આ ગામના 40 જેટલા યુવાનોએ તેમના બાપદાદાના 80 જેટલા વર્ષો જુના કુવા રિચાર્જ કર્યા
બનાસકાંઠા જિલ્લામાં મલાણાગામના યુવાનોનું અનોખું કાર્ય છે. પાણીની વિકટ સમસ્યાના સામનામાંથી મુક્ત થવા જળ સંચયનું અભિયાન શરૂ કર્યું છે. ગામના 40 જેટલા યુવાનોએ જુના કુવા રિચાર્જ કરવાનું સંકલ્પ લીધો હતો અને 80 જેટલા જુના કુવા રિચાર્જ કર્યા છે.
Nilesh Rana, Banaskantha: બનાસકાંઠાના મલાણા ગામમાં પાણીની વિકટ સમસ્યાને લઈને મલાણા ગામના 40 યુવાનોની ટીમે બાપ દાદાના સમયના જુના કુવા રિચાર્જ કરવાનું નક્કી કર્યું હતું અને રાત દિવસ એક કરી અને 80 જેટલા કુવા રિચાર્જ કરી અને વરસાદી પાણીને વહી જતું અટકાવી અને રિચાર્જ કુવા અભિયાનને સાર્થક કર્યું છે.
બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે પાણીની વિગત સમસ્યા સર્જાતી હોય છે અને બનાસકાંઠા જિલ્લાના અનેક ગામોમાં પાણીની મોટી સમસ્યા ઊભી થાય છે. આ પાણીની સમસ્યામાંથી બહાર નીકળવા માટે જિલ્લાના અનેક ગામડાના લોકો પાણી માટે આંદોલન કરતા હોય છે,ત્યારે પાલનપુર તાલુકાના મલાણા પંથકમાં પાણીની સમસ્યા એટલી હદે વિકેટ છે કે, પાણીના તળ પણ નીચા ગયા છે.
મલાણા તળાવ ભરવા માટે પશુપાલકોએ અને ખેડૂતએ બે બે વાર જળ આંદોલન કરવા પડ્યા હતા.જો કે સરકારે તો મંજૂરી આપી પરંતુ સરકારને ભરોસે બેસી રહેવાને બદલે ગામના 40 જેટલા યુવાનોએ જુના કુવા રિચાર્જ કરવાનું નક્કી કર્યું. સ્વ મહેનતથી આ યુવાનોએ દરેક ખેતરમાં જઈને જુના કુવા રિચાર્જ થાય તેવી જાત મજૂરીથી વ્યવસ્થા ગોઠવી અને જેના પરિણામે ચોમાસાનુ વહી જતું પાણી અને વરસાદી પાણીનો જૂના કૂવામાં રિચાર્જ કર્યું. જે બાદ પાણીનો સંગ્રહ થયો અને જેને લઈને પાણીના તળ ઊંચા આવવાની આશા બંધાઈ છે.
80 જેટલા જુના કૂવા રિચાર્જ કર્યા
પાલનપુરના મલાણા ગામના યુવાનોની મહેનત રંગ લાવી છે અત્યારે 80 જેટલા કુવા વરસાદી પાણીમાં રિચાર્જ થયા છે અને પાણીની અછત વચ્ચે કુવા રિચાર્જ થતા યુવા ખેડૂતો પણ ખુશ છે.રાત દિવસની મહેનત બાદ વરસાદી પાણીનું સારું પરિણામ મળ્યું છે અને તેમને પાણીના તળ ઊંચા આવવા લાવ્યા છે.
નવા કૂવા બનાવવા માટે 8 થી 10 લાખનો ખર્ચ
મલાણા ગામના યુવાનોને બાપ દાદાએ વારસામાં આપેલા જુના કુવાઓનો સદ ઉપયોગ કર્યો છે.નવો કુવો બનાવવા જઈએ તો આઠથી દસ લાખ રૂપિયાનો ખર્ચ થાય છે,ત્યારે આ યુવાનોને વિચાર આવ્યો કે,જુના કુવા રિચાર્જ કરીએ તો ફાયદો થશે અને નજીવા ખર્ચમાં કુવા રિચાર્જનું કામ પણ થઈ જાય છે, જેને લઈને યુવાનોએ એક અભિયાન હાથ ધર્યું અને 80 જેટલા કુવા રિચાર્જ કર્યા.
તેમજ આ ગામને મનરેગા અંતર્ગત અને માર્કેટયાર્ડ ની સહાયથી યુવાનોએ 80 જેટલા કુવા રિચાર્જ કર્યા છે. આ કુવા રિચાર્જ થવાથી ખેડૂતોને પાણીના તળ ઊંચા આવવાની આશા બંધાઈ છે અને પહેલા ચોમાસાનું પાક લેવાતો હતો. હવે આ રિચાર્જ કુવા થતા શિયાળા અને ઉનાળામાં પણ આ પાણીનો સંગ્રહ કામે આવશે.