આણંદનો શરમજનક કિસ્સો: ધો-10માં નાપાસ કરવાની ધમકી આપી લંપટ શિક્ષકે વિદ્યાર્થિની પર આચર્યું દુષ્કર્મ
આણંદનો શરમજનક કિસ્સો: ધો-10માં નાપાસ કરવાની ધમકી આપી લંપટ શિક્ષકે વિદ્યાર્થિની પર આચર્યું દુષ્કર્મ
લંપટ શિક્ષકની ધરપકડ
Vidyanagar school teacher: પીડિત યુવતી વિદ્યાનગરના ભાઈકાકા સ્ટેચ્યૂ નજીક આવેલી એક સ્કૂલમાં અભ્યાસ કરે છે. આ શાળામાં ફરજ બજાવતા દર્શન સુથારની પોલીસે વિદ્યાર્થીના પર દુષ્કર્મ આચરવાના ગુનામાં ધરપકડ કરી છે.
આણંદ: વિદ્યાનગરમાં ગુરુ અને શિષ્યના સંબંધને લાંછન લગાડતો એક બનાવ સામે આવ્યો છે. અહીં એક શિક્ષકે ધોરણ-10માં નાપાસ (Fail) કરવાની ધમકી આપીને એક વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું છે. બનાવ બાદ શહેરમાં ચકચાર જાગી છે. પોલીસે લંપટ શિક્ષકની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. મળતી માહિતી પ્રમાણે આરોપી એક અંગ્રેજી માધ્યમથી શાળામાં શિક્ષક (English medium school) તરીકે ફરજ બજાવે છે. શિક્ષકે પીડિત યુવતીને ધોરણ-10ની પરિક્ષામાં નાપાસ કરવાની ધમકી આપીને અવાર-નવાર દુષ્કર્મ (Rape) આચર્યું હતું. આ મામલે વિદ્યાનગર પોલીસે (Vidyanagar police) વધારે તપાસ આદરી છે.
કેસની વધારે વિગત જોઈએ તો પીડિત યુવતી વિદ્યાનગરના ભાઈકાકા સ્ટેચ્યૂ નજીક આવેલી એક સ્કૂલમાં અભ્યાસ કરે છે. આ શાળામાં ફરજ બજાવતા દર્શન સુથારની પોલીસે વિદ્યાર્થીના પર દુષ્કર્મ આચરવાના ગુનામાં ધરપકડ કરી છે. વિદ્યાર્થિનીની ફરિયાદ પ્રમાણે લંપટ શિક્ષકે ગત 20મી માર્ચના રોજ તેણીને સ્કૂલ ખાતે બોલાવી હતી. જ્યાં કોમ્પ્યુટરના વિષયમાં નપાસ કરવાની ધમકી આપી હતી. આ ઉપરાંત જો પાસ થવું હોય તો તે કહે તેમ કરવાની જણાવ્યું હતું.
વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું
લંપટ શિક્ષકે વિદ્યાર્થિનીને પાસ થવું હોય તો તે કહે તેમ કરવાનું જણાવ્યું હતું. જે બાદમાં નરાધમ શિક્ષકે અડપલાં શરૂ કરી દીધા હતા અને વિદ્યાર્થિનીની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. વાત અહીંથી અટકી ન હતી. બાદમાં લંપટ શિક્ષક ધમકી આપીને વિદ્યાર્થિનીને અલગ અલગ જગ્યાએ બોલાવતી હતો અને મરજી વિરુદ્ધ સંબંધ બાંધતો હતો.
એટલું જ નહીં, લંપટ શિક્ષકે વિદ્યાર્થિનીને આ વાત કોઈને ન કહેવાનું જણાવ્યું હતું. જો આવું કરશે તો તેના પરિવારના લોકોને જીવથી મારી નાખવાની ધમકી આપી હતી. સતત દુષ્કર્મ અને ધમકીથી ત્રાસીને વિદ્યાર્થિનીએ આખરે આ વાત પોતાના પરિવારના લોકોને જણાવી હતી. જે બાદમાં વિદ્યાનગર પોલીસ મથકે આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
ગુરુ-શિષ્યના સંબંધને કલંક લગાડતા આ કિસ્સાએ આખા શહેરમાં ચર્ચા જગાવી છે. લંપટ શિક્ષક પર ચારેતરફથી ફીટકાર વરસી રહી છે. લંપટ શિક્ષકને બરાબરનો પાઠ ભણાવવાની માંગ ઉઠી રહી છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર