Home /News /anand /આણંદ: ભીડ એકઠી કરવા માટે કોંગ્રેસે પૈસાના કવર વહેંચ્યા? વીડિયો થયો વાયરલ

આણંદ: ભીડ એકઠી કરવા માટે કોંગ્રેસે પૈસાના કવર વહેંચ્યા? વીડિયો થયો વાયરલ

પૈસાના કવરની વહેંચણી કરતાં હોય તેવો વીડિયો વાયરલ

ભરતસિંહ સોલંકી ઉમેદવારી ફોર્મ ભરવા ગયા હતા તે સમયનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે

ઘનશ્યામ પટેલ, આણંદ: આણંદ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકી ઉમેદવારી ફોર્મ ભરવા ગયા હતા તે સમયનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં કોંગ્રેસના કાર્યકરો બાઇક સવારોને રૂપિયાના કવર આપતાં નજરે પડે છે.

ભરતસિંહ સોલંકી ઉમેદવારી ફોર્મ ભરવા ગયા હતા, ત્યારે તેની સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસના સમર્થકો અને બાઇક સવાર યુવાનો જોડાયા હતા. આ દરમિયાન કોંગ્રેસના કાર્યકરો દ્વારા બાઇક સવાર યુવાનોને રૂપિયા આપવામાં આવ્યા હતા. જે વાયરલ થયેલાં વીડિયોમાં જોઇ શકાય છે.



આ પણ વાંચો: ગુજરાતના 40 લાખ પરિવારોને વાર્ષિક 72 હજારની સહાયનો લાભ મળશે : અમિત ચાવડા

વીડિયોમાં જોઇ શકાય છે કે રૂપિયાના કવર લેવા માટે કેવી પડાપડીનો મહોલ હતો. ઉલ્લેખનીય છે કે, આ વીડિયો વાયરલ થયા બાદ કોંગ્રેસની ટિકા થઇ રહી છે કે, કોંગ્રેસ દ્વારા રૂપિયાની લહાણી કરી પબ્લિક ભેગી કરવામાં આવી હતી અને શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જોકે, હાલ કોંગ્રેસ તરફથી આ સમગ્ર મામલે કોઇ પ્રતિક્રિયા સામે આવી નથી.

(નોંધ: ન્યૂઝ18 ગુજરાતી આ વીડિયો સાચો હોવાની પુષ્ટિ નથી કરતું.)
First published:

Tags: Anand, Congress worker, Video viral