Home /News /banaskantha /Deesa: 12 પાસ ખેડૂતેને મધમાખીએ કર્યા માલામાલ, વર્ષે મેળવે છે લાખોની આવક

Deesa: 12 પાસ ખેડૂતેને મધમાખીએ કર્યા માલામાલ, વર્ષે મેળવે છે લાખોની આવક

X
આ

આ યુવાન મધમાખી ઉછેર કેન્દ્ર માંથી વર્ષે 35 થી 40 લાખની આવક મેળવી રહ્યો છે.

બનાસકાંઠાના યુવકે મધનું મબકલ ઉત્પાદન કરી લાખોની કમાણી કરી રહ્યા છે.સાત દિવસ બનાસડેરી માં તાલીમ મેળવી હતી, બાદ 2017માં મધમાખી ઉછેર કેન્દ્રની 10 બોક્સ થી શરૂ કરી હતી.અત્યારે સુધી મધમાખીના 900 બોક્સ થયા છે .

Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં ધોરણ 12 પાસ યુવકે મધનું મબલખ ઉત્પાદન કરીને નાણાં ઉપાર્જિત કરવાનો નવો રસ્તો શોધી કાઢ્યો છે. પ્રકાશભાઈ જાટ નામના યુવાને મધ ઉત્પાદનથી હાલ ઘરે બેઠા લાખો રૂપિયા કમાઈ રહ્યાં છે.આ ખેડૂતથી પ્રભાવિત થઈને અન્ય ખેડૂતોએ પણ મધના ઉત્પાદનનો વ્યવસાય શરૂ કર્યો છે.

બનાસકાંઠા જિલ્લા પર પછાત પણાનું ટેગ લાગેલું છે.પરંતુ આ પછાત માનવામાં આવતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો તેમનામાં રહેલી કોઠા સૂજ તેમને અન્ય જિલ્લાના ખેડૂતોથી અલગ તારવી રહી છે.અહી વાત છે ડીસા તાલુકામાં આવેલા શેરપુરા ગામના પ્રકાશભાઈ જાટની.



પ્રકાશભાઈએ 12 ધોરણ સુધી જ અભ્યાસ કર્યો

પ્રકાશભાઈ જાટે અભ્યાસ માત્ર ધોરણ 12 સુધી જ કર્યો છે. પરંતુ તેમનામા રહેલી પ્રતિભાના તે ધની છે.પ્રકાશભાઈ જાટ પોતાની સવા એકર જમીન પર ચીલાચાલુ ખેતી કરવાના બદલે અત્યારે મધમાખી ઉછેર કેન્દ્ર ચલાવી રહ્યા છે અને વર્ષે લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે.એશિયાની પ્રથમ નંબરની ડેરી એવી બનાસ ડેરીના સહયોગથી તેમને મધમાખી ઉછેર કેન્દ્ર શરૂ કર્યું હતું. બાદ પ્રકાશભાઇએ બનાસ ડેરીનો સંપર્ક કર્યો અને બનાસ ડેરીમાં મધમાખી ઉછેર કેન્દ્ર માટે સાત દિવસની તાલીમ લીધી.



35000 કિલો મધનું ઉત્પાદન કરે

પ્રથમવાર વર્ષ2017માં તેમને પોતાના ખેતરમાં મધમાખી ઉછેર કેન્દ્ર શરૂ કર્યું. શરૂઆતમાં પ્રકાશભાઇએ તેમના ખેતરમાં માત્ર 10 બોક્સલગાવ્યા હતા.અને ત્યારબાદ બીજા વર્ષે 2018માં આ બોક્સની સંખ્યા100 કરી દીધી.અને વર્ષે એક લાખ રૂપિયાના મધની આવક કરવા માંડ્યા.બસ ત્યારથી જ પ્રકાશભાઈને મધમાખી ઉછેર કેન્દ્રનો વ્યવસાય ફાવી ગયો અને ત્યારબાદ તો પ્રકાશભાઈ વર્ષે વર્ષે તેમના ખેતરમાં મધમાખીના બોક્સ વધારવા માંડ્યા અને અત્યારે તેમના ખેતરમાં મધમાખીના 900બોક્સ લગાવેલા છે અને તેના દ્વારા વર્ષે 35000 કિલો મધનું ઉત્પાદન કરી રહ્યા છે. પ્રકાશભાઈને આશા છે કે આગામી વર્ષમાં તેઓ વર્ષે આ ઉત્પાદન વધારીને 45 હજાર કિલો સુધી પહોંચાડી દેશે.



10 થી વધુ ખેડૂતોએ માર્ગદર્શન લઈ મધમાખી કેન્દ્ર શરૂ કર્યા

જમીન છે માત્ર સવા એકર અને આવક લાખ્ખો રૂપિયાની.અન્ય ખેડૂતો પણ તેમના આ વ્યવસાયથી પ્રભાવિત થયા છે. પ્રકાશભાઈના ખેતરમાં તૈયાર કરવામાં આવેલા મધમાખી ઉછેર કેન્દ્રની મુલાકાત લેવા માટે દૂર દૂરથી ખેડૂતો આવી રહ્યા છે અને પ્રકાશભાઈના મધમાખી ઉછેર કેન્દ્રની મુલાકાત લઈ 10 ખેડૂતોએ પણ પોતાના ખેતરમાં મધમાખી કેન્દ્ર શરૂ કર્યા છે અને સારી એવી આવક મેકવી રહ્યા રહ્યા છે.



અત્યાર સુધી 260 મેટ્રિક ટન જેટલું મધ એકત્રિત થયું

મધમાખી ઉછેર કેન્દ્રના માધ્યમથી લાખોની કમાણી કરી રહેલા પ્રકાશભાઈથી પ્રભાવિત થઈને અન્ય ખેડૂતો પણ મધમાખી ઉછેર કેન્દ્ર શરૂ કરવા પ્રેરાઈ રહ્યા છે. જિલ્લાના પ્રકાશભાઈ જાટ જે રીતે પોતાની નાનકડી જમીનનો સદુપયોગ કરીને વર્ષે લાખોની કમાણી કરી રહ્યા છે. પછાત બનાસકાંઠા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતની નિશાની છે.અને આવા પ્રગતિશીલ ખેડૂતોના ઉત્કર્ષ માટે બનાસડેરી પણ ઉમદા પ્લેટ ફોર્મ પૂરું પાડી રહી છે.અત્યાર સુધી 260 મેટ્રિક ટન જેટલું મધ એકત્રિત થયું.જેમાં અનેક પ્રકાર ના મધ જેમાં મસ્ટરાજ, સુવા, અજવાઇન, તલ, વરિયાળી, જેવા અલગ મધ એકત્રિત કર્યા. આ મધ અમૂલના બ્રાન્ડમાં તેમજ બનાસના પેકિંગમાં પણ થાય છે.બનાસડેરીના માર્ગદર્શનથી મધમાખી ઉછેર કેન્દ્રથી અન્ય ખેડૂતો પણ હાલ લાખો રૂપિયાનું કમાણી કરી રહ્યા છે.
First published:

Tags: Banaskantha, Farmers News, Honey bee farm, Local 18