પોતાનું સ્વપ્નનું એન્જિનિયર બનવાનું હતું પરંતુ આકસ્માતના કારણે બન્યો લેખક.
પાલનપુરના પાર્થ પટેલ 18 વર્ષની ઉંમરે અકસ્માતના કારણે 100 ટકા ડિસેબિલિટીનો ભોગ બની ગયો હતો. પરંતુ એક આંગળીનું ટેરવું જ કામ કરતુ હતું. આ ટેરવાની મદદથી લેપટોપના માધ્યમથી 3 પુસ્તક લખ્યા છે. પાર્થને કોમ્યુટર એન્જિનિયર બનવાનું હતું.
Nilesh Rana, Banaskantha: અડગ મનના માનવીને હિમાલય પણ ન નડે આ કહેવત તો તમે કદાચ સાંભળી જ હશે. પરંતુ બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના 100 ટકા ડિસેબિલિટીથી પીડાતા એક યુવકે આ કહેવતને સાર્થક કરી બતાવી છે.આ યુવકનું સ્વપ્નુ કોમ્યુટર એન્જિનિયર બનવાનું હતું,પરંતુ અકસ્માતનો ભોગ બન્યા બાદ આ યુવક લેખક બન્યો.અત્યાર સુધીમાં પાર્થ પટેલે 3 પુસ્તકો જાતે લખ્યા છે અને અન્ય લોકોને જીવન જીવવાની પ્રેણા આપી રહ્યો છે.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના રહેવાસી પાર્થ પટેલની ઉમર 30 વર્ષ છે. ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો.આ યુવક જન્મથી લઈ 18 વર્ષ સુધી સામાન્ય લોકોની જેમ જ પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યો હતો. પરંતુ તેના જીવનમાં 2010નું વર્ષ ગોઝારું વર્ષ બની ગયું હતું.
વર્ષ 2010માં એક સ્વિમિંગ પૂલમાં સહેલાણીએ ગયો હતો.જોકે સ્વિમિંગ પુલમાં આનંદ માણતા માણતા પાર્થ સ્વિમિંગ પુલમાં ડુબકી લગાવવા જતો હતો અને તેના ગળાના ભાગનો મણકો ડેમેજ થઈ ગયો અને 18 વર્ષની વયે પાર્થ 100 ટકા ડિસેબિલિટીનો ભોગ બની ગયો અને તે પોતાના શરીરનો સાથ છોડી બેઠો.
મેડિકલ ભાષામાં કહીએ તો સ્પાઇન કોડ ડેમેજ એરિયા દુર્ઘટના એ પાર્કનું કમર નીચેનું અંગ સાવ ચેતના હીન કરી દીધું અને હાથની હિંમત પણ છીનવી લીધી. ફક્ત એક આંગળીનું ટેરવું જ સામાન્ય હલનચલન કરી શકે. એટલી જ ચેતના એના ઉપરના અંગમાં રહી અને ચેતના જ એના જીવનનો નવો માર્ગ બની ગયો.
અકસ્માતનો ભોગ બન્યા બાદ પાર્થનું જીવન બેડથી વીલ ચેર અને વિલચેરથી બેડ વચ્ચે જ બની ગયું હતું. આવી પરિસ્થિતિમાં અનેક લોકો હિંમત હારી બેસતા હોય છે. પરંતુ પાર્થે આવી પરિસ્થિતિનો સામનો કરવા વાંચનનો શોખ ઊભો કર્યો અને ધીમે ધીમે તેને 500 થી વધુ પુસ્તકો વાંચી લીધા. આ પાર્થ પટેલેને એન્જિનિયર બનાવાનું સ્વપ્નું હતું.
એક આંગળીના ટેરવે 3 પુસ્તક લખ્યા
પાર્થ પટેલે પુસ્તકો વાંચ્યા બાદ પાર્થને લેખક બનવાનું વિચાર આવ્યો. પરંતુ આ પરિસ્થિતિમાં પાર્થ લખી કેવી રીતે શકે. જેના હાથ કોઈ કામના જ નથી રહ્યા. તે વ્યક્તિ લખવાનું કેવી રીતે વિચારી શકે.
પરંતુ પાર્થની એક આંગળીનું ટેરવું જે હલનચલન કરી શકતું હતું. તે ટેરવાને જ તેને કલમ બનાવી દીધી અને લેપટોપના સહારે તેને પોતાના લેખક બનવાના સપના તરફ આગળ ધપાવ્યું.
ફક્ત એક આંગળીના ટેરવા થકી આજ સુધીમાં પાર્થે 3 જેટલાં પુસ્તકો લખી નાખ્યા છે.જેમાં 108 આધ્યાત્મિક અને પ્રેરણાત્મિક વાર્તાઓ અને ત્રીજું વૈદ્ય-અવૈધ નવલકથા સ્વરૂપે પુસ્તક લખ્યું.જોકે પુસ્તકો લખી પાર્થ ફક્ત પોતાનો શોખ કે પોતાના જીવનનો સમય જ પસાર નથી કરી રહ્યો, પરંતુ આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે લોકો જ્યારે પરિવારનો બોજો બનતા હોય છે, તેવા સમયે આ પાર્થ પટેલ જીવન જીવવાની પ્રેણા બની રહ્યો છે.