આ સંસ્થા નિશુલ્ક રીતે 19 જિલ્લા માં સેવા પૂરી પાડે છે.
આણંદમાં નેચર હેલ્પ ફાઉન્ડેશન દ્વારા વન્યજીવને બચાવવાની કામગીરી કરવામાં આવે છે. સંસ્થા દ્વારા સાપ સહિતના વન્ય પ્રાણીનું રેસ્ક્યુ કરી સુરક્ષિત જગ્યાએ છોડી મુકવામાં આવે છે. હાલ સંસ્થા સાથે 22 હાજર લોકોજોડાયેલા છે.
Salim Chauhan, Anand: નેચર હેલ્પ ફાઉન્ડેશન સંસ્થા દીપડો,મગર,પક્ષી,સાપ અને અન્ય પશુ-પક્ષીને બચાવનું કામ કરે છે.આ સંસ્થાનાં પ્રેસિડેન્ટ રાહુલ સોલંકી છે. આજના સમયમાં પશુ -પક્ષી માટે જગ્યા ઓછી થવા લાગી છે, જેનાં કારણે તેવો માનવ વસ્તીમાં ખોરાકની શોધ માટે આવી ચડે છે. સંસ્થા વન્યજીને બચાવી સુરક્ષિત જગ્યા પર છોડી તેનો જીવ બચાવાનું કાર્ય કરે છે.
સંસ્થા સાથે 22 હજાર લોકો જોડાયેલા
સંસ્થાની શરૂઆતમાં 87 લોકો જોડાયા હતા. આજે હજારો લોકો આ સંસ્થામાં નિસ્વાર્થ પણે સેવા આપે છે. આણંદમાં વર્ષ 2008થી નેચર હેલ્પ ફાઉન્ડેશનની શરૂઆત થઈ હતી. જેમાં રાહુલ સોલંકીએ સંસ્થા શરૂ કરી હતી. આ સંસ્થા આજે 19 જિલ્લામાં કાર્યરત છે અને સંસ્થા સાથે આજે 22 હાજર લોકો જોડાયેલા છે. આ સંસ્થા છેલ્લા પંદર વર્ષ કરતા વધારે સમયથી નિ:શુલ્ક કામ કરે છે અને વન્યજીવ વિશે લોકોને પૂરતી સમજ આપે છે.આ સંસ્થા જિલ્લાભરમાં નિ:શુલ્ક સેવા પૂરી પાડે છે.
સાપ સહિતનું રેસ્ક્યુ કરે છે
વોલેટિયર ટીમ દ્વારા ઝેરી સાપ અને જગલી પ્રાણીનાં રેસ્ક્યુ કરી પ્રાકૃતિક આવાસમાં છોડી દે છે. સંસ્થામાં આણંદના યુવાન અલ્પેશભાઈ પરમાર છેલ્લા 15 વર્ષથી 24 કલાક પ્રાણીની સેવા કરે છે અને 35 કરતા વધારે ડોગની સેવા કરે છે. તેને ખોરાક આપે છે અને સાર સંભાળ રાખે છે.આ સંસ્થા દ્વારા વિદ્યાર્થીને માહિતગાર કરવા અવેરનેસ પ્રોગ્રામ ચાલવામાં આવે છે, જેમાં જગલ સંપતિ, વન્યજીવનાં બચાવ, ગ્રીન એફેક્ટ જેવા વિષયો પર વિદ્યાર્થીને સમજણ આપે છે.
લોકો શોખ પૂરો થતા ડોગ મૂકી જાય
આણંદ જિલ્લાભરમાં લોકો ડોગ,બિલાડી જેવા પશુને ઘરે રાખતા હોય છે અને તેની માવજત કરતા હોય છે,ત્યારે વિદેશ જતાં લોકો શોખ પૂરો થઈ જાય ત્યારે સંસ્થાનો સંપર્ક કરી પાછાં મૂકી જતા હોય છે.આ સંસ્થા ડોગને સંસ્થાનાં કેમ્પસમાં રાખી તેને સારવાર પૂરી પાડે છે અને રોજ ખોરાક આપવામાં આવે છે.