Home /News /banaskantha /108 Emergency: 108 ના મહીલા કર્મચારીએ 2 કિ.મી. ચાલીને સફળ પ્રસુતી કરાવી, બચાવ્યો માતા અને બાળકનો જીવ

108 Emergency: 108 ના મહીલા કર્મચારીએ 2 કિ.મી. ચાલીને સફળ પ્રસુતી કરાવી, બચાવ્યો માતા અને બાળકનો જીવ

સમયસર 108 ને કોલ કરતા માતા અને બાળકનો જીવ બચ્યો હતો.

બનાસકાંઠા જિલ્લાના સુપરવાઈઝર નીતિન ગોરાદરા સાથે વાત કરતા જણાવ્યું હતું 108 ની ટીમ આ ડિલિવરીનો કેસ મળ્યો હતો અને જો સમયસર 108 ને કોલ કરતા માતા અને બાળકનો જીવ બચ્યો હતો અને બાળકનો ગળામાં નાળ જે વીંટળાઈ જવી તે ક્રિટીકલ  કેસ કહેવાય.

  કિશોર તુંવર, પાલનપુર: ગુજરાત સરકાર (Gujarat Govt) દ્વારા ચાલતી આરોગ્યલક્ષી નિશુલ્ક સેવા એટલે કે 108 એમ્બ્યુલન્સ (108 Ambulance) સેવા જે કોઈ પણ કટોકટીની પળોમાં દરેકના મોઢે યાદ આવતો એક જ નંબર એટલે 108 અને ડાયલ કરતાની સાથે ગણતરીની મિનિટોમાં 108 એમ્બ્યુલન્સ (108 Ambulance) અને તેમનો તાલીમબદ્ધ સ્ટાફ ઘટનસ્થળે હાજર થઈ જાય તેવી જ એક ઉત્તમ કામગીરીની વાત કરીએ તો આજે જલોત્રા 108ની ટીમને અંદાજે 1 વાગે છાપરા (વિરમપુર) ગામનો પ્રૂસુતી પીડાનો કોલ મળ્યો હતો.

  પ્રસુતિ પીડાનો કોલ મળતા જ તાત્કાલિક 108 ની ટીમના કર્મચારી EMT ખુશ્બુ બેન મનસુરી અને તેમના સાથી પાઇલોટ વિપુલ સિંહ તાત્કાલિક ઘટનસ્થળે જવા રવાના થઈ ગયા હતા. જોકે રસ્તામાં પહોંચતા દર્દીને જરૂરી માહિતી આપવા માટે તેમના સંબંધી સુરેશભાઈને ફોન કરતાં તેમણે જણાવ્યું હતુ કે, સાહેબ તમે જલ્દી આવજો દર્દીને વધારે તકલીફ છે અને એમ્બ્યુલન્સ દર્દી (ઘર) સુધી પહોંચી શકે તેમ નથી તેમ જણાવ્યું હતું.  108 ના એમ્બ્યુલન્સના તાલીમબદ્ધ પાઇલોટ વિપુલ સિંહ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તેમના કુશળતા ભર્યા ડ્રાઇવિંગના અનુભવથી તત્કલિક તે ગામ સુધી પહોંચી ગયા ત્યા જોતા માલૂમ પડયું કે ત્યાં રસ્તો સાંકડો અને બંને બાજુ બાવળના ઝાડ હોવાથી એમ્બ્યુલન્સ જઈ શકે તેવી પરિસ્થિતિ નથી છતાં પણ તેમણે તેમના સુપરવાઈઝરની પરવાનગી લઈને અંદાજે 2 કિમી સુધી 108 એમ્બ્યુલન્સ લઈ ગયા ત્યાર બાદ હજુ પણ ઘટના સ્થળ દૂર હતું અને ચાલીને જવુ પડે તેવી પરિસ્થિતિ હતી તો 108 ના મહિલા કર્મચારી અને તેમના સાથી પાઇલોટ વિપુલ સિંહ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર જરૂરી સાધનો જેવા કે ડિલિવરી કીટ, સ્પાઈન બોડ , વગેરે સાથે લઈને અંદાજે 2 કિમી સુધી ખરાબ રસ્તા પર ચાલીને દર્દી સુધી પહોંચ્યા હતા અને ત્યાં પહોંચતા દર્દી પીન્ટુ બેનને તપાસ કરતા માલુમ પડ્યું હતું કે, બાળકની અધૂરી ડિલિવરી થઈ હતી એટલે કે તેનું માથુ બહાર આવી ગયું હતું અને ગળાની ઉપર કોડ (નાળ) વિટલયેલી હતી.

  આ પણ વાંચો- રાજકોટમાં ધોધમાર વરસાદ વચ્ચે RMC એ સગર્ભા મહિલાઓની યાદી બનાવી

  108 ના મહિલા કર્મચારી (EMT) સમય સૂચકતા વાપરી અમદાવાદ સ્થગીત ડૉક્ટરની સલાહ મુજબ તે નાળને દુર કરી સફળ પ્રસુતી કરાવી હતી અને બેબીનો જન્મ થયો હતો અને ત્યાર બાદ આજુબાજુના માણસોની મદદ વડે દર્દી પીન્ટુ બેનને ખાટલામાં ૧૦૮ એમ્બ્યુલન્સ સુધી લાવ્યા હતા અને હૉસ્પિટલ જવા નીકળ્યા હતા અને બેબી નુ ઓકસીજન ઓછુ હોવાના કારણે બેબીને ઓકસીજન અને દર્દીને સારવાર આપી નજીકની વિરમપુર સરકારી હોસ્પિટલમાં લઇ ગયા હતા. અને તેમના પરિવારજનોએ 108 એમ્બ્યુલન્સ સર્વિસનો ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

  આ પણ વાંચો- દલેર મહેંદી ધરપકડ, પટીયાલા કોર્ટે બે વર્ષની સજા ફટકારી

  બનાસકાંઠા જિલ્લાના સુપરવાઈઝર નીતિન ગોરાદરા સાથે વાત કરતા જણાવ્યું હતું 108 ની ટીમ આ ડિલિવરીનો કેસ મળ્યો હતો અને જો સમયસર 108 ને કોલ કરતા માતા અને બાળકનો જીવ બચ્યો હતો અને બાળકનો ગળામાં નાળ જે વીંટળાઈ જવી તે ક્રિટીકલ  કેસ કહેવાય.
  Published by:rakesh parmar
  First published:

  Tags: 108 ambulance, 108 Emergency, 108 સેવા, Banaskantha, Gujarati news, Palanpur News

  विज्ञापन