Home /News /anand /Anand: ચરોતરના ખેડૂતોને ખેત સિંચાઈ માટે નહીં મળે પાણી, કડાણા ડેમમાંથી આટલા દિવસ પાણી છોડવા પર લાગી બ્રેક
Anand: ચરોતરના ખેડૂતોને ખેત સિંચાઈ માટે નહીં મળે પાણી, કડાણા ડેમમાંથી આટલા દિવસ પાણી છોડવા પર લાગી બ્રેક
માર્ચ, એપ્રિલ, મે, જુન એમ કુલ 86 દિવસ સુધી પાણી નહી આપાવાનો નિર્ણય
આજથી 86 દિવસ માટે સિંચાઇના પાણી માટે બ્રેક વાગી છે. ચરોતરની ખેતી જેના પર નિર્ભર છે તેવા કડાણા ડેમમાંથી આજથી સિંચાઇ માટે પાણી બંધ કરાયું છે. હાલ વણાકબોરી વિયર જેના પર નિર્ભર છે તે કડાણા ડેમમાં 56.84% જેટલુ જ પાણી છે.
Salim chuahan, Anand:ઉનાળાની હજુ તો શરૂઆત પણ નથી થઈ તેવામાં આગામી દિવસોમાં પાણીની રામાયણ સર્જાય તો નવાઈ નહીં રહે. આજથી 86 દિવસ માટે સિંચાઇના પાણી માટે બ્રેક વાગી છે. સિચાઈની નહેરો ખાલીખમ થઈ જશે. ચરોતરની ખેતી જેના પર નિર્ભર છે તેવા કડાણા ડેમમાંથી આજથી સિંચાઇ માટે પાણી બંધ કરાયું છે. હાલ વણાકબોરી વિયર જેના પર નિર્ભર છે તે કડાણા ડેમમાં 56.84% જેટલુ જ પાણી છે. જે આગામી દિવસોમાં પીવાના પાણી માટે વપરાય તે હેતુસર ખેતસિચાઈમાં આ પાણી પર બ્રેક વાગી છે.
સિંચાઈના પાણી પર બ્રેક:કડાણા ડેમમાંથી આગામી ત્રણ મહિના સુધી સિંચાઈ માટે પાણી નહીં મળે, ડેમમાં હાલ 57 ટકા પાણીનો જથ્થો
ચરોતરની ખેતી જેના પર નિર્ભર છે તેવા કડાણા ડેમમાંથી આજથી સિંચાઇ માટે પાણી બંધ કરાયું છે. હાલ વણાકબોરી વિયર જેના પર નિર્ભર છે તે કડાણા ડેમમાં 56.84% જેટલુ જ પાણી છે. જે આગામી દિવસોમાં પિવાના પાણી માટે વપરાય તે હેતુસર ખેતસિચાઈમાં આ પાણી પર બ્રેક વાગી છે.માર્ચ, એપ્રિલ, મે, જુન એમ કુલ 86 દિવસ સુધી પાણી નહી આપાવાનો નિર્ણય
ચરોતરના ખેડૂતોને આ વર્ષે ઉનાળુ પાક માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે તેવી શક્યતા છે.
ખાસ કરીને પાણી માટે ખેડૂતોને વલખા મારવાની સ્થિતિ ઊભી થશે. અલનીનોની અસરના કારણે વરસાદ ખેંચાય તો ખેડૂતો પર મહાસંકટ આવે તેવી સંભાવના છે. સિંચાઇ માટે હાલ પાણી પર કાપ મૂકી દેવાયો છે. કડાણા ડેમમાંથી સિંચાઈ માટે પુરુ પડાતુ પાણી આજથી એટલે કે 20 માર્ચથી બંધ કરાયું છે. માર્ચ, એપ્રિલ, મે, જુન એમ કુલ 86 દિવસ સુધી પાણી નહીં આપવાનો નિર્ણય લેવાયો છે. જેના કારણે મોટાભાગે આ ડેમ પર આધારિત ખેતીને અસર થશે.
કડાણા ડેમમાં આજ રોજ 20મી માર્ચના લેવલ પ્રમાણે જોઈએ તો હાલ આ ડેમમાં 56.84% પાણીનો જથ્થો છે. જેમાંથી અમદાવાદ, સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારમાં પીવાનું પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે. તો બીજી બાજુ કડાણા ડેમમાં ગત વર્ષે આ સમયગાળામાં પાણી 401.01 ફીટ પર હતું.
જે ચાલુ વર્ષે આ સમયગાળામાં 399.05 ફીટ પર છે. એટલે કે 1.96 ફીટનો ઘટાડો નોંધાયો છે. અમદાવાદ, સૌરાષ્ટ્રને પીવાના પાણી પર કોઈ અસર નહીં પડે તેવું જાણવા મળ્યું છે. પરંતુ આમ ને આમ જો પાણીનો વેડફાટ થશે તો આગામી વર્ષોમાં જળસંકટ સર્જાય તો નવાઈ નહીં રહે.15 જૂન પછી નહેરોમાં પાણી છોડવામાં આવશે.
જિલ્લામાં ખેડૂતોએ ઉનાળુ ખેતી બાજરી, ડાંગર, કઠોળ, શાકભાજી સહિત અન્ય ખેતી પાકના વાવેતર કરવા તૈયારી કરી છે. મહી સિંચાઇ વિભાગ દ્વારા ત્રણ માસ સુધી નહેરોમાં પાણી નહીં છોડવાનો નિર્ણય કરાયો છે. જેના કારણે ખેડૂતોને મોંઘાદાટ કુવાના પાણી લઈને ખેતીપાક બચાવવાનો વારો આવ્યો છે.
સિંચાઇ વિભાગના અધિકારીઓ પાસેથી મળતી માહિતી મુજબ આગામી 20મી માર્ચથી નહેરોમાં પાણી છોડવાનું બંધ કરી દેવામાં આવશે. આ સમય દરમિયાન નહેરોમાં લીકેજ, મરામત, ગરનાળાનું સમારકામ વગેરે કામગીરી હાથ ધરાશે. 15 જૂન પછી નહેરોમાં પાણી છોડવામાં આવનાર છે.