Home /News /anand /Anand: ખેડૂતો હવે આ કોલ્ડ સ્ટોરેજમાં શાકભાજીનો લાંબા સમય સુધી સંગ્રહ કરી શકશે,કોલ્ડ સ્ટોરેજની આ છે વિશેષતા, જૂઓ Video

Anand: ખેડૂતો હવે આ કોલ્ડ સ્ટોરેજમાં શાકભાજીનો લાંબા સમય સુધી સંગ્રહ કરી શકશે,કોલ્ડ સ્ટોરેજની આ છે વિશેષતા, જૂઓ Video

X
ખેડૂત

ખેડૂત પાકનો સંગ્રહ કોલ્ડ સ્ટોરેજ માં કરી સારી આવક મેળવી શકશે.

આણંદની વિધાનગર સંસ્થા S.p.r.e.r.i. એ ખેડૂતોના શાકભાજી જેવા પાકોના સંગ્રહ માટે એક સરળ ઉપાય શોધી કાઢ્યો છે.શાકભાજીનાં સંગ્રહ માટે સોલાર સંચાલીત કોલ્ડ સ્ટોરેજ બનાવ્યું છે. જેમાં 10 કિલોનું સોલાર સેટઅપ છે.

Salim chauhan, Anand: આણંદ શહેરનાં વિધાનગરમાં આવેલ સરદાર પટેલ રીન્યુએબલ એનર્જી રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (s.p.r.e.r.i) નાં સોલાર વિભાગની ટીમ દ્વારા એક ખાસ પ્રકારના કોલ્ડ સ્ટોરેજનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનો ખેડૂત મિત્રોને ફાયદો થઈ શકે તેમ છે. આ કોલ્ડ સ્ટોરેજને ખેતરનાં નાનાં એવા ભાગમાં રાખી શાકભાજી જેવા પાકનો સંગ્રહ કરી શકાય તેમ છે. આ કોલ્ડ સ્ટોરેજમાં વીજળીની પણ જરૂર પડતી નથી. આખું યુનિટ સોલાર પર ચાલે તે રીતે નિર્માણ કરવામાં આવ્યું છે. આ કોલ્ડ સ્ટોરેજમાં લાંબા સમય સુધી કેળાં, બટાકા જેવા પાકનો સંગ્રહ કરી સાર ભાવે વેચાણ કરી નફો પણ ખેડૂત લઈ શકે છે.



આ કોલ્ડ સ્ટોરેજ કંઈ રીતે કામ કરે જાણો



આ કોલ્ડ સ્ટોરેજ પીવી પેનલ અને થર્મલ બેકઅપ પર ચાલે છે. એટલે કે, આ યુનિટ માટે કોઈ વિદ્યુત સપ્લાઇની જરૂર રહેતી નથી. આ નિર્માણ કરેલા સ્ટોરેજ યુનિટની કેપેસિટી 5 હજાર કિલોની છે. જેમાં શાકભાજી જેવા પાકોનો સંગ્રહ કરી સકાય છે. તેમજ આ કેપેસીટીને અનુરૂપ તેની સાથે 10kw નું સોલાર પેનલ સેટઅપ કનેક્ટ કરેલું છે.


જેમાં સોલાર પેનલ પ્લાન્ટની જનરેટ થતી વીજળીની મદદથી 2.1 Tr, nu એક કંપ્રેસેર ઓપરેટ થાય છે. આ કમપ્રેસરની મદદથી કોલ્ડ સ્ટોરેજનું ટેમ્પ્રેચર 5 ડિગ્રી સેલસિયસ સુધી જાળવી શકાય છે. આમ દિવસ દરમિયાન કે સૌર ઊર્જા કલાક દરમિયાન સોલાર પીવી પેનલ માંથી મળતી વીજળી પર સ્ટોરેજનું ટેમ્પ્રેચર પણ જાળવી શકાય છે.



વાદળ છાયા વાતાવરણમાં પણ કામ કરશે



આ કોલ્ડ સ્ટોરેજ રાત્રિ નાં સમય કે વાદળ છાયા વાતાવરણમાં પણ ચાલવી શકાય છે. જેમાં ટેમ્પરેચર જળવાઈ રહે તે માટે એક થર્મલ બેકઅપ યુનિટનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ થર્મલ બેકઅપ યુનિટ સૌર ઉર્જાનાં કલાકો દરમિયાન ચાલતા કોમ્પ્રેસરની મદદથી થર્મલ યુનિટ બરફ બનાવી તેનો સંગ્રહ કરે છે અને આ સંગ્રહ કરેલા બરફની મદદથી 5 હજાર કિલોનું કોલ્ડ સ્ટોરેજ 20 થી22 કલાક સુધી ચાલવી શકાય છે.


 

કાચા કેળા, બટાકા વગેરે સંગ્રહ કરી શકાય



આ કોલ્ડ સ્ટોરેજનો ઉપયોગ જો ખેડૂત મિત્રો કરતા થાય હોય ખેતીમાં ટેક્નોલોજીનાં મદદથી કાચા કેળા, બટાકા, સંગ્રહ કરી સારા ભાવ મેળવી શકે છે અને જાતે વેપાર પણ કરી શકે છે. આ કોલ્ડ સ્ટોરેજમાં વીજળી વગર ચાલતું હોવાથી તેમાં મુકેલ પાકને લાંબા ગાળા સુધી સંગ્રહ કરી શકાય છે અને તેની ગુણવત્તા પણ જાળવી શકાય છે. આ કોલ્ડ સ્ટોરેજમાં વીજળીનો ખર્ચ પણ નહિવત છે એટલે સ્ટોરેજ પાછળ કોઈ વીજળીનો ખર્ચ પણ નથી થતો.

First published:

Tags: Anand, Farmers News, Local 18

विज्ञापन