Home /News /anand /Anand: પિતા ગુમાવ્યા, છતા બન્ને દીકરીઓ હિંમત ન હારી, પિતાના વ્યવસાયને સંભાળી પગભર થઈ, આટલી આવક મેળવે

Anand: પિતા ગુમાવ્યા, છતા બન્ને દીકરીઓ હિંમત ન હારી, પિતાના વ્યવસાયને સંભાળી પગભર થઈ, આટલી આવક મેળવે

X
એક

એક દિવસ માં વોટર સપ્લાય માટે બે ટ્રીપ માર્કેટમાં મારી જગ સપ્લાય કરે છે 

આણંદમાં પટેલ સમાજની બે દીકરીઓ માતા સાથે મળીને વોટર સપ્લાયનો વ્યવસાય કરે છે. ઘરનાં મોભીનાં નિધન બાદ માતા અને દીકરીઓએ વ્યવસાય સંભાળી લીધો છે. મોટી દીકરી મોહિનીબેન જાતે ટેમ્પો ચલાવી દુકાને દુકાને પાણી પહોંચાડે છે. એક દિવસમાં લગભગ 80 બોટલ પાણી પહોંચાડે છે.

વધુ જુઓ ...
Salim chauhan, Anand: આણંદ શહેરનાં જૂના મોગરી રોડ પર રેવા રેસીડેન્સી માં રહેતા અશોકભાઈ પટેલે આઠ વર્ષ પૂર્વે વોટર સપ્લાયનો વ્યવસાય શરૂ કાર્યો હતો. અને આ વ્યવસાયમાં તેઓ સારી આવક પણ મેળવતા હતાં.પરીવારમાં પત્ની અને બે દીકરીઓ સાથે નાના પરિવારમાં સુખથી રહેતા હતાં. પરંતુ કુદરત ની ઈચ્છા કંઈ જુદી જ હતી. વર્ષ 2020માં અશોકભાઈ પટેલને હ્રદય રોગનો હુમલો થતા તેઓનું નિધન થઈ ગયું હતું.

અશોકભાઈનાં નિધન બાદ ઘર અને બે દીકરીની જવાબદારી તેમના પત્ની હંસાબેન પર આવી પડી હતી. ઘરના મોભીની અચાનક વિદાયથી ઘર પરિવારમાં શોકનાં વાદળો ઘેરાયા હતાં. પરંતુ હિંમત હાર્યા વીના પતિનાં વ્યવસાય અને બંન્ને દીકરીની જવાબદારી હંસાબેને ઉઠાવી લીધી હતી. આજે આ બંન્ને દીકરી માતાનો સહારો તો બની છે, સાથે પિતાનાં વોટર સપ્લાયનાં વ્યવસાયને પણ આગળ ધપાવી રહી છે.

સંતાનમાં બે દીકરીઓ જ છે, પુત્રથી કમ નથી

અશોકભાઈ પટેલને સંતાનમાં બે દીકરીઓ જ છે.પુત્ર નથી. પિતાનાં નીધન બાદ દીકરી મોહિનીબેન પટેલ અને ભૂમિબેન પટેલે પિતાનાં વોટર સપ્લાઇનો વ્યવસાયને સંભાળી રહ્યાં છે. મોહિનીબેન પટેલે બીએ સુધીનો અભ્યાસ કર્યો છે. હાલ અભ્યાસ છોડીને માતાને વ્યવસાયમાં મદદ કરવાનું વિચાર્યું છે. જયારે ભૂમિબેન પટેલ ધોરણ 10નો અભ્યાસ પડતો મુકી પિતાએ સ્થાપેલા વ્યવસાયમાં જોડાઇ ગયા છે.

પતિનાં નિધન બાદ બીજી આફત આવી

હંસાબેને 2020માં પતિ ગુમાવ્યા બાદ વોટર સપ્લાયનો વ્યવસાય શરૂ કરી માંડ ઉભા થયા હતાં ત્યારે આઠ મહિના બાદ પાણીનાં પ્લાન્ટ પર શોર્ટ સર્કિટનાં કારણે આગ લાગી ગઈ હતી. આ આગમાં માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. સંકટના સમયમાં દીકરીઓએ હિંમત હારવા ન દીધી અને લોન પર નાણાં લઇને વ્યવસા ફરી શરૂ કરી દીધો હતો.

મોહિનીબેન ટેમ્પો ચલાવે છે

મોહિની પટેલ અને ભૂમિ પટેલ અને માતા જાતે માર્કેટમાં પાણીનાં જગ લઈને દુકાને દુકાને પહોંચાડે છે. એક દિવસમાં 80 જેટલા પાણીનાં જગનાં વિતરણ કરે છે. મોહિનીબેન પટેલ જાતે જ ટેમ્પો ચલાવે છેે, આ વ્યવસાયથી હંસાબેનને એક દિવસમાં 1500 રૂપિયાની આવક થાય છે.



આજે તેઓની પાસે પોતાનું મકાન અને એક આરઓ પ્લાન્ટ પણ છે.મોહિનીબેને જણાવ્યું હતું કે, કોઇ પણ પરિસ્થિતીમાં હિંમત હારવી જોઇએ નહી. હિંમતથી કામ લેવાથી પરિસ્થિતી પર કાબુ મેળવી શકાય છે.
First published:

Tags: Anand, Buisness, Father-Daughter, Local 18