વિદેશ જતા પેહલા લોકો અહીંયા જમવાનુ બનવાનુ તાલીમ મેળવે છે.
છેલ્લા 12 વર્ષથી હિરલ બેન પટેલ અવનવી વાનગી બનાવતા મહિલા પુરુષ બંન્ને ને શીખવી રહ્યા છે.હિરલ બેન પટેલ તેઓના માતાના મકાનમાં કે.બી કુકિંગ ક્લાસ ચલાવી રહ્યા છે.કુકિંગ શીખવા અનેક સ્ટુડન્ટ આવે છે.દિવસના 2 કલાક સમયમાં ચાર જેટલી રેસિપી બનાવી તાલીમાર્થી ને તાલીમ આપવામાં આવે છે.
આણંદ: શહેરમાં જીવનદીપ સોસાયટીમાં રહેતા ધોરણ દસ પાસ હિરલ બેન પટેલ જેઓ કે.બી. કૂકીંગ ક્લાસિસનો વ્યવસાય કરે છે. તેઓ આ ક્લાસિસ થકી લોકોને અલગ અલગ પ્રકારના રેસીપી બનાવતા શીખવે છે.ગુજરાતી પંજાબી ઇટાલિયન મેક્સિકન સાઉથ ઇન્ડિયન જેવી અલગ અલગ પ્રકારની રેસિપી અંગેની રસોઈ પ્રેમી ને તાલીમ પણ આપે છે. વિદ્યાર્થીઓને તાલીમ આપી પોતાનું ગુજરાન ચલાવે છે.
આણંદ જિલ્લો એન.આર.આઈ તરીકે ઓળખાય છે, ત્યારે અહીંયાના લોકો વિદેશમાં વસવાટ કે અભ્યાસ કરવા માટે અવાર નવાર જતાં હોય છે. જેમાં તેવોને સૌથી વધારે તકલીફ વિદેશમાં જમવાની પડતી હોય છે ત્યારે તેમાં ઘણા લોકો પહેલાથી આ બધું શીખવા માટે ક્લાસ કરતા હોય છે.
વિદેશમાં જતા લોકોને જમવા માટે અને બનાવવામાં કોઈ તકલીફ ના પડે તેના માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. આણંદમાં આવેલી કે.બી. કુકિંગ ક્લાસિસ આવેલું છે. છેલ્લા 12 વર્ષથી હિરલ બેન પટેલ અવનવી વાનગી બનાવતા મહિલા પુરુષ બંન્ને ને શીખવી રહ્યા છે.હિરલ બેન પટેલ તેઓના માતાના મકાનમાં કે.બી કુકિંગ ક્લાસ ચલાવી રહ્યા છે.કુકિંગશીખવા અનેક સ્ટુડન્ટ આવે છે.દિવસના 2 કલાક સમયમાં ચાર જેટલી રેસિપી બનાવી તાલીમાર્થી ને તાલીમ આપવામાં આવે છે.
આ કુકિંગ કોર્ષની ફી 8 હજાર જેટલી રાખવામાં આવી છે. જેમાં તેઓ સ્વ ખર્ચે બધો સામાન લાવી 10 -10 લોકોના ગ્રુપ બનાવી અલગ અલગ સમયે 2 કલાકની ફૂકિંગ માટેની તાલીમ આપે છે. અત્યાર સુધીમાં તેઓ 800 જેટલા લોકોને કુકિંગની તાલીમ આપી ચૂક્યા છે.
આ ક્લાસિસ એક મહિનાના હોય છે જેમાં દરરોજ બે કલાકના સમયમાં ચાર જેટલી રેસીપી હિરલ બેન બનાવતા શીખવે છે , આમ 120 પ્રકારની અલગ અલગ રેસીપી એક મહિનાની તાલીમમાં શીખવે છે. જેમાં ગુજરાતી, પંજાબી, ચાઇનીઝ, ઇટાલિયન, મેક્સિકન,સાઉથ ઇન્ડિયન રેસીપીનાં ફૂલ સર્ટિફાઇડ કોર્ષનો હોય છે.
હાલ આ કુકિંગ કોર્ષ થકી હિરલ બેન આત્મનિર્ભર બનાય છે, અને વર્ષે 2થી3 લાખ રૂપિયાની પાર્ટ ટાઈમમાં કમાણી પણ કરી રહ્યા છે. હિરલબેન સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે જો મહિનામાં આવી રેસિપી કે વાનગી બનાવવાની આવડત હોય તો તે આત્મનિર્ભર બની શકે છે અને આ રીતે પોતાની વ્યવસાય સ્થાપી આવક મેળવી શકે છે.