આ યુવકે હળદર અને આદુની ખેતી માટે અદ્યતન સુવિધા ધરાવતું મશીન બનાવ્યું.
ખેડૂતો અધતન ટેકનોલોજી ધરાવતા મશીનરીના ઉપયોગ કરી ખેતીમાં ઝડપી ઉત્પાદન મેળવી સારી એવી કમાણી કરી શકે.તે માટે અદ્યતન ટેકનોલોજી ધરાવતા મશીનોના ઉપયોગ કરતા થયા છે.
બનાસકાંઠા: આજના આધુનિક યુગમાં ખેડૂતો પણ અદ્યતન સુવિધા ધરાવતા મશીનરી નો ઉપયોગ કરવા લાગ્યા છે. ત્યારે બનાસકાંઠાના ડીસામાં એક 26 વર્ષીય સંદીપભાઈ પંચાલ નામના યુવકે હળદર તેમજ આદુના પાકની વાવણી માટેનું અધતન સુવિધા ધરાવતું અનોખું મશીન બનાવ્યું છે.આ યુવક દ્વારા બનાવેલ આ મશીનની માંગ ગુજરાત સહિત અન્ય રાજ્યમાં ઉઠવા પામી છે. જાણીએ.
અત્યારના સમયમાં ખેડૂતો અધતન ટેકનોલોજી ધરાવતા મશીનરીના ઉપયોગ કરી ખેતીમાં ઝડપી ઉત્પાદન મેળવી સારી એવી કમાણી કરી શકે.તે માટે અદ્યતન ટેકનોલોજી ધરાવતા મશીનોના ઉપયોગ કરતા થયા છે. પરંતુ વર્ષો પહેલા ખેડૂતો આખો દિવસ તેમજ 2 દિવસ સુધી મહેનત કરતા ત્યારે બળદની મદદથી ખેતી કરતા હતા .
આધુનિક યુગમાં દિવસેને દિવસે વધતી જતી ટેકનોલોજીના કારણે ખેડૂતો પણ અધતન ટેકનોલોજીથી ખેતી કરવા તરફ વળ્યા છે. અને આધુનિક ટેકનોલોજીથી ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે. બનાસકાંઠાના ડીસા તાલુકાના રસાણા-મોટાં ગામના વતની સંદીપભાઈ વસંતભાઈ પંચાલ તેમની ઉમર માત્ર 26 વર્ષ છે.અને તેમને ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે.
સંદીપભાઈ પંચાલના પિતા વર્ષોથી ખેતીને લગતા અલગ અલગ પ્રકારના સાધનો બનાવતા હતા.પરંતુ છેલ્લા 10 વર્ષથી સંદીપભાઈ વધતી ટેક્નોલોજી ને ધ્યાને રાખી પોતાના કોઠા સૂઝથી અત્યારે અદ્યતન ટેકનોલોજી ધરાવતું ટર્મીરીક મશીન બનાવ્યું છે. જેનાથી હળદર અને આદુની ખેતી સરળતાથી અને ઝડપી થઈ શકે છે.
સાદા મશીનથી કઇ રીતે ખેતી કરતા અત્યારે આટર્મીરીક મશીનથી સુ ફાયદો જાણો.
પહેલા ખેડૂતો આદુ અને હળદરની ખેતી કરવા માટે સાદા મશીનનો ઉપયોગ કરતા હતા. જેમાં એક એકર આદુ અને હળદરની વાવણી કરવા માટે ત્રણ કલાકનો સમય લાગતો હતો. જેમાં એક મશીન પર પાંચ જેટલા લેબરની જરૂર પડતી હતી. ત્યારે અત્યારે સંદીપભાઈ પંચાલે પોતાની કોઠાસૂઝથી બનાવેલું ટર્મીરીક મશીન આ મશીનમાં હળદર અને આદુની ખેતી કરવામાં એક એકરમાં માત્ર દોઢ કલાક નો સમય થાય છે. તેમજ આ મશીન ઉપર માત્ર ને માત્ર એક જ માણસની જરૂર પડે છે.
આ યુવક દ્વારા બનાવેલ મશીન આ રાજ્યોમાં થાય છે સપ્લાય
ડીસાના ભોયણ પાસે આવેલાં જય અંબે એગ્રીકલ્ચરના સંદીપભાઈ પંચાલ દ્વારા બનાવવામાં આવેલ આ મશીન મહારાષ્ટ્ર, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, વેસ્ટ બંગાળ સહિત ગુજરાતમાં આ અધ્યતન ટેકનોલોજીથી સજ્જ ટર્મીરીક મશીન સપ્લાય કરવામાં આવે છે.