Cancer awareness: આ પ્રોજેક્ટ અમેરિકન ફોટોગ્રાફર સ્પેન્સર ટ્યુનિકનો નવીનતમ પ્રોજેક્ટ છે જેનો ઉદ્દેશ્ય ઓસ્ટ્રેલિયનોને નિયમિત ત્વચાની તપાસ કરાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
Health: વિશ્વભરમાં ધાતક (Cancer In world) બીમારીઓમાંથી એક છે. આ બીમારીના કેસોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. આ સંજોગોમાં નિષ્ણાંતો લોકોને સતત આ બિમારીના ઉકેલ અથવા તેના ઇલાજ માટે આંગળી ચીંધી રહ્યાં છે. કોઈપણ વ્યક્તિને ત્વચાનું કેન્સર થઈ શકે છે. ત્વચાના કેન્સર વિશે જાગૃતતા ફેલાવવા માટે 2,500 વોલન્ટીયરે બોંદી બીચ (Bondi Beach) પર નગ્ન અવસ્થામાં જોવા મળ્યા હતા. અમેરિકી ફોટોગ્રાફર સ્પેંસર ટ્યૂનિકે (Spencer Tunick) આ નવો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. ઓસ્ટ્રેલિયાના લોકો નિયમિતરૂપે ત્વચાની તપાસ કરાવે તે હેતુથી આ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે.
બીચ પર લોકો સામૂહિક રીતે નગ્ન થવાની મંજૂરી આપવા માટે કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો હતો. વર્લ્ડ કેન્સર રિસર્ચ ફંડ અનુસાર સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ઓસ્ટ્રેલિયામાં લોકો ત્વચાના કેન્સરથી પિડાઈ રહ્યા છે. 70 વર્ષની ઉંમર સુધીમાં ત્રણમાંથી બે લોકોનું નિદાન કરવામાં આવે છે.
ચેરિટી સ્કિન ચેક ચેમ્પિયન્સ દ્વારા નેશનલ સ્કિન કેન્સર એક્શન વીકનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક સમય અનુસાર, 3:30 વાગ્યે બીચ પર વાતાવરણ ખૂબ જ ઠંડુ હતું અને વરસાદ થઈ રહ્યો હતો. તેમ છતાં ત્વચાના કેન્સર અંગે જાગૃતતા લાવવા માટે લોકો બીચ પર એકઠા થયા હતા.
રોયટર્સે વિશ્વ પ્રસિદ્ધ આર્ટિસ્ટ ટ્યુનિકના આધાર પરથી જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, તેમને ત્વચાના કેન્સર અંગે જાગૃતતા લાવવા માટે સમ્માનિત કરવામાં આવ્યા છે. ઉપરાંત શરીરની સુરક્ષા અંગે જાગૃતતા લાવવા માટે તક મળી છે. જો ત્વચાના કેન્સરની યોગ્ય સારવાર આપવામાં ન આવે તો મેલાનોમા છ અઠવાડિયામાં જીવલેણ બની શકે છે. જો સારવાર ન કરવામાં આવે, તો મેલાનોમા શરીરના અન્ય ભાગોમાં ફેલાઈ શકે છે.
77 વર્ષીય બ્રૂસ ફિશરે AFPને જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, મેં મારું અડધુ જીવન સૂર્યપ્રકાશમાં પસાર કર્યું છે અને મારી પીઠ પરના હાનિકારક મેલાનોમા દૂર થઈ ગયા છે. મને લાગી રહ્યું છે કે, આ એક સારો ઈલાજ છે અને મારા શરીરની સુરક્ષા થાય તે માટે મને બોંદી બીચ પર નગ્ન થવું પસંદ છે.
સ્પેંસર ટ્યુનિક વિશ્વપ્રસિદ્ધ ફોટોગ્રાફર છે અને સામૂહિક નગ્નતાના ફોટોઝ ક્લિક કરવાના માસ્ટરમાઈન્ડ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર