહીં આપાય તો ઉગ્ર લડત ચાલું રાખવાની ચિમકી


  ઉલ્લખનીય છે કે, બનાસકાંઠાના ડીસા, રાધનપુરમાં સંચાલકોએ વિરોધ નોંધાવતા પાંજરાપોળમાંથી ગાયો છોડી હતી. આ વચ્ચે વિરોધ કરી રહેલા સંચાલકોની ઠેરઠેર અટકાયત થતા ગૌ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સહાય નહીં આપે ત્યાં સુધી ઉગ્ર લડત ચાલુ રાખવા ગૌ ભક્તોની ચીમકી ઉચ્ચારી હતી. ભાભરમાં પણ પાંજરાપોળની ગાયો સરકારી કચેરીઓમાં છોડી વિરોધ કરવામાં આવ્યો હતો. આ સાથે પાટણના સાંતલપુરમાં પણ ગૌભક્તોએ ગૌશાળાની ગાયો રોડ પર છોડી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો.

  આ પણ વાંચો: અમરેલીના સાંસદને આવ્યો યુવતીનો અશ્લીલ વીડિયો કોલ

  500 કરોડની સહાયની સરકારે જાહેરાત કરી હતી


  સમગ્ર રાજ્યમાં અત્યારે ગૌશાળા સંચાલકોનું આંદોલન ઉગ્ર બન્યું છે. સરકાર ગત માર્ચ માસમાં 500 કરોડની સહાયની જાહેરાત કરી હતી પણ હજુ સુધી આ સહાય રકમ ચુકવામાં આવી નથી. જેથી પશુપાલકો, ગૌભક્તો અને ગૌશાળા સંચાલકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. જો સરકાર દ્વારા સત્વરે 500 કરોડની સહાય ચુકવવામાં આવે તેના માટે રાજ્યમાં ઠેરઠર ગૌશાળાના સંચાલકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ પહેલા પણ ગૌશાળાના સંચાલકોએ સરકારી કચેરીઓમાં ગાયો છોડવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.
  Published by:Vimal Prajapati
  First published:

  Tags: ગુજરાત, બનાસકાંઠા

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन