Home /News /anand /Anand: શિયાળો પૂરો થાય પછી તિબેટિયનો શું કરે છે? આવી છે જીવનશૈલી

Anand: શિયાળો પૂરો થાય પછી તિબેટિયનો શું કરે છે? આવી છે જીવનશૈલી

X
તિબેટિયન

તિબેટિયન લોકો હિમાચલ જેવા પ્રદેશમાંથી ગુજરાત ભરમાં ગરમ કપડાં વેચવા આવે છે.

ગુજરાતમાં શિયાળાના પ્રારંભ થી લઈ શિયાળાના અંત સુધી ઠેર ઠેર તિબેટિયન ગરમ કપડા ખેંચતા નજરે પડે છે. પરંતુ તેમની રહેણી કહેણી, ખાનપાન, શિક્ષણ, વ્યવસાય, વતન જેવી બાબતોથી લોકો અજાણ છે.વર્ષમાં 6 માસ ગરમ કપડાનો વ્યવસાય કરે છે

Salim chauhan, Anand: આણંદ શહેરમાં છેલ્લા 30 વર્ષ કરતા વધુ સમયથી તિબેટિયન બજાર ભરાય છે અને લોકો ગરમ કપડાં ખરીદવા આ બજારમાં આવતા હોય છે.સામાન્ય રીતે લોકો ગરમ કપડાં ખરીદવા પૂરતો જ સબંધ રાખતા હોય છે. પરંતુ આ તિબેટિયન લોકો ક્યાંથી આવે છે? અને કયા જાય છે ? તેવી બાબતોથી લોકો અજાણ હોય છે.

તિબેટિયન લોકો શિયાળામાં ગરમ કપડાંનું વેચાણ કર્યા બાદ હિમાચલ પ્રદેશનાં કાગરાં,બીર, શિમલા, ધર્મશાળા અને દેહરાદુન જેવા વિસ્તારમાં પરત ફરતા હોય છે. અહી પરત ફરી મજૂરીકામ તેમજ ગરમ કપડાં બનવાનું કામ કરતા હોય છે.



ઓક્ટોબર થી ફેબ્રુઆરી સુધી ગુજરાતભરમાં ધામા નાખે

ગુજરાતમાં શિયાળાની શરૂઆત થતાં જ તિબેટિયન લોકોનાં ઠેર ઠેર બજાર ભરવા લાગે છે. ઓક્ટોબરથી ફેબ્રુઆરી મહિના સુધી તિબેટિયન લોકો અહીંયા રોકાય છે અને ગરમ કપડાંનું વેચાણ કરે છે.



શિયાળાની સીઝન પત્યા બાદ ક્યાં કપડાંનું વેચાણ કરે છે

ગુજરાતમાં ઠંડી ઓછી થાય એટલે તિબેટિયન લોક હિમાચલનાં અલગ અલગ વિસ્તારમાં પહોંચી જાય છે. અહી કુલ્લુ, મનાલી, લેહ, લદાખ, શિમલા, ધર્મશાળા જેવા શહેરમાં માર્ચથી એપ્રિલ મહિના સુધી દુકાન રાખી ગરમ કપડાંનું વેચાણ કરે છે.



તિબેટિયન લોકો છ મહિના આ વ્યવસાયમાં વિતાવે

ગુજરાતમાં ચાર મહિના ગરમ કપડાંનો વ્યવસાય કર્યા બાદ હિમાચલ પ્રદેશમાં ઠંડનું પ્રમાણ હોય છે અને પ્રવાસી આવતા હોય છે.



માટે તેવો હિમાચલ પ્રદેશના અલગ અલગ શહેરોમાં માર્ચ એપ્રિલમાં ગરમ કપડાંનો વ્યવસાય કરે છે, આમ છ મહિના ગરમ કપડાં વ્યવસાયમાં વિતાવે છે.

ગુજરાતથી પરત ફર્યા બાદ શું કામ કરે છે

તિબેટિયન લોકો છ મહિના ગરમ કપડાં વ્યવસાયમાં વિતાવ્યા બાદ ખેતમજૂરી, હોટેલ કામ,ખાણીપીણીનાં વ્યવસાય તેમજ ઘરમાં વસાવેલા મશીનથી હાથ ગુથણનું કામ કરે છે. જેમાં પગના મોજા, મફલર, ટોપી અને ગરમ કપડાં બનાવે છે.



ઉચ્ચ અભ્યાસ માટે અન્ય રાજ્યોમાં જાય

તિબેટિયન લોકો ઉચ્ચ અભ્યાસ માટે અન્ય રાજ્યોમાં જાય છે અને તેમના બાળકો તિબેટિયન ચિલ્ડ્રન વિલેજ સ્કૂલમાં અભ્યાસ કરે છે,જેમાં ધોરણ 12 સુધીનો અભ્યાસ પોતાના વતનમાં કર્યા બાદ ઉચ્ચ અભ્યાસ માટે બનારસ, બેંગલોર, જેવા શહેમાં જતાં હોય છે.



તિબેટિયન યુવતીએ ગોલ્ડ મેડલ જીત્યો

વર્ષ 2018માં મહારાજા સૈયાજી રાવ યુનિવર્સીટીમાં તેંજી ડોલમાં નામની તિબેટિયન યુવતીએ હિસ્ટ્રીનાં વિષયમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

ખોરાક શું ખાવાનું પસંદ કરે છે

તિબેટિયન લોકો મીઠી વસ્તુ ઓછી ખાય છે. તેવો ગરમ મસાલાદાર વસ્તુ વધારે પસંદ કરે છે. તેમની ચા પણ અલગ પ્રકારની હોય છે. જેને બટર ટી પણ કેહવાય છે. તેમજ મંચાઉં સૂપ અને મોમોઝ જેવી વસ્તુ ખાવાનું પસંદ કરે છે. આ ઉપરાંત પંજાબી ખાવાનું પસંદ કરે છે.



રમત ગમત કેવી પસંદ છે

તિબેટિયન લોકો ફૂટબોલ, બાસ્કેટબોલ,તાશ, શૉમેન જેવી રમત રમવાનું પસંદ કરે છે. આ ઉપરાંત હિન્દી ફિલ્મ જોવાનું પણ પસંદ કરે છે.
First published:

Tags: Anand, Clothes, Local 18, Tibet, Winter