Salim Chauhan, Anand: આણંદ વિદ્યાનગર ખાતે યોજાયેલ ચારુતર વિદ્યા મંડળ આયોજિત જ્ઞાનોત્સ્વ મેગા ઇવેન્ટમાં અનેક પ્રોજેક્ટનું પ્રદર્શન યોજાયું હતું. જેમાં એમ.બી. આઇ.ટી. કોલેજનાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી વંનશીકા ગુપ્તા, સાક્ષી બ્રમભટ્ટ, વિનીત ટેજવાંની અને પ્રોફેસર સુનીત પરમારનાં માર્ગદર્શન હેઠળ પ્રોજેક્ટ બનાવમાં આવ્યો હતો.
આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ પાર્કિંગની સમસ્યાનું શહેરી વિસ્તારમાં વધતી સમસ્યા સામે નિરાકરણ મળી શકે તે માટે આ પ્રોજેક્ટ પસંદ કરવામાં આવ્યો હતો. જેનાથી અત્યારના સમયમાં મોટા શહેરમાં વકરતી જતી ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાને ધ્યાનમાં રાખીને તથા તેમાં ટેકનોલોજીનો સારામાં સારી રીતે ઉપયોગ કરી આ સમસ્યાનો ઉકેલ થઈ શકે છે. કોઈ પણ મોટા મોલ કે મૂવી થિયેટર રેલ્વે સ્ટેશન જાહેર સ્થળો પર આડેધડ પાર્કિંગનાં કારણે લોકોને તકલીફ પડતી હોય છે.
ત્યારે પ્રોજેક્ટ થકી સમસ્યાનો ઉકેલ મળે માટે સેન્સર બેઝ ટેકનોલોજી ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં મોબાઈલમાં એક એન્ડ્રોઇડ એપ્લિકેશન બનાવામાં આવી છે. જેનો ઉપયોગ કરીને લોકો એડવાન્સમાં પાર્કિંગની જગ્યા નક્કી કરી શકે છે અને તેનો સમય નક્કી કરી શકે છે.
કેટલો સમય પાર્ક કરવી છે? કેટલા વાગ્યે પાર્ક કરવી છે? તેવી સુવિધા મળે માટે આ પ્રોજેક્ટ બનાવાયો છે. આમ સમયનો પણ બચાવ થશે. તેનું લાગતું નોટીફિકેશન મોબાઈલ ફોનમાં મેળવી શકાય છે.
પ્રોજેકટનો કોલેજ કેમ્પસમાં અમલીકરણ કરાશે
પ્રોજેકટ પ્રોફેસર સુનિત પરમારનાં માર્ગદર્શન હેઠળ બનાવમાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ હેઠળ વિદ્યાર્થીને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી હેઠળ ચારુતર વિદ્યા મંડળ યુનિવર્સિટી દ્વારા ગ્રાન્ટ આપવામાં આવી છે. આવનારા દિવસો કોલેજનાં કેમ્પસ ખાતે અમલીકરણ કરાશે.વિદ્યાર્થીને પ્રોત્સાહન મળે તે માટે બે ફેઝમાં ગ્રાન્ટ આપવામાં આવી છે. જેમાં પેહલા પ્રોજેક્ટનાં મોડેલ માટે 3500 રૂપિયા અને બીજા ફેઝ માટે 30 હજાર રૂપિયા પોતાના કેમ્પસમાં એમલીકરણ માટે આપવામાં આવ્યા છે.
વિવિધ જગ્યાએ ઉપયોગી થઇ શકે
વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટને જો મંજૂરી મળે તો રેલ્વે સ્ટેશન, સિનેમા હોલ અને માર્કેટ મોલમાં ખુબ ઉપયોગી બની શકે છે અને ટ્રાફિક નિવારણની સમસ્યામાં સુધારો થઇ શકે છે. આવનારા સમયમાં આ પ્રોજેક્ટનાં અમલીકરણ કરવામાં આવે તો પ્રોજેક્ટને સોલાર બેઝ બનાવમાં આવશે, જેથી વીજળીની બચત થશે.