Home /News /banaskantha /બનાસકાંઠા: ઉંબરી અને અરણુંવાડા ગામમાં બે સમાજના લોકો વચ્ચે જૂથ અથડામણ, 3 લોકોના મોત

બનાસકાંઠા: ઉંબરી અને અરણુંવાડા ગામમાં બે સમાજના લોકો વચ્ચે જૂથ અથડામણ, 3 લોકોના મોત

આ લોહીયાળ જૂથ અથડામણ દરબાર અને ઠાકોર વચ્ચે ગૌચર મામલે થઇ હતી.

Banaskantha Group Clash: બનાસકાંઠાના કાંકરેજના શિહોરી-અરણુવાડા નજીક જૂથ અથડામણ થતા બંને ગામડાઓમાં તંગદીલીનો માહોલ છવાઇ ગયો છે. આ અથડામણમાં 3 લોકોના મોત થયા છે ત્યાં જ 10 લોકો ઘાયલ થયા છે.

  બનાસકાંઠાના કાંકરેજના ઉંબરી અને અરણુંવાડા ગામના બે સમાજના લોકો વચ્ચે લોહીયાળ જૂથ અથડામણનો મામલો સામે આવ્યો છે. આ જૂથ અથડામણમાં ઘાયલ થયેલ વધુ એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ લોહીયાળ જૂથ અથડામણમાં બે લોકોના મોત બાદ અન્ય એક વ્યક્તિનું મોત થતાં મૃત્યુ આંક 3 ઉપર પહોંચ્યો છે. જૂથ અથડામણને લઈને એસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને કાંકરેજનું ઉંબરી અને અરણુંવાડા ગામ પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું છે. ગામમાં ફરી કોઇ અઘટીત ઘટના ન બને તે માટે બંને ગામમાં ચુસ્ત પોલીસ બંધોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

  બનાસકાંઠાના કાંકરેજના શિહોરી-અરણુવાડા નજીક જૂથ અથડામણ થતા બંને ગામડાઓમાં તંગદીલીનો માહોલ છવાઇ ગયો છે. આ અથડામણમાં 3 લોકોના મોત થયા છે ત્યાં જ 10 લોકો ઘાયલ થયા છે. આ લોહીયાળ જૂથ અથડામણ દરબાર અને ઠાકોર વચ્ચે ગૌચર મામલે થઇ હતી. કાંકરેજના ઉંબરીના વિજુભા બબાજી અને અરણુંવાડાના સોમજી ધારાસગજી ઠાકોરનું ઘટના દરમ્યાન મોત નીપજયુ છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે શિહોરી રેફરલ અન્ય લોકોને પાટણ ખસેડાયા ખસેડાયા છે. હાલમાં શિહોરી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ સ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે.  બીજી તરફ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના દેવચરાડી ગામે અલગ અલગ જ્ઞાતિના બે જૂથો વચ્ચે હિંસક અથડામણમાં એક યુવકની હત્યા કરાઇ છે. અન્ય ત્રણથી ચાર વ્યકિતને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં અગાઉના ઝઘડાના મનદુઃખના કારણે અથડામણ સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. ગામમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

  આ પણ વાંચો- અમદાવાદમાં માતાએ પૈસા ન આપતા કપાતર પુત્રએ વર્તાવ્યો અમાનુષી અત્યાચાર

  સુરેન્દ્રનગરનાં દેવચરાડી ગામે અથડામણમાં યુવકની હત્યા મામલે PIની આંતરિક બદલી કરી દેવાઇ છે. દેવચરાડી ગામે બે જૂથો વચ્ચે હિંસક અથડામણમાં અનુ.જાતિનાં એક યુવકની હત્યા થઈ હતી. જે મામલે ફરજમાં બેદરકારી દાખવનાર PI અને કોન્સ્ટેબલ વિરૂદ્ધ કાર્યવાહીની મૃતકના પરિવારજનોએ માગ કરી હતી. સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ દ્વારા મહિલા PI ટી. બી. હિરાણીની તાત્કાલિક અસરથી આંતરિક બદલી કરાઈ છે.
  Published by:rakesh parmar
  First published:

  Tags: Banaskantha, Gujarati news, ગુજરાત, જૂથ અથડામણ, બનાસકાંઠા

  विज्ञापन
  विज्ञापन