Home /News /anand /Anand: પશુપાલન સાથે મહિલા કરે છે મશરૂમની ખેતી, 2 હજાર મશરૂમ બેગમાંથી વાર્ષિક આટલી આવક મેળવે

Anand: પશુપાલન સાથે મહિલા કરે છે મશરૂમની ખેતી, 2 હજાર મશરૂમ બેગમાંથી વાર્ષિક આટલી આવક મેળવે

X
મશરૂમ

મશરૂમ ની ખેતી નાં વેસ્ટ કચરાને પશુ નાં ઊત્તમ ખોરાક માટે ઉપયોગ કરી શકાય છે.

આણંદનાં અજરપુરા ગામની ગાયત્રીબેન પટેલ પશુપાલન સાથે મશરૂમની ખેતી કરી રહ્યાં છે. બે હજાર બેગમાંથી વર્ષે પાંચ લાખની આવક મેળવી રહ્યાં છે. પશુપાલન સાથે મશરૂમની ખેતી કરી બમણી આવક મેળવી રહ્યાં છે.

Salim chauhan,Anand: મશરૂમનો ઉપયોગ હવે હોટલો, રેસ્ટોરંટ અને ઘરેલું લીલા શાકભાજીમાં વપરાશ સારા એવા પ્રમાણમાં વધવા લાગ્યો છે. જેમાં ખાસ કરીને સૂપમાં, પંજાબી શાકભાજીમાં, સલાડમાં, પુલાવમાં, પકોડા – પીઝામાં તેમજ સેન્ડવીચમાં પણ મશરૂમનો વપરાશ થવા લાગ્યો છે. આમ હાલમાં મશરૂમની વાનગીઓ આરોગવી એ એક ફેશન છે. ત્યારે પશુપાલક લોકો પણ આવા વ્યવસાય થકી આવક મળી રહે તે હેતુ થી આજે ગુજરાતભરનાં જિલ્લામાં મશરૂમની ખેતી કરતા થયા છે.

આણંદ જિલ્લાનાં અજરપુરા ગામ ખાતે રહેતા ગાયત્રીબેન પટેલ છેલ્લા 7 વર્ષ કરતા વધારે સમયથી પશુ પાલન વ્યવસાય સાથે જોડાયેલા છે અને તેવો વંશ ડેરી ફાર્મમાં દુધાળા પશુ પણ રાખે છે. તેમજ પશુપાલન વ્યવસાયમાં ગાયત્રીબેન સવારે અને સાંજે પોતાના સમય ફાળવતા હોય છે ત્યારે બપોરનાં સમયનો સદુપયોગ થાય અંને નવી રોજગારીની તક ઊભી થાય તેવા હેતુ થી આ વર્ષે તેમને પશુપાલન ફાર્મની જગ્યા પર જ એક ગોડાઉનમાં ઓએસ્ટર મશરૂમની 2 હજાર બેગો લગાવી ખેતીની શરૂઆત કરી છે.

આ રીતે મશરૂમની ખેતીની શરૂઆત કરી

ઑયેસ્ટર મશરૂમ ની ખેતી ગાયત્રીબેન એટલા માટે કરી છે કેમ કે તેવો પાસે પશુનાં વંશ ફાર્મમાં થોડી જગ્યા ખાલી હતી અને તેમાં એક ગોડાઉન હતું. બપોરના સમય પર નવરા બેઠા તેમને એક વિચાર આવ્યો કે, સમય અને જગ્યાનો સદઉપયોગ જો કરવામાં આવે તો મશરૂમ જેવી ખેતી પશુપાલન વ્યવસાય સાથે કરી શકાય અને તેમાંથી પણ આવક ઊભી કરી શકાય.

આમ તેવો એ ઈન્ટરનેટ અને યૂટ્યુબ જેવા માધ્યમનો સહારો લઇ મશરૂમની ખેતી માટે ઘણી માહિતી એકત્રિત કરી. જેમાં અક્લેશ્વરનાં ખોડીયાર મશરૂમ ફાર્મ કંપનીનાં સંપર્કમાં આવ્યા, ત્યાર બાદ મહાલક્ષ્મી ફાર્મા કંપનીની બાય બેક પોલિસી હેઠળ ઓએસ્ટેર મશરૂમની ખેતીની શરૂઆત કરી હતી.

વેસ્ટનો પશુનાં ઘાસચારામાં ઉપયોગ કરવામાં આવે

આજે ગાયત્રીબેનનાં ડેરી ફાર્મમાં દૂધનાં વ્યવસાય સાથે ઓયેસ્ટર મશરૂમની ખેતી પણ કરવામાં આવે છે અને બંને વ્યવસાય એક બીજાના પૂરક પણ ગણવામાં આવે છે જેમ કે, મશરૂમમાંથી નીકળ્યો વેસ્ટનો ઉપયોગ પશુનાં ઘાસચારા માટે પણ કરી શકાય છે. મશરૂમની બેગમાં પરાળ હોય છે એટલે કે ઘાસનો ઉપયોગ કરવામાં આવે છે. તેને જો થોડા સમય માટે પાણીમાં આથવામાં આવે તો તે એક સારો ખોરાક પણ પશુ માટે ગણવામાં આવે છે અને આમ ઓએસ્ટેર મશરૂમની બેગનાં વેસ્ટનો ઉપયોગ પણ પશુનાં ઘાસ ચારામાં કરી શકાય છે.

બે હજાર બેગમાંથી વર્ષે પાંચ લાખની આવક

ગાયત્રીબેન પટેલે જણાવ્યું હતું કે, ખેડૂત મિત્રો જો પશુપાલન વ્યવસાયમાં જોડાયેલા હોય અને પોતાનi જગ્યામાં બે ગણી આવક મેળવો માગતા હોય તો પશુપાલન સાથે ખર્ચને પહોચી વાળવા અને જગ્યાનો સદઉપયોગ અને સમયનો સદુપયોગ કરી મશરૂમની ખેતી કરી શકાય છે અને આ બમણી આવક પણ લઈ શકાય છે.મશરૂમની ખેતીમાં પણ વેલ્યુ એડીશન કરવામાં આવે તો તેમાંથી પણ ઘણા પ્રોડક્ટ બનાવી લોકલ વ્યવસાય વિકસાવી શકાય છે. જેમાં મશરૂમનો પાઉડર,મશરૂમની સુગર ફ્રી મીઠાઈ, મશરૂમને ભાખરી,મશરૂમનાં પાપડ, આમ અનેક વેલ્યુ એડીશન કરી આવક પણ મેળવી શકાય છે. બે હજાર મશરૂમની બેગમાથી વર્ષે અંદાજિત પાંચ લાખ જેટલી મળી રહે છે.

ઓઈસ્ટર મશરૂમની ખેતી આ રીતે શક્ય છે

ઓઈસ્ટર મશરૂમની ખેતી પણ બંધ રૂમમાં યોગ્ય ભેજ અને તાપમાન ઊભુ કરી સરળતાથી કરી શકાય છે.ઓયસ્ટર મશરૂમ એ 20° થી 30° સે. તાપમાનની વચ્ચે વધારે ઉત્પાદન આપે છે. ઘઉં, ડાંગરનું પરાળ વગેરે પર સહેલાઈથી ઉગાડી શકાય છે. આ મશરૂમને પોલીથીન બેગ, નાયલોન નેટ, બાસ્કેટ ટ્રે વગેરેમાં સરળતાથી ઉગાડી શકાય છે. આ મશરૂમને સુકવીને ઓરડાના તાપમાને એક વર્ષ સુધી સંગ્રહી શકાય છે. એક માસના ટુંકા ગાળામાંજ તેનો પાક લઈ શકાય છે
First published:

Tags: Anand, Farmer in Gujarat, Local 18

विज्ञापन