આણંદના મોગરી ગામનાં હિરેન પટેલે લોકડાઉન સમયનો સદુપયોગ કરી સ્વહસ્તે જીપ, ટ્રેકટર, જીસિબી,મીની બાઇક, મીની ટ્રેકટર બનાવી આજે પોતાના અનુકળતા પ્રમાણે ઉપયોગમાં લઇ રહ્યા છે.
Salim chauhan, Anand: આજના યુગમાં સતત આધુનિક ઉપકરણો સાધનોનો માણસો ઉપગમા લઈ રહ્યા છે.જેના કારણે નવા અને આધુનિક સાધનોનો તેઓને ફાયદો થાય. પરંતું બીજી બાજૂ મોધવારી પણ એક સમસ્યા સાબિત થઈ રહી છે.પરંતુ કહેવાય છેને કે જો માણસ ધારે તો બધુ શક્ય થઈ જાય. તેવું જ કામ આણંદના મોગરી ગાનના હિરેન પટેલે કરી બતાવ્યું છે.તેઓએ ઘરે જ અનેક સાધનો બનાવ્યા છે. જેનો ઉપયોગ તેઓ પોતાના નીજી જીવનમાં કરી રહ્યા છે.
આણંદ જિલ્લાનાં મોગરી ગામમાં રહેતા હિરેન પટેલે માત્ર 12માં ધોરણ સુધીનો અભ્યા કર્યો છે. તેઓએ પરિસ્થિતિ અનુરૂપે આવળત મુજબ અભ્યાસ બાદ ભણતર પડતું મૂકી વ્યવસાય અને ખેતી માં જોડાઈ ઘર પરિવારને મદદ કરે છે. હિરેન પટેલ કંઈ નવું કરવામાં માને છે. તેઓએ અવનવા પ્રયોગ કરી પોતાના ઘરે જ લોકડાઉનના સમયનો સદ્ઉપ્યોગ કરી તેમને ટ્રેકટર,જીપ,જીસીબી, બાઇક, જેવી વસ્તુઓ બનાવમાં સફળ પણ રહયાં હતા.
આણંદના મોગરી ગામનાં હિરેન પટેલે લોકડાઉન સમયનો સદુપયોગ કરી જીપ, ટ્રેકટર, જીસિબી, મીની બાઇક, મીની ટ્રેકટર બનાવી આજે પોતાના ઘરના કામ કાજમાટે વાપરી રહ્યા છે.હિરેન ભાઈ જાતે ખેડૂત પ્રેમી છે અને તેઓ ખેડૂતો માટે કંઈક નવું કરી આપવામાટે અલગ અલગ સ્ટાઈલો અને પદ્ધતિ અપનાવી અવનવા સાધનો બનાવવાનો પ્રયત્ન કરતા રહે છે.તેવી જ રીતે તેઓએ નાના સાધનોના એન્જિનનો ઉપ્યોગ કરી સ્કૂટર, ટ્ર્ક્ટર, અને ટ્રોલી બનાવી છે.
સ્કૂટરનાં એન્જિનને ટ્રેકટરમાં ફીટ કરીને એક ટ્રેકટર અને ટ્રોલી પણ બનાવી અને પોતાન ખેતરમાં ઉપયોગ પણ કરી રહ્યા છે. આજ રીતે વેસ્ટ પલસર બાઇકના એન્જિમાંથી એક નાની ઓપન જીપ પણ બનાવી છે. આ જીપ બનાવવામાં તેઓને 6 મહિનાનો સમય લાગ્યો હતો.આ જીપનું બોડી કામ પોતે કર્યું છે.સાથે સાથે તેઓએ વિવિધ નાના મોટા સાધનો જેમ કે નાની ટ્રેક્ટર, વગેર સાધનો બનાવ્યા છે.
આ સાધનો બનવાની મુખ્ય હેતુ હિરેનભાઈનો એવો પણ છે કે આપડે જો આવા ઇનોવેટીવ રીતે કંઈ પ્રયોગ કરતા રહીએ તો આપડા જીવનમાં ઘણું ખરું શીખવા મળે અને આ સાધનો આપડા પરિવારમાં ઉપયોગી બને અને કામમાં લેવાય.આમ હિરેન ભાઈ આજે ચાર વર્ષ વિતિગયા આ સાધન બનાવયાનાં તો પણ ઉપયોગ કરી રહ્યા છે. આ સાધનો બનવા પાછળ હિરેન ભાઈને 60 હજાર રૂપિયાનો ખર્ચ થયો હતો. જેમા તેઓએ બોડી નાં ભાગ નાં પાતરા અને બીજી અનેક વસ્તુ નો ઉપયોગ કર્યો હતો.
હિરેન ભાઈ દ્વાર અનેક સાધનો બનવા આવ્યા છે જેમાં જીપ, ટ્રેકટર, નાનું જીસીબી, નાનું બાઇક, અને પવન ચક્કી જેનાથી એક લાઈટ પણ ચાલવી શકાય છે. ઓછું ભણેલા હોવા છતાં તેઓએ પોતાની સુઝબુઝથી આવા અનેક કામ કરી લોકો માટે પ્રેરણા રૂપ બન્યા છે. હિરેન ભાઈ પટેલે જણાવ્યું કે જો આપડે સમય નો સદઉપયોગ કરીએ અને તેમાં મનન લગાવી ને મહેનત કરીએ તોહ સફળતા જરૂર મળે અને આ સાધનો તેમને તેમના સોખ માટે બનાવ્યા હતા જેનો તેવો આજે પણ ભરપૂર ફાયદો મેળવી રહયા છે.અને આવનારા દિવસો માં હજુ અનેક આવા પ્રોજેકટ પર કામ કરી કંઈ નવું બનાવી ઘર વપરાશમાં કામ લાગે તેવું કરશે.