Home /News /anand /Anand: નિ:સહાય વૃદ્ધાનાં આ બે ભાઇઓ છે દિકરા, ઘરે પહોંચાડે છે ટિફિન

Anand: નિ:સહાય વૃદ્ધાનાં આ બે ભાઇઓ છે દિકરા, ઘરે પહોંચાડે છે ટિફિન

ચારસો જેટલા નિરાધાર લોકોને ઘેરબેઠાં નિ:શુલ્ક ટિફિનસેવા આપે છે

વસોની વિસામો ટિફિનસેવા: નડિયાદના બે સેવાભાવી ભાઈ નિરાધાર લોકોને ઘેરબેઠાં નિઃશુલ્ક ટિફિન આપે છે, મધ્યમવર્ગને માત્ર 50 રૂપિયામા ભરપેટ ભોજન.

Salim chauhan, Anand: પિતાએ આંગળી ચીંધેલા રસ્તા પર પુત્રોએ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સેવાની સાથે સાથે રોજગારી ઊભી કરી અંદાજિત 400 જેટલા નિરાધાર લોકોને ઘેરબેઠાં નિ:શુલ્ક ટિફિનસેવા આપે છે. ખમરીવંતો ખેડા જિલ્લો અને એમાંય સાક્ષરભૂમિ નડિયાદ સેવાનું કેન્દ્રબિંદુ છે. જિલ્લાના વસો તાલુકા મથકે ચાલી રહેલી વિસામો ટિફિનસેવા અનેક નિઃસહાય વૃદ્ધ વડીલો માટે દિકરાની ગરજ સારે છે. વસો તાલુકાના વિવિધ ગ્રામીણ વિસ્તારોમાં અંદાજિત 400 જેટલા નિરાધાર લોકોને ઘેરબેઠાં નિઃશુલ્ક ટિફિન બે ટાઈમ પહોંચાડે છે. મધ્યમવર્ગને ફક્ત 50 રૂપિયામા ભરપેટ થાળી પીરસે છે.

પિતાનાં માર્ગે બે ભાઈઓની સેવા

સેવાનો તાંતણ હવે નડિયાદ સુધી લંબાયો. નડિયાદથી થોડે દૂર આવેલા વસોમાં રહેતા અને સેવાને ધ્યેય માની સેવાના રસ્તે ચાલેલા સ્વ.મનુભાઈ જગજીવનદાસ પંચાલના પુત્ર રાકેશ અને મિતેશ બન્ને પિતાએ બતાવેલા રસ્તા પર ચાલી સેવામાં ધૂણી ધખાવી રહ્યા છે. 'વિસામો સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ' વસો ખાતે ઊભું કરી વસો અને આસપાસના વિસ્તારોમાં નિ:સહાય વૃદ્ધો માટે દિકરાની ગરજ સારે છે.‌ આ સેવાનો તાંતણો હવે નડિયાદ સુધી લંબાયો છે. આ સંસ્થા મધ્યમવર્ગને ફક્ત 50 રૂપિયામાં ભરપેટ થાળી પીરસે છે, જેનો લાભ નડિયાદ સહિત જિલ્લા વાસીઓ અને લોકો લઈ રહ્યા છે. આ સંસ્થાનો મુખ્ય હેતુ એ છે કે,ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સેવાની સાથે સાથે રોજગારી લોકો મેળવી શકે.

સુહાસિની સેવાની સુવાસ મધ્યમ વર્ગ સુધી પહોંચી

વિસામો સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટની જો વાત કરવામાં આવે તો, આ સંસ્થા દ્વારા નિઃશુલ્ક ચાલતી વિસામો ટિફિનસેવાની સાથે સાથે વિવિધ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી રહી છે, જેમાંની એક આમ જનતાને ધ્યાનમાં રાખીને મધ્યમવર્ગને પરવડે એવી સેવા અનેક લોકોને ઉપયોગી સાબિત થઈ રહી છે. સુહાસિની સેવા હેઠળ વસો સહિત નડિયાદ શહેરમાં વિવિધ જગ્યાએ પિકઅપ પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં માત્ર 50 રૂપિયામાં બપોર અને સાંજે ગુજરાતી થાળી આપવામાં આવી રહી છે.

હેતુ : સેવા સાથે રોજગારીની તકો ઉભી કરવાનો

સુહાસિની સેવા હેઠળ 22 લોકોને રોજગારી મળી રહી છે. વિસામો સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટનો હેતુ સેવાની સાથે સાથે રોજગારીની તકો ઊભી કરવાનો પણ છે. આવનારા દિવસોમાં વિસામો સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આમ જનતાની જરૂરિયાતને સમજીને નવી સેવાઓમાં વધારો થવાનો છે. ગ્રામીણ વિસ્તારો અને નાનાં શહરોને ધ્યાને રાખીને આ ટ્રસ્ટ તરફથી ચાલતી સેવાઓમાં અંતિમ સંસ્કાર કિટ સેવા, આધાર સેવા, ઓક્સિજન સેવા, વસ્ત્ર સેવા, વિસામો ટિફિન સેવા અને સુહાસિની સેવા હાલ ચાલુ છે.

બે ટાઇમ ઘરે પહોંચાડે છે ટિફિન

પિતાએ આંગળી ચીંધેલા રસ્તા પર પુત્રોએ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સેવાની સાથે સાથે રોજગારી ઊભી કરી અંદાજિત 400 જેટલા નિરાધાર લોકોને ઘેરબેઠાં નિ:શુલ્ક ટિફિનસેવા આપે છે . ખમરીવંતો ખેડા જિલ્લો અને એમાંય સાક્ષરભૂમિ નડિયાદ સેવાનું કેન્દ્રબિંદુ છે. જિલ્લાના વસો તાલુકા મથકે ચાલી રહેલી વિસામો ટિફિનસેવા અનેક નિઃસહાય વૃદ્ધ વડીલો માટે દિકરાની ગરજ સારે છે. વસો તાલુકાના વિવિધ ગ્રામીણ વિસ્તારોમાં અંદાજિત 400 જેટલા નિરાધાર લોકોને ઘેરબેઠાં નિઃશુલ્ક ટિફિન બે ટાઈમ પહોંચાડે છે.

મધ્યમવર્ગને ફક્ત 50 રૂપિયામાં ભરપેટ ભોજન

ચેરિટેબલ ટ્રસ્ટની જો વાત કરવામાં આવે તો આ સંસ્થા દ્વારા નિઃશુલ્ક ચાલતી વિસામો ટિફિનસેવાની સાથે સાથે વિવિધ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી રહી છે, જેમાંની એક આમજનતાને ધ્યાનમાં રાખીને સુહાસિની ખાસ મધ્યમવર્ગને પરવડે એવી સેવા અનેક લોકોને ઉપયોગી સાબિત થઈ રહી છે. સુહાસિની સેવા હેઠળ વસો સહિત નડિયાદ શહેરમાં વિવિધ ઠેકાણે પિકઅપ પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં માત્ર 50 રૂપિયામાં બપોર અને સાંજે ગુજરાતી થાળી આપવામાં આવી રહી છે.

સંસ્થા અન્ય સેવા પણ કરે છે

અંતિમસંસ્કાર કિટ સેવા પણ આપે છે. વસ્ત્ર સેવા હેઠળ જૂનાં કપડાં લઈને જરૂરિયાત મંદને ચોખ્ખા પેકિંગ કરીને આપવામાં આવે છે. આધાર સેવા હેઠળ ટોઇલેટ ચેર, વોકર, સ્ટિક જેવી વસ્તુ ડિપોઝિટ પર આપવામાં આવે છે અને વસ્તુ પરત આપી દેતાં ડિપોઝિટ પૂરેપૂરી રિફંડ કરી દેવામાં આવે છે.અંતિમસંસ્કાર કિટ સેવા હેઠળ અંતિમ સંસ્કારની સામગ્રી નિઃશુલ્ક આપવામાં આવે છે. ઓક્સિજન સેવા હેઠળ પોર્ટેબલ ઓક્સિજન મશીન દર્દીને ઘરે વાપરવામાં આવે છે. વસ્ત્ર સેવા, આધાર સેવા, અંતિમ સંસ્કાર કિટ સેવા, ઓક્સિજન સેવા, વિસામો ટિફિન સેવા વસો તાલુકામાં કાર્યરત છે. ગ્રામીણ વિસ્તારો માટે આ ઘણી જરૂરી સેવા છે.

આગામી દિવસોમાં પ્રભુજીનુ ઘર શરૂ કરશે

આગામી દિવસોમાં વિસામો સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ મારફત પ્રભુજીનું ઘર શરૂ થવાનું છે, જેમાં રોડ પર રહેતા નિઃસહાય લોકોને ઘર જેવું વાતાવરણ અને સુવિધા મળે રહે એ મુજબની નાહવા, ખાવા અને ઉપચારની વ્યવસ્થા હશે. નિરાધારનો આધાર એટલે પ્રભુજીનું ઘર. આ સૂત્ર સાથે આ સેવાકીય પ્રવૃત્તિ થશે.

પાણીની સેવાથી રામ રોટી સુધીની સફર

રાકેશ પંચાલ સાથેની વાતચીત ટ્રસ્ટના પ્રમુખ રાકેશ પંચાલે વાતચીતમાં જણાવ્યું હતું કે,તેઓ આ સેવા પોતાના પિતા સ્વ.મનુભાઈ જગજીવનદાસ પંચાલની પ્રેરણાથી ચલાવે છે. તેઓ જ્યારે હયાત હતા ત્યારે વસોમાં પાણીની સેવા આપતા હતા. તેમના નિધન બાદ અમે આ સંસ્થા દ્વારા શરૂઆતમાં ગર્ભવતી મહિલાઓને ફળફળાદિ અને આહાર પહોંચાડતા હતા અને એ બાદ આ રામરોટી સેવાનો પાયો નખાયો હતો. રાકેશ પંચાલે વધુમાં જણાવ્યું હતું કે,સેવા જ સત્ય છે. અને એને ધ્યાને રાખીને દરેક વર્ગને જરૂરી સેવાઓ કરવી જોઈએ, જેથી દરેક વર્ગને ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિનો લાભ પહોંચે. શહેર અને ગ્રામીણ વિસ્તારોની જરૂરિયાત અલગ છે અને દરેક વર્ગની સમસ્યાઓ અલગ હોય છે. ટ્રસ્ટને જે જરૂરી સેવા જે ઠેકાણે જે પ્રકારે કરવા જેવી લાગે એ મુજબ કરવા માટે હરહંમેશાં તૈયાર છે.
First published:

Tags: Anand, Local 18, Poor people