Home /News /anand /Weekly weather forecast: ખેડૂતો અને પશુપાલકો આ આગાહી વાંચી લે

Weekly weather forecast: ખેડૂતો અને પશુપાલકો આ આગાહી વાંચી લે

આગામી પાંચ દિવસ દરમ્યાન, આણંદ જીલ્લામાં હવામાન

આણંદ કૃષિ હવામાન શાસ્ત્ર વિભાગ દ્વારા સલાહ બુલેટિન તૈયાર કરવામાં આવે છે. આ કૃષિ સલાહ બુલેટિનમાં ખેડૂતના ઉભા પાક માટે ખાસ પ્રકારનું સલાહ બુલેટિન અને ખેડૂત લક્ષી માહિતી આપવામાં આવે છે

Salim chauhan, Anand: ભારત મૌસમ વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ દરમિયાન આણંદ જિલ્લામાં હવામાન સૂકું અને ઠંડુ તથા આકાશ ચોખ્ખું રહેવાની સંભાવના છે. મહત્તમ તાપમાન 30 થી 32 ડિગ્રી લઘુત્તમ તાપમાન 15 થી 17 ડીગ્રી સે. તથા હવામાં ભેજનું પ્રમાણ 14 થી 47 ટકા રહેવાની શક્યતા છે, પવનની સરેરાશ ઝડપ 6 થી 15 કિમી/કલાક તેમજ પવનની દિશા મોટેભાગે ઉત્તર-પૂર્વ તરફ રહેવાની શક્યતા છે.

તારીખ 12 ફેબ્રુઆરી થી 18 ફેબ્રુઆરી 2023 દરમિયાન ગુજરાત વિસ્તારમાં મહત્તમ તાપમાન સામાન્ય (31.50 સે.) અને લઘુત્તમ તાપમાન પણ સામાન્ય (13.70 સે.) રહેવાની સંભાવના છે.

ખેડૂતોએ શુ કાળજી લેવી?

હવામાન સુકું અને ખુલ્લું રહેવાની શક્યતા હોવાથી ઉભા પાકોમાં જરૂરિયાત મુજબ હળવું પિયત આપવું. ઉભા પાકોમાં ભલામણ મુજબ ખાતરો આપવા.રોગ-જીવાતના ઉપદ્રવના નિયંત્રણ માટે પાક નિરીક્ષણ કરી પાક સંરક્ષણના પગલા લેવા.પરિપક્વ પાકોની કાપણી કરી તેને ખુલ્લા હવામાનમાં સુકવણી માટે મૂકવો.ઉનાળુ પાકની વાવણી માટે છાણીયું ખાતર નાખી જમીનની તૈયારી કરવી.

પશુપાલકોએ શું કાળજી લેવી?



શિયાળાની ઋતુમાં અતિશય ઠંડા સીધા પવનથી રક્ષણ માટે પશુઓને શેડમાં બાંધવા અને કંતાનનાં કોથળાનો ઉપયોગ કરવો.ઠંડીમાં પશુઓને રાત્રે ખુલ્લામાં ના રાખવા. નાના વાછરડાને પવનથી રક્ષણ આપવું.સવાર સાંજ સુકો ચારો આપવો. પીવા માટે હુંફાળું પાણી આપવું. ખરવા-મોંવાસાની રસી મુકાવવી.પશુઓને આહારમાં યોગ્ય માત્રામાં પ્રોટીન તેમજ અન્ય ખનિજ દ્રવ્યો આપવા જે પશુઓને ઠંડીથી સુરક્ષિત રાખવામાં ઉપયોગી બને છે.
First published:

Tags: Anand, Local 18, Weather forecast

विज्ञापन